Home /News /sport /

બ્રિટને ભારતને રેડ લિસ્ટમાં મુક્યું, હવે કેવી રીતે થશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ? ICCએ આપ્યું મોટું નિવેદન

બ્રિટને ભારતને રેડ લિસ્ટમાં મુક્યું, હવે કેવી રીતે થશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ? ICCએ આપ્યું મોટું નિવેદન

પ્રતિકાત્મક તસવીર

જુનમાં સ્થિતિ કેવી હશે તે અંગે હજુ અમે કંઈ જાણતા નથી. યાત્રા અંગેના નિયમો કોરોનાની સ્થિતિ સાથે બદલાતા હોય છે.

  નવી દિલ્હી : કોરોના વાયરસ (coronavirus)ના વધતા કેસના પગલે બ્રિટને ભારતને રેડ લિસ્ટમાં નાખી દીધું છે. પરિણામે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ (world test championship)માં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના ફાઇનલ મેચ ઉપર સવાલ ઉઠયા હતા. જોકે, ઇન્ટરનેશનલ ક્રિકેટ બોર્ડ(ICC)એ આ મેચ આગાઉ નક્કી થયા મુજબ જ રમાશે તેવી ખાતરી આપી છે.

  ભારતને રેડ લિસ્ટમાં મુકવાના આવ્યા છતાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપનો ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચેનો ફાઇનલ નિર્ધારિત કાર્યક્રમ મુજબ 18 જૂને સાઉથમ્પટન ખાતે શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, ભારતને રેડ લિસ્ટમાં નાખવાથી તમામ યાત્રાઓ પર નિયંત્રણ આવી ગયું છે. બ્રિટનના નાગરિકોને પણ વતન પહોંચીને 10 દિવસ હોટલમાં આઇસોલેટ રહેવું પડશે.

  ભારતમાં વધી રહેલા કોરોના સંક્રમણના પગલે બ્રિટને આ નિર્ણય લીધો છે. અલબત્ત આઇસીસીને વિશ્વાસ છે કે, જૈવ સુરક્ષિત વાતાવરણના કારણે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલનું આયોજન કરવામાં સફળતા મળશે.

  આઈસીસી દ્વારા સોમવાર રાત્રે નિવેદન આપવામાં આવ્યું હતું. જેમાં જણાવાયું હતું કે, ઈસીબી (ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ) અને અન્ય સભ્યોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું આયોજન મહામારી વચ્ચે પણ કઈ રીતે થઈ શકે તે બતાવી દીધું છે. અમને વિશ્વાસ છે કે, ભવિષ્યમાં પણ અમે આવી રીતે કાર્યક્રમ ચાલુ રાખી શકીશું. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ અગાઉથી નિર્ધારિત કાર્યક્રમ મુજબ બ્રિટન ખાતે જૂન મહિનામાં રમાશે. રેડ લિસ્ટમાં નાખવાના નિર્ણયથી થનારી અસર અંગે અમે બ્રિટન સરકાર સાથે ચર્ચા કરી રહ્યા છીએ.

  કંઈ પણ કહેવું અશક્ય

  આ દરમિયાન બીસીસીઆઈના સૂત્રોએ પીટીઆઈ ભાષાને કહ્યું છે કે, આ બાબતે કંઈ પણ કહેવું અશક્ય છે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ટીમ ઈન્ડિયા જ્યારે જૂન મહિનામાં બ્રિટનની યાત્રા કરશે, ત્યાં સુધીમાં તો ભારત રેડ લિસ્ટમાંથી બહાર નીકળી જશે તેઓ વિશ્વાસ બોર્ડે વ્યક્ત કર્યો છે.

  સૂત્રોના જણાવ્યા મુજબ જુનમાં સ્થિતિ કેવી હશે તે અંગે હજુ અમે કંઈ જાણતા નથી. યાત્રા અંગેના નિયમો કોરોનાની સ્થિતિ સાથે બદલાતા હોય છે.

  એવું પણ બને કે, ભારતીય ટીમ જૂન મહિનાના પ્રારંભમાં બ્રિટન માટે રવાના થાય ત્યારે ભારત રેડ લિસ્ટમાં ન હોય. રેડ લીસ્ટ અંતર્ગત 10 દિવસ આઇસોલેશનના નિયમોનું પાલન કરવું પડશે. અલબત્ત, જરૂર પડશે તો આ નિયમો પાળવામાં આવશે. હાલના સમયમાં કંઈપણ કહી શકાય નહીં. બ્રિટનમાં મીડિયા રિપોર્ટસ મુજબ, જો જરૂર પડશે તો સાઉથમ્પટનમાં બાઉલ અને તેની સાથે જોડાયેલી હોટલોમાં રેડ લિસ્ટમાં સામેલ દેશમાંથી ખેલાડીઓ સ્ટાફના આગમનને મંજૂરી મળી શકે છે. અગાઉના સત્રની જેમ ત્યાં સંપૂર્ણ જૈવ સુરક્ષા વાતાવરણ ઉભુ કરવામાં આવશે.

  સરકાર સાથે ચાલી રહી છે વાતચીત

  ગાર્ડિયન ન્યુઝ પેપરે ઈસીબીના પ્રવક્તાનો હવાલો આપતા કહ્યું છે કે, રેડ લિસ્ટમાં સામેલ તમામ દેશો ઉપરની અસરને લઈ અમે સરકાર સાથે વાતચીત કરી રહ્યા છીએ. મહામારી દરમિયાન પણ અમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું સફળતાથી આયોજન કરી બતાવ્યું છે. અમને આશા છે કે, આ વખતે પણ અમે સફળ આયોજન કરીશું. ભારતીય મહિલા ક્રિકેટ ટીમને પણ જૂન મહિનામાંનો પ્રવાસ કરવાનો છે, જ્યારે પુરુષ ક્રિકેટ ટીમને ઓગસ્ટ મહિનાથી ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટની શ્રેણી રમવાની છે.

  ભારતને રેડ લિસ્ટમાં નાખવાથી આઈપીએલમાં રમતા ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડના ખેલાડી ઉપર શું અસર થશે તે પણ જોવાનું રહેશે. આ બંને દેશો વચ્ચે જૂનમાં રમાનારી બે ટેસ્ટ મેચની શ્રેણી માટે આ ખેલાડીઓ બ્રિટન જવાના છે. આઇપીએલનો ફાઈનલ 30 મેના રોજ અમદાવાદમાં રમાવાનો છે.
  First published:

  Tags: World test championship, ક્રિકેટ ન્યૂઝ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन