હાર્દિક પંડ્યાએ ખુલ્લેઆમ નતાશા સાથેના સંબંધોની જાહેરાત કરી, શૅર કરી આ ખાસ તસવીર

News18 Gujarati
Updated: January 1, 2020, 12:13 PM IST
હાર્દિક પંડ્યાએ ખુલ્લેઆમ નતાશા સાથેના સંબંધોની જાહેરાત કરી, શૅર કરી આ ખાસ તસવીર
હાર્દિક પંડ્યાએ નતાશા સાથેની તસવીર Instagram પર શૅર કરીને પ્રેમનો આવી રીતે એકરાર કર્યો

હાર્દિક પંડ્યાએ નતાશા સાથેની તસવીર Instagram પર શૅર કરીને પ્રેમનો આવી રીતે એકરાર કર્યો

  • Share this:
મુંબઈ : ભારતીય ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને મૉડલ-એક્ટ્રેસ નતાશા સ્ટાનકોવિચ (Natasha Stankovic)ના સંબંધોને લઈ લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. અંતે હાર્દિક પંડ્યાએ તમામ અફવાઓ અને અટકળોને ખતમ કરતાં પોતાના સંબંધોની સ્વીકાર કર્યો છે. નવા વર્ષથી પહેલાં હાર્દિક પંડ્યાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી નતાશા સાથેની એક તસવીર શૅર કરીને પોતાના સંબંધો પર મહોર મારી દીધી છે.

હાર્દિક પંડ્યાએ પ્રેમનો એકરાર કર્યો

હાર્દિક પંડ્યાએ જે તસવીર શૅર કરી છે, તેમાં તેણે નતાશાનો હાથ પકડેલો છે. હાર્દિક પંડ્યાએ તસવીરના કેપ્શનમાં લખ્યું કે, મારા ફાયરવર્કની સાથે નવા વર્ષની શરૂઆત. તેની સાથે જ હાર્દિકે દિલનું ઇમોજી પણ બનાવ્યું છે. આ તસવીર પર ક્રિકેટ યુજવેન્દ્ર ચહલ, સિદ્ધેશ લાડ, હાર્દિક પંડ્યાની ભાભી પંખુડી શર્મા, એક્ટર અર્જુન કપૂર, સોફી ચૌધરી, ક્રિસ્ટલ ડિસૂઝાએ કોમેન્ટ કરતાં દિલ ઈમોજી બનાવ્યું છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે આ જોડી લોકોને ખૂબ પસંદ છે.સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યા અને નતાશાને લઈ ઑગસ્ટ 2019થી ચર્ચાઓ ચાલી રહી છે. બંનેને અનેકવાર એક સાથે સ્ટૉપ પણ કરવામાં આવ્યા છે. અહેવાલો મુજબ, નતાશા હાર્દિકના પરિવારને મળી ચૂકી છે. જોકે, બંનેમાંથી કોઈએ તેને લઈને સ્પષ્ટપણે કંઈ કહ્યું નહોતું. હવે આ તસવીર સાથે બંનેના સંબંધોને ઑફિશિયલ માનવામાં આવી રહી છે.

છેલ્લા એક વર્ષથી બંનેના સંબંધો અંગે થઈ રહી છે ચર્ચાહાર્દિકના 26મા જન્મદિવસ પર નતાશા સ્ટાનકોવિચે ઇન્સ્ટાગ્રામ પર એક હૃદયને સ્પર્શનારો સંદેશ પોસ્ટ કર્યો હતો. ત્યારબાદ ચર્ચા થવા લાગી હતી કે બંને ડૅટ કરી રહ્યા છે. નતાશા આ પહેલા એક્ટર અલી ગોનીની ગર્લફ્રેન્ડ રહી ચૂકી છે, જેની સાથે તેણે નચ બલિયે ટીવી શો પણ કર્યો હતો. હાર્દિક પંડ્યાએ નતાશા માટે વૉટની અપીલ પણ કરી હતી. હાર્દિક પંડ્યાનું નામ આ પહેલા અભિનેત્ર ઈશા ગુપ્તા, ઉર્વશી રૌતેલા અને એલી અવરામ સાથે જોડાઈ ચૂક્યું છે. જોકે, તેણે ક્યારેય કોઈની સાથે આ પ્રકારની તસવીર શૅર નથી કરી.

આ પણ વાંચો,

મુસ્લિમ થઈને ભારત માટે કેમ રમો છો? પાકિસ્તાનમાં પૂછાયેલા આ સવાલનો ઈરફાને આપ્યો આ જવાબ, સૌએ તાળીઓ વગાડી
પાકિસ્તાનનો આ મોટો ક્રિકેટર બોલ્યો- જય શ્રીરામ, પ્રશંસકોએ કહ્યું, આખું ભારત તારી સાથે!
First published: January 1, 2020
વધુ વાંચો
अगली ख़बर