Home /News /sport /હુમા કુરૈશીએ શિખર ધવનને લગ્નને લઈને આપ્યો જવાબ, તો ક્રિકેટર અકળાઈ ગયો, Video થયો વાયરલ
હુમા કુરૈશીએ શિખર ધવનને લગ્નને લઈને આપ્યો જવાબ, તો ક્રિકેટર અકળાઈ ગયો, Video થયો વાયરલ
હુમા કુરેશીએ શિખર ધવનને આપ્યો જવાબ
શિખર ધવન પોતાના ફની વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને ફેન્સનું મનોરંજન કરતો રહે છે. આ વખતે તેણે બોલિવૂડ એક્ટ્રેસ હુમા કુરેશી સાથે એક વીડિયો બનાવ્યો છે. આ વીડિયોમાં હુમા કુરેશી ક્રિકેટરને કહી રહી છે કે, આપણે લગ્ન નહીં કરી શકીએ. આ બંનેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
ભારતીય ક્રિકેટ ટીમના સ્ફોટક બેટ્સમેન શિખર ધવન સોશિયલ મીડિયા પર ઘણો સક્રિય છે. તે સમયાંતરે ફની વીડિયો શેર કરતો હોય છે. તેના ચાહકોને તેના વીડિયો ખૂબ ગમે છે. જેના કારણે તેના પર લાઈક અને કૉમેન્ટ્સનો વરસાદ થાય છે. ત્યારે તેનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેની સાથે હુમા કુરૈશી છે.
ધવન છેલ્લે ગત વર્ષે ડિસેમ્બરમાં બાંગ્લાદેશ સામે રમતો જોવા મળ્યો હતો. ત્યારથી તે ટીમની બહાર છે. તેણે છેલ્લી ટી-20 ઈન્ટરનેશનલ મેચ 2021ના જુલાઇમાં અને છેલ્લી ટેસ્ટ મેચ 2018ના સપ્ટેમ્બરમાં રમી હતી. જોકે, ટીમ ઇન્ડિયાની બહાર હોવા છતાં શિખર ધવન સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે.
શિખર ધવને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર હુમા કુરૈશી સાથે પોતાનો નવો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં હુમા કુરૈશી શિખર ધવનને ફોન પર પંજાબીમાં કહે છે કે, આપણા લગ્ન નહીં થઈ શકે. જેના જવાબમાં શિખર ધવન કહે છે કે, કેમ?.. આવતીકાલે જ તો આપણા લગ્ન છે. ત્યારે હુમા કુરેશી કહે - ઓહ! ફોન તો તમને લાગી ગયો!
ધવનના એક્સપ્રેશન જોવા જેવા
શિખર ધવન હસતા હસતા ફોન કાપી નાખે છે, પરંતુ ફોન કાપ્યા બાદ તેને હુમા કુરૈશીએ શું કહ્યું તે સમજાય છે. ત્યારબાદ શિખર ધવનના એક્સપ્રેશન લાજવાબ છે. હુમા અને શિખરના આ વીડિયોને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. અનેક ચાહકોએ આ વીડિયો પર કોમેન્ટ કરી છે.
અહીં ઉલ્લેખનીય છે કે, શિખર ધવને અગાઉ હુમા કુરેશી અને સોનાક્ષી સિંહા સ્ટારર ફિલ્મ 'ડબલ એક્સલ'માં કેમિયો કર્યો હતો. ફિલ્મના સીનમાં શિખર ધવન અને હુમા કુરૈશી ડાન્સ કરતા જોવા મળ્યા હતા
શિખર ધવનની કારકિર્દી
શિખર ધવને અત્યાર સુધી ભારત માટે 34 ટેસ્ટ મેચમાં 40.61ની એવરેજથી 2315 રન બનાવ્યા છે. તેણે 167 વન ડેમાં 44.11ની એવરેજથી 6793 રન ફટકાર્યા છે. બીજી તરફ ધવને ભારત માટે 68 ટી -20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 27.92 ની સરેરાશથી 1759 રન બનાવ્યા છે. અત્યારે શિખર ધવન ભલે ટીમ ઇન્ડિયામાં ન હોય, પરંતુ ટૂંક સમયમાં જ તે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમશે. શિખર ધવનને દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2022માં રિલીઝ કર્યો હતો. આ પછી તે પંજાબ કિંગ્સનો હિસ્સો બની ગયો હતો. શિખર ધવન આઈપીએલ 2023 માં પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરતો જોવા મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર