પાકિસ્તાનના આ બોલરે ભારતને આપ્યો પડકાર, કહ્યું - 5 બેટ્સમેનને કરીશ આઉટ

News18 Gujarati
Updated: September 18, 2018, 4:00 PM IST
પાકિસ્તાનના આ બોલરે ભારતને આપ્યો પડકાર, કહ્યું - 5 બેટ્સમેનને કરીશ આઉટ
ભારત અને પાકિસ્તાન વચ્ચે 19 સપ્ટેમ્બરે મેચ રમવામાં આવશે.

ભારત વિરુદ્ધ મેચને લઈ તેમણે કહ્યું કે, જે પણ ખેલાડી ભારત વિરુદ્ધ મેચમાં સારૂ પ્રદર્શન કરે છે તેનું કરિયર બની જશે

  • Share this:
પાકિસ્તાને હોન્ગકોન્ગને પોતાની પહેલી જ મેચમાં 8 વિકેટથી હરાવી દીધી છે. આ મેચમાં પાકિસ્તાનની જીતના હીરો ફાસ્ટ બોલર ઉસ્માન ખાન રહ્યો. ઉસ્માને મેચમાં 19 રન આપી 3 વિકેટ લીધી હતી. તેણે આ ત્રણ વિકેટ એક જ ઓવરમાં લીધી છે. પાકિસ્તાનનો અગામી મુકાબલો ભારત સાથે 19 સપ્ટેમ્બરે છે. આ મેચ પહેલા ઉસ્માન ખાને એક મોટુ નિવેદન આપ્યું છે.

પ્રેસ કોન્ફરન્સમાં તેણે કહ્યું કે, તે હોંગકોંગ વિરુદ્ધ ત્રણ વિકેટ લેવામાં સફળ થયો છે અને ભારત વિરુદ્ધ તેની પાંચ વિકેટ લેવાની કોશિસ રહેશે. આ મેચમાં ફિલ્ડીંગ દરમ્યાન તેના પગમાં ઈજા પહેંચી હતી, જેના કારણે તેણે મેદાનમાંથી બહાર જવું પડ્યું હતું. તેણે કહ્યું કે, પગમાં ઈજા થતા પગમાંથી લોહી વહી રહ્યું હતું, હવે હું સારો છું અને પૂરી રીતે ફીટ છું.

સાથે તેણે કહ્યું કે, અમારી બોલિંગ શાનદાર છે, અને અમે શાનદાર બોલિંગ કરવાની કોશિસ કરીશું. તેમણે પોતાની ટીમની તૈયારી વિશે કહ્યું કે, અમે લાહોરમાં પ્રેક્ટિસ કરીને આવ્યા છીએ અને યૂએઈમાં પણ સારી પ્રેક્ટિસ કરી છે. જેથી અમે પૂરી રીતે ફીટ છીએ. મે ટીમ ઈન્ડીયાને પણ પ્રેક્ટિસ કરતા જોઈ છે. જેથી આ મેચ સારી રસપ્રદ રહેશે.

ભારત વિરુદ્ધ મેચને લઈ તેમણે કહ્યું કે, જે પણ ખેલાડી ભારત વિરુદ્ધ મેચમાં સારૂ પ્રદર્શન કરે છે તેનું કરિયર બની જશે. જેથી દરેક ખેલાડી આ મેચમાં સારામાં સારૂ પ્રદર્શન કરવાની કોશિસ કરઓશે. મારો ઈરાદો છે કે હું ભારત વિરુદ્ધની મેચમાં 5 વિકેટ લઈશ.
First published: September 18, 2018, 3:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading