ક્રિકેટના મોટા સમાચાર! IPL ઓક્ટોબરમાં યોજાશે, ટી20 વર્લ્ડ કપ 2020 સુધી મોકૂફ

ક્રિકેટના મોટા સમાચાર! IPL ઓક્ટોબરમાં યોજાશે, ટી20 વર્લ્ડ કપ 2020 સુધી મોકૂફ
T20 World Cup સ્થગિત થતાં IPLના આયોજન માટે BCCIને વિન્ડો મળી જશે

T20 World Cup સ્થગિત થતાં IPLના આયોજન માટે BCCIને વિન્ડો મળી જશે

 • Share this:
  નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus)ના કારણે છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટ કેટલાક સમયથી ઠપ છે. જોકે કોઈને જાણ નથી કે ખેલાડી મેચ રમવા ક્યારે મેદાનમાં ઉતરશે. પરંતુ ક્રિકેટર્સ અને પ્રશંસકો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. આ વર્ષે યોજાનારો ટી20 વર્લ્ડ કપ (T20 World Cup) 2020 સુધી ટાળવાનું લગભગ નક્કી થઈ ગયું છે. પરંતુ સારા સમાચાર એ છે કે વર્લ્ડ કપ પાછળ ઠેલાતા ઓક્ટોબરમાં આઈપીએલ (IPL)નું આયોજન કરવાની શક્યતા વધી ગઈ છે. ગુરુવારે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની એક ટેલી કોન્ફરન્સ યોજાવાની આશા છે. આઈસીસી બોર્ડના સભ્યએ પીટીઆઈને જણાવ્યું કે ગુરુવારે યોજાનારી બોર્ડ મીટિંગ દરમિયાન ટી20 વર્લ્ડ કપને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. હવે ટી૨૦ વર્લ્ડ કપનું આયોજન આ વર્ષે યોજાય તેવી શક્યતા નહીંવત છે.

  અહેવાલ મુજબ, બ્રોડકાસ્ટર ઈચ્છે છે કે 2021 ટી20 વર્લ્ડ કપ ભારતમાં જ યોજાય. આ વર્ષે કોઈ લાઇવ મેચ ન રમાતાં રેવન્યૂ પર સૌથી વધુ અસર પડશે અને આઈસીસીની આવક બ્રોડકાસ્ટરના અધિકારથી થાય છે. એવામાં કોઈ ગવર્નિંગ બોડી તેને નજરઅંદાજ નહીં કરી શકે. જો એવું થાય છે તો ભારત 2021 ટી20 વર્લ્ડ કપની મેજબાની કરશે, જોકે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા 2022માં ઓક્ટોબર-નવેમ્બરમાં મેજબાની કરી શકે છે.  આ પણ વાંચો, દારૂડિયાએ પાંજરામાં કૂદી રીંછને પાણીમાં ડૂબાડવાનો કરો પ્રયાસ, જુઓ VIDEO

  રણનીતિ પર ચર્ચા

  રિપોર્ટનું માનીએ તો 25 સપ્ટેમ્બરથી 1 નવેમ્બરની વચ્ચે આઈપીએલનું આયોજનની રણનીતિ પર મંત્રણા થશે. એક ફ્રેન્ચાઇઝીના અધિકારીએ પણ કહ્યું છે કે આગળની રણનીતિ પર ચર્ચા ચાલી રહી છે. તેને ધ્યાનમાં રાખીને આગળની રણનીતિ બનાવવામાં આવી રહી છે. અહેવાલ છે કે રણનીતિમાં વિદેશી ખેલાડી પણ સામેલ છે. નોંધનીય છે કે મોટાભાગની ફ્રેન્ચાઇઝી વિદેશી લેખાડીઓની સાથે આઈપીએલ રમાડવા માંગે છે.

  આ પણ વાંચો, મોદી સરકાર આપી રહી છે એક લાખ રૂપિયા જીતવાની તક, તમારે કરવું પડશે આ કામ
  Published by:News18 Gujarati
  First published:May 27, 2020, 13:24 pm

  ટૉપ ન્યૂઝ