ઇંગ્લેન્ડમાં પડી રહી છે સખત ગરમી, ટીમ ઇન્ડિયાને ફાયદો થાય તેવી આશા

News18 Gujarati
Updated: July 28, 2018, 4:29 PM IST
ઇંગ્લેન્ડમાં પડી રહી છે સખત ગરમી, ટીમ ઇન્ડિયાને ફાયદો થાય તેવી આશા
તસવીર - ટ્વિટર

  • Share this:
ઇંગ્લેન્ડમાં હાલ ઘણી ગરમી પડી રહી છે. જેના કારણે યજમાન ઇંગ્લેન્ડે ભારત સામેની ટેસ્ટ શ્રેણી માટે સ્પિનર આદિલ રાશિદને નિવૃત્તિમાંથી પાછો બોલાવ્યો છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ એજબેસ્ટનમાં એક ઓગસ્ટથી શરૂ થશે. આવા સમયે ભારતીય ટીમ પોતાના ત્રિપુટી સ્પિનરની જોડી આર.અશ્વિન, કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજાના સહારે ઇંગ્લેન્ડને સખત પડકાર આપશે.

ભારતના ઇંગ્લેન્ડ પ્રવાસ પર પૂર્વ ભારતીય ક્રિકેટર મનિંદર સિંહે ક્રિકેટનેક્સ્ટ સાથે વાતચીત કરી હતી. મનિંદર વર્ષ 1986માં ઇંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી 2-0થી જીતનાર ટીમ ઇન્ડિયાના સભ્ય હતા. તેમણે આ શ્રેણીમાં 15.58ની એવરેજથી 12 વિકેટ ઝડપી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે વિરાટ કોહલી પ્રથમ ટેસ્ટ માટે 2-3 સ્પિનર પસંદ કરશે તો તેમના માટે ફોર્મ અને લય સૌથી જરૂરી રહેશે. તેમણે કહ્યું હતું કે જે રીતે ઇંગ્લેન્ડમાં સખત ગરમી પડી રહી છે તે જોતા એક સ્પિનરને રમાડવાની વાત બનશે નહીં.

તેમણે કહ્યું હતું કે મોસમનો મિજાજ જોતા બંને ટીમો એકથી વધારે સ્પિનર્સ મેદાનમાં ઉતારશે. આવી પરિસ્થિતિમાં હું ઇચ્છીશ કે અશ્વિન અને કુલદીપને તક આપવામાં આવે. તેનું કારણ એ છે કે આ બંને વિકેટ માટે માહેર છે. તમારે વિદેશી ધરતી પર વિકેટ ઝડપનાર બોલરોની જરૂર હોય છે. જો મારા સ્પિનર 30 ઓવરમાં 120 રન આપતા 5 વિકેટ ઝડપે તો મને આનંદ થશે.

તેમણે આગળ કહ્યું હતું કે જાડેજા બેટિંગ પણ કરી લેશે અને આ રીતે તે રન બનાવવાનો વિકલ્પ પણ આપે છે. જોકે હું ઓછા પ્રભાવી રહેતા ક્રિકેટર્સનો મોટો પ્રશંસક રહ્યો નથી. મને ઓલરાઉન્ડર પસંદ છે. થોડી ઘણી બેટિંગ, થોડી બોલિંગ મને પસંદ પડતી નથી.

લિજેન્ડરી સ્પિનર ઇરાવલ્લી પ્રશન્નાએ મનિંદર સિંહની વાતને માની હતી અને કહ્યું હતું કે ઇંગ્લેન્ડમાં મોસમનો મિજાજ ભારતીય ટીમ માટે મદદગાર સાબિત થશે. તેમણે કહ્યું હતું કે ટીમમાં સ્પિનર પોતાનું કામ સારી રીતે જાણે છે. તમને મોસમથી મદદ મળશે અને સાથે તેમની પાસે વિરાટ કોહલીના રૂપમાં એક શાનદાર સુકાની છે. જેથી બેટ અને બોલ વચ્ચે રસપ્રદ જંગ જોવા મળશે.
First published: July 28, 2018, 4:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading