Home /News /sport /ક્યારેક જીવતો હતો હાર્દિક બિન્દાસ લાઈફ, હવે નથી નીકળી રહ્યો ઘરની બહાર

ક્યારેક જીવતો હતો હાર્દિક બિન્દાસ લાઈફ, હવે નથી નીકળી રહ્યો ઘરની બહાર

હાર્દિક પંડ્યા (ફાઈલ ફોટો)

ઉતરાયણના આ તહેવારે, ગુજરાતમાં પબ્લિક હોલી ડે રહે છે, પરંતુ હાર્દિકે પતંગ પણ નથી ઉડાવ્યો. તેને પતંગ ઉડાવવાનો ખુબ શોખ છે

  'કોફી વિદ કરણ'શોમાં મહિલાઓ વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણીઓ કર્યા બાદ હાર્દિક પંડ્યાને ના માત્ર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વન-ડે સીરિઝમાંથી હટાવવામાં આવ્યો, પરંતુ ન્યૂઝિલેન્ડ પ્રવાસમાંથી પણ હટાવવામાં આવ્યો છે. આવું જ કઈક યુવા બેટ્સમેન કે એલ રાહુલ સાથે પણ થયું છે, જે આ શોમાં પંડ્યા સાથે હાજર હતો. જોકે, બીસીસીઆઈની નોટિસ બાદ બેનેએ કોઈ પણ શરત વગર માફી માંગી લીધી છે.

  આ બાજુ પ્રશાસકોની સમિતી(સીઓએ)એ બંને પર બે મેચનો પ્રતિબંધ લગાવવાની ભલામણ કરી હતી, પરંતુ બીસીસીઆઈએ તેમની સજા મામલે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય નથી લીધો.

  હાલમાં કેટલીએ જાહેરાતોએ પંડ્યા પાસેથી હાથ પાછો ખેંચી લીધો છે તો મુંબઈ જીમખાના ક્લબે તેની માન્ય સભ્યતા ખતમ કરી દીધી છે. જ્યારે આ વિવાદમાં એક નવો મોડ આવ્યો છે. પંડ્યાના પિતા હિમાંશુએ બુધવારે કહ્યું કે, તે આ વિવાદ બાદ ઘરેથી બહાર પણ નથી નીકળી રહ્યો અને ના કોઈનો ફોન ઉઠાવી રહ્યો.

  સાચુ કહીએ તો, હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ બંધ કરી દીધો છે. તેણે ઉતરાયણ પણ નથી મનાવી. હાર્દિકનો પરિવાર ગુજરાતના વડોદરા શહેરનો છે અને ગુજરાતમાં આ તહેવાર ખુબ આનંદ-ઉલ્લાસથી મનાવવામાં આવે છે.  હાર્દિકના પિતા હિમાંશુએ અંગ્રેજી સમાચારપત્ર મિડ-ડેને કહ્યું કે, ઉતરાયણના આ તહેવારે, ગુજરાતમાં પબ્લિક હોલી ડે રહે છે, પરંતુ હાર્દિકે પતંગ પણ નથી ઉડાવ્યો. તેને પતંગ ઉડાવવાનો ખુબ શોખ છે, પરંતુ તે ક્રિકેટના વ્યસ્ત કાર્યક્રમના કારણે તેને ઘર પર રહેવાનો મોકો ઓછો મળે છે.

  તેમઓણે કહ્યું કે, આ વખતે તે ઉતરાયણના તહેવાર પર ઘરે હતો અને તેની પાસે પતંગ ઉડાવવાનો મોકો પણ હતો, પરંતુ આ ખરાબ સ્થિતિના કારણે તેને તહેવાર મનાવવાનો પણ મૂડ ન હતો.

  હિમાંશુએ કહ્યું કે, તે પ્રતિબંધથી ઘણો નિરાશ છે અને ટીવી પર તેણે જે કહ્યું તેનો તેને પછતાવો છે. આવું તેણે બીજી વખત ન કરવાની કસમ ખાધી છે. અમે નિર્ણય લીધો છે કે, અમે આ મુદ્દા પર તેની સાતે વાત નહી કરીએ. તેના મોટા ભાઈ કૃણાલે પણ તેની સાથે આ મુદ્દા પર વાત નથી કરી. અમે બીસીસઆઈના નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ.
  Published by:kiran mehta
  First published:

  Tags: Calls, Father, Home, Says, ક્રિકેટ, હાર્દિક પંડ્યા

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन