Happy Birthday: ચેતેશ્વર પૂજારાની માતાએ બેટના પૈસા હપ્તેથી ચૂકવ્યા હતા, હાથોથી તૈયાર કર્યા બેટિંગ પૈડ!

Happy Birthday Cheteshwar Pujara: 31 વર્ષનો થયો ચેતેશ્વર પૂજારા (તસવીર સાભારઃ AP)

ટીમ ઈન્ડિયાની નવી દીવાલ તરીકે ઓળખાતો ચેતેશ્વર પૂજારા આજે પોતાનો 31મો જન્મદિવસ ઉજવી રહ્યો છે, જાણીએ તેના સંઘર્ષની કેટલીક અજાણી વાતો

  • Share this:
    નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા (Team India)ની નવી ‘દીવાલ’ તરીકે ઓળખાતા ચેતેશ્વર પૂજારાનો (Cheteshwar Pujara Birthday) આજે 31મો જન્મદિવસ છે. 25 જાન્યુઆરી 1988ના રોજ રાજકોટ (Rajkot)માં જન્મેલો પૂજારા આજે ભારતીય ટેસ્ટ ટીમનું અગત્યનું અંગ માનવામાં આવે છે. ચેતેશ્વર પૂજારાની કારકિર્દી દર્શાવે છે કે તે કેટલો મોટો ખેલાડી છે. ચેતેશ્વર પૂજારા 81 ટેસ્ટમાં 6111 રન કરી ચૂક્યો છે અને તેની સરેરાશ 47.74 છે. પૂજારાએ 18 સદી એન 28 અડધી સદી ફટકારી છે.

    હાલમાં જ ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયામાં મળેલી ઐતિહાસિક જીતમાં પૂજારાનું અગત્યનું યોગદાન રહ્યું. પૂજારા આ સીરીઝમાં એક પણ સદી ન ફટકારી શક્યો પરંતુ તેણે 928 બોલનો સામનો કરી ઓસ્ટ્રેલિયાના બોલરોને થકવી દીધા. પૂજારાએ સીરીઝમાં 3 અડધી સદીની મદદથી 271 રન કર્યા અને ટીમ ઈન્ડિયાને 2-1થી જીત થઈ. ચેતેશ્વર પૂજારાનું એ કારણે આટલું મોટું થયું છે કારણ કે તેણે નાનપણથી જ ખૂબ મહેનત કરી છે. માત્ર ચેતેશ્વરે જ નહીં તેની સફળતામાં તેની માતાનો પણ મોટો હાથ રહ્યો છે. આવો આપને જણાવીએ ચેતેશ્વર પૂજારાની માતા રીનાએ તેમના માટે શું-શું બલિદાન આપ્યું છે...કેવી રીતે તેઓએ પોતાના દીકરાને આટલો મોટો ક્રિકેટર બનાવ્યો...

    આ પણ વાંચો, ચેતેશ્વર પૂજારાની દીકરીએ શોધ્યો પાપાની ઈજાઓનો ઇલાજ, કહ્યું- ‘દરેક ઘાવને કિસ કરીશ’

    માતાએ બનાવ્યો ચેતેશ્વર પૂજારાને મહાન ક્રિકેટર

    ચેતેશ્વર પૂજારા જ્યારે ખૂબ જ નાનો હતો તો તેની માતા રીનાએ સપનું જોયું હતું કે તેમનો દીકરો એક દિવસ ભારત માટે ક્રિકેટ રમશે. ચેતેશ્વરના પિતા અરવિંદ પૂજારાએ પણ ખૂબ જ નાની ઉંમરમાં ચેતેશ્વરની ટેલેન્ટ ઓળખી લીધી હતી. અરવિંદ પૂજારા પોતે રણજી ટ્રોફી રમી ચૂક્યા છે. ચેતેશ્વરને પહેલા લેધર બોલ બેટ તેની માતાએ ગિફ્ટ તરીકે આપ્યા હતા. પૂજારાની માતાએ તે સમયે 1500 રૂપિયાનું બેટ ખરીદીને પોતાના દીકરાને આપ્યું હતું. તે બેટના પૈસા ચેતેશ્વરની માતાએ હપ્તામાં ચૂકવ્યા હતા. આ ઉપરાંત પૂજારા જ્યારે 8 વર્ષનો હતો તો તેને બીજા બેટિંગ પેડ્સ ફિટ નહોતા થતા કારણ કે તેનું કદ નાનું હતું. ત્યારબાદ માતાએ ચેતેશ્વર માટે પોતાના હાથોથી પેડ્સ તૈયાર કર્યા હતા.

    આ પણ વાંચો, બનારસમાં પક્ષીઓને દાણા ખવડાવીને ફસાયો ક્રિકેટર શિખર ધવન, પ્રશાસન કાર્યવાહીના મૂડમાં

    ચેતેશ્વર પૂજારા પોતાની મહેનતના દમ પર ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પ્રચલિત થયો પરંતુ તેની માતા પોતાના દીકરાને ભારત માટે રમતો ન જોઈ શકી. ચેતેશ્વર પૂજારાના ડેબ્યૂથી પહેલા તેની માતાનું કેન્સરના કારણે નિધન થઈ ગયું. ચેતેશ્વર પૂજારાએ પોતાની માતાને ગુમાવી દીધી પરંતુ તેણે તેમનું સપનું પૂરું કરવામાં કોઈ કસર ન રાખી. પૂજારાએ 9 ઓક્ટોબર 2010ના રોજ ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ ટેસ્ટ ડેબ્યૂ કર્યું. પૂજારા આજે દુનિયાનો શ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટરો પૈકી એક છે.
    Published by:Mrunal Bhojak
    First published: