VIDEO: સર્જરી બાદ હાર્દિક પંડ્યા આવી રીતે ચાલ્યો Baby Steps

News18 Gujarati
Updated: October 9, 2019, 10:35 AM IST
VIDEO: સર્જરી બાદ હાર્દિક પંડ્યા આવી રીતે ચાલ્યો Baby Steps
પીઠના નીચેના ભાગની સફળ સર્જરી બાદ હાર્દિક પંડ્યા વ્હીલચૅરમાં પણ જોવા મળ્યો

પીઠના નીચેના ભાગની સફળ સર્જરી બાદ હાર્દિક પંડ્યા વ્હીલચૅરમાં પણ જોવા મળ્યો

  • Share this:
ટીમ ઈન્ડિયા (Team India)ના સ્ટાર ઑલ રાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya)ની પીઠના નીચલા ભાગની લંડન (London)માં સફળ સર્જરી (Surgery)થઈ છે. હવે તેનું રિહેબિલિટેશન શરૂ થઈ ગયું છે. હાર્દિકે પોતાના સોશિયલ મીડિયા (Social Media) એકાઉન્ટ્સ પર રિહેબિલિટેશનની તસવીરો અને વીડિયો શૅર કર્યા છે. આ વીડિયોમાં પંડ્યા સર્જરી બાદ ધીમે-ધીમે બીજાના ટેકાથી ચાલતો જોવા મળી રહ્યો છે. તેની સાથે હાર્દિક વ્હીલચૅર પર બેઠેલો પણ જોવા મળી રહ્યો છે. પંડ્યાના પ્રશંસકો તેને વહેલી તકે ઠીક થઈ જવાની શુભેચ્છાઓ પણ આપી રહ્યા છે.

હાર્દિકે વીડિયો શૅર કરતાં લખ્યું કે, નાના ડગલાં...પરંતુ મારી પૂરી ફિટનેસની રાહ અહીંથી શરૂ થઈ જાય છે અને હવે દરેકને તેમના સમર્થન અને શુભેચ્છાઓ માટે ધન્યવાદ... તે મારા માટે ખૂબ મહત્વના છે.

આ પહેલા હાર્દિકે શનિવારે તસવીર શૅર કરતાં લખ્યું હતું કે, સર્જરી સફળ રહી. આપ સૌની શુભેચ્છાઓ માટે આભાર. ટૂંક સમયમાં પાછો આવીશ. ત્યાં સુધી મારી ખોટ અનુભવો.
નોંધનીય છે કે, બીસીસીઆઈ (BCCI)એ હાર્દિક પંડ્યાની ઈજા વિશે જાણકારી આપી હતી. દક્ષિણ આફ્રિકા (South Africa)ની વિરુદ્ધ ટી-20 (T-20)સીરીઝ બાદ બીસીસીઆઈએ નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, હાર્દિકે 22 સપ્ટેમ્બરે બેંગલુરુમાં દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ અંતિમ ટી-20 મેચ બાદ પીઠના નીચલા હિસ્સામાં દુખાવાની ફરિયાદ કરી હતી. બીસીસીઆઈની મેડિકલ ટીમે ઈંગ્લેન્ડમાં કરોડરજ્જુના એક્સપર્ટ્સની સલાહ લીધી હતી, જેઓએ આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે સર્જરીની સલાહ આપી હતી. ત્યારબાદ હાર્દિક પંડ્યા સર્જરી માટે લંડન જવા રવાના થઈ ગયો હતો.

આ પણ વાંચો,

યુવરાજ અને કેવિટ પીટરસન Twitter પર ટકરાયા! જાણો શું છે કારણ
અઝરુદ્દીનના દીકરાની દુલ્હન બનશે સાનિયા મિર્ઝાની બહેન, ડિસેમ્બરમાં લગ્ન યોજાશે
First published: October 9, 2019
વધુ વાંચો
अगली ख़बर