Happy b'day AB De Villiers: વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 50, 100 ફટકારવાનો રેકોર્ડ આ સુપરમેનના નામે

AB De Villiersના નામે વનડે ક્રિકેટમાં કેટલાક એવા રેકોર્ડ જેને આવનારા સમયમાં તેમને તોડવા સરળ નહીં હોય

AB De Villiersના નામે વનડે ક્રિકેટમાં કેટલાક એવા રેકોર્ડ જેને આવનારા સમયમાં તેમને તોડવા સરળ નહીં હોય

  • Share this:
    નવી દિલ્હી. મિસ્ટર 360 (Mr 360), સુપરમેન (Superman), એબી ડી (ABD). આ તે નામો છે, જે દક્ષિણ આફ્રિકા (South Africa)ના બેટ્સમેન એબી ડી વિલિયર્સે (AB De Villiers) તેના રેકોર્ડ અને બેટિંગને કારણે ફેન્સ પાસેથી મેળવ્યાં છે. ક્રિકેટ (Cricket)નો એવો કોઈ શોટ નથી, જેને ડિ ડિવીલિયર્સે પોતાની આગવી રીતે ન રમ્યો હોય. તે બોલને મેદાનના કોઈપણ ખૂણામાં મોકલી શકે છે. 23 મે 2018ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયેલા એબી ડી વિલિયર્સનો આજે 37મો જન્મદિવસ છે. વનડે (ODI) ક્રિકેટમાં કેટલાક રેકોર્ડ છે, જેના વિશે એવું કહી શકાય કે આવનારા સમયમાં તેમને તોડવા સરળ નહીં હોય.

    17 ફેબ્રુઆરી, 1984ના રોજ જન્મેલા એબી ડી વિલિયર્સ કેટલા મહાન ખેલાડી હતા, તેનો અંદાજ એ પરથી લગાવી શકાય કે તેમની નિવૃત્તિ પછી આફ્રિકન ટીમનું પ્રદર્શન સતત બગડ્યું છે. 18 જાન્યુઆરી 2015ના રોજ ડી વિલિયર્સે વેસ્ટ ઇન્ડીઝ સામે 31 બોલમાં સદી ફટકારી હતી. તેમનો રેકોર્ડ હજુ પણ અતૂટ છે. તેણે 114 ટેસ્ટમાં 8765 રન બનાવ્યા હતા. જેમાં 22 સદી અને 46 અડધી સદીનો સમાવેશ થાય છે. એબીએ વનડે ક્રિકેટમાં 228 મેચ રમી. તેમાં 25 સદીની મદદથી 9577 રન બનાવ્યા હતા. વન-ડે અને ટેસ્ટ બંને ફોર્મેટમાં એબીની એવરેજ 50થી ઉપર છે.

    1 ઓવરમાં 34 રન બનાવ્યા

    એબીડીએ એક ઓવરમાં 34 રન બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. ડી વિલિયર્સે વેસ્ટ ઇન્ડીઝ સામે 2015માં વર્લ્ડ કપ મેચ દરમિયાન એક ઓવરમાં 34 રન બનાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, એક ઓવરમાં સૌથી વધારે 36 રન બનાવવાનો રેકોર્ડ હર્ષલ ગિબ્સના નામે છે.

    આ પણ વાંચો, આઝાદ ભારતમાં પહેલીવાર કોઈ મહિલાને અપાશે ફાંસી, તૈયારી શરૂ

    સૌથી ઝડપી સદી, અડધી સદીનો રેકોર્ડ

    એબી ડી વિલિયર્સના નામે સૌથી ઝડપી સદી, અડધી સદી અને 150 રનનો રેકોર્ડ છે. તેણે 16 બોલમાં 50 રન, 31 બોલમાં સદી બનાવી. તેણે 44 બોલમાં 149 રન બનાવ્યા. તેણે 2015માં વેસ્ટ ઇન્ડીઝ સામે આ ઇનિંગ્સ રમી હતી.

    આ પણ વાંચો, SBI ગ્રાહકોને દર મહિને 10 હજાર રૂપિયા કમાવાની તક, ઉઠાવો આ બેસ્ટ સેવિંગ સ્કીમનો લાભ

    ડી વિલિયર્સ રગ્બી, ગોલ્ફર અને ટેનિસ ખેલાડી રહ્યો છે

    ડી વિલિયર્સ એક સારો રગ્બી પ્લેયર, ગોલ્ફર અને ટેનિસ ખેલાડી પણ રહ્યો છે. પરંતુ અંતે તેણે ક્રિકેટની પસંદગી કરી અને આફ્રિકાનો સર્વાધિક મહાન ખેલાડી બન્યો. તેમ છતાં તે થોડી વહેલી તકે નિવૃત્ત થયો, જેથી તેના ચાહકો નિરાશ થયા.

    નંબર 1 થી 8 નંબર સુધી બેટ કરો

    ડી વિલિયર્સે 2004માં ઈંગ્લેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું. આ મેચમાં ડેલ સ્ટેને પણ તેની શરૂઆત કરી હતી. ડી વિલિયર્સે ઓપનર તરીકેની શરૂઆત કરી હતી. બાદમાં તેને મધ્યમ ક્રમમાં મોકલવામાં આવ્યો હતો. તેણે ટીમને જ્યાં જરૂર હોય ત્યાં નંબર 1થી 8 સુધી બેટિંગ કરી. જ્યારે સમય આવે ત્યારે વિકેટ કીપરની ભૂમિકા પણ ભજવી હતી.
    Published by:Mrunal Bhojak
    First published: