Home /News /sport /T20 World Cup 2022: હાર્દિક પંડ્યાએ કહી વિરાટ કોહલીના તે બે સિક્સકની કહાણી, જેણે મેચ પલટી નાંખી'તી

T20 World Cup 2022: હાર્દિક પંડ્યાએ કહી વિરાટ કોહલીના તે બે સિક્સકની કહાણી, જેણે મેચ પલટી નાંખી'તી

હાર્દિક પટેલ અને વિરાટ કોહલી ક્રિઝ પર - ફાઇલ તસવીર

T20 World Cup 2022: પાકિસ્તાન સામે બેટિંગ કરી રહેલા વિરાટ કોહલીના પાર્ટનગર હાર્દિક પંડ્યા પણ તેના ફેન થઈ ગયા હતા. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું માનવું છે કે, પાકિસ્તાન સામેના ટી20 વર્લ્ડ કપની મેચમાં માત્ર વિરાટ કોહલી જ હારિસ રઉફની બોલિંગમાં બે સિક્સર મારી શકે.

વધુ જુઓ ...
    મેલબોર્નઃ T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે (23 ઓક્ટોબર) એક શાનદાર મેચ રમાઈ હતી અને ક્રિકેટ ચાહકો જે રોમાંચની રાહ જોઈ રહ્યા હતા, તેનાથી વધુ રોમાંચિત મેચ રહી. છેલ્લા બોલ સુધી ચાલેલી આ મેચમાં ભારતે પાકિસ્તાનને 4 વિકેટે હરાવીને વર્લ્ડ કપમાં વિજયી શરૂઆત કરી હતી. 90 હજારથી વધુ ક્રિકેટ ચાહકોથી ભરેલા સ્ટેડિયમના શોરબકોર વચ્ચે વિરાટ કોહલીની આક્રમક ઈનિંગે ટીમ ઈન્ડિયાને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

    કોહલીની આ વિરાટ ઈનિંગની દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે, વિરાટની સાથે બેટિંગ કરી રહેલો હાર્દિક પંડ્યા પણ તેની ઈનિંગનો ફેન બની ગયો છે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું માનવું છે કે, પાકિસ્તાન સામે T20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં માત્ર વિરાટ કોહલી જ હરિસ રઉફને બે સિક્સર ફટકારી શક્યો હોત. તેને એમનેમ કિંગ કોહલી નથી કહેવામાં આવે, આ તેની મહાનતા છે. જેના માટે તે જાણીતો છે.



    ઉલ્લેખનીય છે કે, ભારતને પાકિસ્તાન સામે છેલ્લા 8 બોલમાં 28 રનની જરૂર હતી. પરંતુ કોહલીએ 19મી ઓવરના છેલ્લા બે બોલમાં બે સિક્સર ફટકારીને મેચને પલટી નાખી હતી. ભારતે આ રોમાંચક મેચ ચાર વિકેટે જીતી લીધી હતી.

    કોહલીએ કહ્યું - મને નથી આવડતું, કેવી રીતે સમજાવું


    વિરાટ કોહલીએ કહ્યુ હતુ કે, પાકિસ્તાન ટીમ કેવી રીતે દબાણમાં આવી ગઈ મેચનો ટર્નિંગ પોઈન્ટ એ જ બે સિક્સર હતી. તે કહે છે કે, મને સમજાતું નથી કે કેવી રીતે સમજાવું. પરંતુ મેં આ પહેલા આવી સિક્સ મારી નહોતી, બસ કનેક્શન થયું અને મેં બે સિક્સ ફટકારી અને ત્યારથી જ પાકિસ્તાનની ટીમ ગભરાઈ ગઈ.

    તે બે સિક્સર ખૂબ જ ખાસ હતી


    બીજા છેડે ઉભા રહીને કોહલીની બેટિંગ જોઈને પંડ્યાએ કહ્યું, ‘મેં ઘણી સિક્સર ફટકારી છે, પરંતુ આ બે સિક્સર ખાસ હતી. કારણ કે તે અમારા માટે બહુમૂલ્ય હતી. મેં ઘણી ક્રિકેટ મેચ રમી છે. પરંતુ મને નથી લાગતું કે કોહલી સિવાય આ બે સિક્સર બીજા કોઈએ ફટકારી હશે. તેના કરતા વધુ ખાસ છે કારણ કે અમે જાણીએ છીએ કે અમે બંને લડી રહ્યા હતા.’

    જ્યારે કોહલી ક્રિઝ પર આવ્યો ત્યારે તેની માનસિક સ્થિતિ અંગે પંડ્યાએ કહ્યું, ‘ઘણું દબાણ હતું. મોટી મેચોમાં ઘણા લોકો દબાણ અનુભવે છે અને હું જાણું છું કે તે કેટલું મહત્વપૂર્ણ છે. અમે એક ટીમ તરીકે સખત મહેનત કરી છે અને અમે એકબીજા સાથે ખુશ છીએ. હું એકદમ અવાચક હતો. મેદાન પર આવીને હું ખૂબ જ ખુશ હતો. મેં રાહુલ સર સાથે પણ વાત કરી, તેઓ તણાવમાં હતા પરંતુ તેમણે કહ્યું કે તમે ઘણું કર્યું છે અને શાંતિથી રમો.’

    પંડ્યાએ કહ્યું, ‘મારે તેને કહેવું હતું કે સર હું અહીં આવીને ખૂબ જ ખુશ છું. દસ મહિના પહેલાં મને ખબર પણ નહોતી કે શું થશે.’
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Cricket Fight, ICC T20 World Cup, India Vs Pakistan

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन