પિતાનો જૂનો VIDEO શૅર કરી ઇમોશનલ થયો હાર્દિક પંડ્યા, કહ્યુ- ‘મારી આંખમાં આંસુ આવી ગયા’

પિતાનો જૂનો વીડિયો શૅર કરીને હાર્દિક પંડ્યા ઇમોશનલ થઈ ગયો છે. (Hardik Pandya/Instagram)

જ્યારે હાર્દિકએ પિતા હિમાંશુ પંડ્યાને ગિફ્ટ કરી હતી SUV કાર તો તેમણે આપ્યું હતું કંઈક આવું રિએક્શન

  • Share this:
    મુંબઈઃ ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ પોતાના પિતા હિમાંશુ પંડ્યા (Himanshu Pandya)ની યાદમાં એક ઇમોશનલ પોસ્ટ કરી છે, જેમનું ગત મહિને કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન થયું હતું. હાર્દિક અને તેના ભાઈ કૃણાલ પંડ્યા (Krunal Pandya) અનેકવાર પોતાની કારકિર્દી અને જીવનમાં પોતાના પિતાની અગત્યતાનો ઉલ્લેખ કરતા રહે છે. બંને ભાઈઓને ક્રિકેટની દુનિયામાં આવતા પહેલા તેમના પરિવારે આર્થિક રીતે ઘણો સંઘર્ષ કર્યો છે. હિમાંશુ પંડ્યાનો સુરત (Surat)માં કાર ફાઇનાન્સનો નાનો વેપાર હતો. બાદમાં તેઓએ તેને બંધ કરી દીધો અને બંને દીકરાઓની કારકિર્દી બનાવવા માટે વડોદરા (Vadodra) આવી ગયા.

    વડોદરા આવ્યા બાદ હિમાંશુ પંડ્યાએ હાર્દિક અને કૃણાલને કિરણ મોરે એકેડમીમાં ટ્રેનિંગ માટે મૂક્યા. ત્યારબાદ તેમનો સંઘર્ષ વધી ગયો. હાર્દિક અને કૃણાલે ખૂબ જ મહેનત કરી. આ બંનેની મહેનત રંગ લાવી અને બંને ભાઈઓને પહેલા આઇપીએલ અને બાદમાં ટીમ ઈન્ડિયા માટે રમવાની તક મળી. હાર્દિક પંડ્યાને પિતાના નિધનથી ઘેરો આઘાત લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટના માધ્યમથી પોતાના પિતાને ભાવુક શ્રદ્ધાંજલિ આપી હતી. હવે મંગળવારે ફરી એક વાર હાર્દિકે પોતાના પિતા માટે હૃદયસ્પર્શી મેસેજ સોશિયલ મીડિયા શૅર કર્યો છે.

    હાર્દિક પંડ્યાએ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર પિતાનો એક જૂનો વીડિયો શૅર કર્યો છે અને લખ્યું છે કે તેમની ગેરહાજરીમાં તેમની યાદો હાર્દિકને રડાવે છે. આ વીડિયો 2017નો છે, જ્યારે હાર્દિકે પોતાના પિતાને એસયૂવીની સરપ્રાઇઝ ગિફ્ટ આપી હતી. આ વીડિયોમાં હિમાંશુ પંડ્યા જીપ શોરૂમમાં છે અને એસયૂવીના વખાણ કરી રહ્યા છે. શોરૂમના મેનેજર હિમાંશુ પંડ્યાની પાસે આવે છે અને તેમને કહે છે કે તેઓ હવે આ કારના માલિક છે. આ સરપ્રાઇઝને જોઈને હાર્દિકના પિતા હેરાન રહી જાય છે અને ઇમોશનલ પણ થઈ જાય છે.

    આ પણ વાંચો, રિહાનાએ ખેડૂત આંદોલનને લઈ સવાલ પૂ્છયો તો કંગનાએ કહ્યું- ‘અમે તમારી જેમ બેવકૂફ નથી’

    આ વીડિયોને શૅર કરતાં હાર્દિક પંડ્યાએ લખ્યું કે, તમે અહીં નથી જેથી મારી આંખોમાં આંસુ આવી જાય છે! પરંતુ તમે એક બાળકની જેમ સ્મિત કરતા, જેમ કે કેન્ડી મળી ગઈ હોય, આ જોઈને હું પણ ખુશ થઉં છું અને ખૂબ જ ખુશીની સાથે આપને યાદ કરું છું. લવ યૂ ડેડ.

    આ પણ વાંચો, એન્જિનિયર કપલના અંડર વોટર મેરેજ, 60 ફૂટ નીચે જઈ એક બીજાને વરમાળા પહેરાવી, સાત ફેરા પણ ફર્યા

    નોંધનીય છે કે, હાર્દિક પંડ્યા ઈંગ્લેન્ડની વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં વાપસી માટે તૈયાર છે. ઈંગ્લેન્ડમાં 2018 બાદથી હાર્દિકે કોઈ ટેસ્ટ મેચ નથી રમી. બેક ઇન્જરીના કારણે હાર્દિક ટેસ્ટ ક્રિકેટથી લાંબા સમય સુધી દૂર રહ્યો છે. હવે તે ઈંગ્લેન્ડની વિરુદ્ધ ચાર ટેસ્ટ મેચની સીરીઝથી વાપસી માટે તૈયાર છે. મીડિયા રિપોર્ટસ મુજબ, તેની ભારતીય ટેસ્ટ ટીમમાં સ્પેશલિસ્ટ બેટ્સમેનના રૂપમાં પસંદગી થઈ છે. તે હજુ પણ બોલિંગ કરવા માટે સમગ્રપણે તૈયાર નથી.
    Published by:Mrunal Bhojak
    First published: