ઓવલ ટેસ્ટ: હારથી કંટાળ્યો કોહલી, બોલાવ્યો 6 મેચમાં 752 રન બનાવનાર બેટ્સમેન

ભારતીય ટીમ (ફાઈલ ફોટો)

એસપીએન ક્રિક ઈન્ફોના સમાચાર અનુસાર, છેલ્લી ટેસ્ટમાં હનુમા વિહારી પોતાની ટેસ્ટ ડેબ્યુ કરી શકે છે.

 • Share this:
  ટીમ ઈન્ડીયા ટેસ્ટ સિરીઝ પહેલાથી જ હારી ચુકી છે. એવામાં ભારતીય ટીમ છેલ્લી ટેસ્ટમાં કેટલોક ફેરફાર કરવા ઈચ્છશે. સાઉથેંણ્ટેન ટેસ્ટમાં ટીમ ઈન્ડીયાએ એક સમયે જીતના અવસરને પોતાની તરફ બનાવ્યો હતો પરંતુ બેટિંગ લાઈન તૂટી જતા 60 રનથી હારનો સામનો કરવો પડ્યો. એવામાં ખરાબ પ્રદર્શન સામે લડી રહેલા ખેલાડીઓને બહાર કરવાની માંગ ચાલી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, હાર્દિક પંડ્યાને પાંચમી ટેસ્ટમાં બહાર બેસાડવામાં આવી શકે છે. વિહારી હાલમાં સ્થાનિક ક્રિકેટમાં ઘણો સફળ જોવા મળ્યો છે. વર્ષ 2017-18 રણજી ટ્રોફી સિઝનમાં વિહારીએ શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું છે અને આ દરમ્યાન તેણે 6 મેચમાં 752 રન બનાવ્યા છે. તેણે આંધ્રપ્રદેશ તરફથી રમીને ઓડિશા વિરુદ્ધ 302 રનની પારી રમી હતી. આ તેની રણજી ટ્રોફીમાં પહેલી ત્રેવડી સદી છે,

  ઈએસપીએન ક્રિક ઈન્ફોના સમાચાર અનુસાર, છેલ્લી ટેસ્ટમાં હનુમા વિહારી પોતાની ટેસ્ટ ડેબ્યુ કરી શકે છે અને તેને હાર્દિક પંડ્યાની જગ્યાએ ટીમમાં મોકો આપવામાં આવી શકે છે. વિહારીએ આજિંક્ય રહાણે અને વિરાટ કોહલી સાથે નેટમાં લાંબો સમય પ્રેક્ટિસ કરી છે. આ દરમ્યાન સંજય બાંગરે તેને ખાસ ધ્યાનથી જોતા જોવા મળ્યા. હવે દેખવાનું એ છે કે, આંધ્રપ્રદેશના કપ્તાન હનુમા વિહારી અંતિમ ટેસ્ટમાં ટીમ 11માં જગ્યા બનાવવામાં સફળ થાય છે કે નહી.

  રિપોર્ટ્સ એવા પણ છે કે, પૃથ્વી શો પણ આ મેચ સાથે ડેબ્યૂ કરી શકે છે. આમ તો દર વખતે ભારતીય ટીમ સિલેક્શનને લઈ ઉત્સાહ રહે છે, અને આ વખતે પણ એવું જ બન્યું છે. અશ્વિની પણ નેટમાં બોલિંગ કરતો જોવા ન મળ્યો. એવામાં ટીમમાં ફેરફાર તો થવાનું સંભવ દેખાઈ રહ્યું છે. લગભગ રવિન્દ્ર જાડેજા તેની જગ્યાએ ટીમમાં શામેલ થઈ શકે છે.  વિહારીને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવે છે તો, ટીમ ઈન્ડીયા માટે આનાથી સારી કોઈ વાત ન હોય, કારણ કે ભારતીય બેટિંગ આ પ્રવાસમાં વેરવિખેર થતી જોવા મળી છે. પરંતુ અત્યારથી કોઈ વાતની પુષ્ટી નથી કરી શકાતી, કારણ કે વિરાટ કોહલી હંમેશા પોતાના સિલેક્શનથી લોકોને ચોંકાવે છે.
  Published by:kiran mehta
  First published: