ગ્લોબલ ટી-20 કેનેડા લીગ કોરોનાને કારણે, યુવરાજ સિંહ-ક્રિસ ગેલ જેવા ખેલાડીઓ બન્યા હતા ભાગ

યુવરાજ સિંહ (Yuvraj sigh), લસિથ મલિંગા, ક્રિસ ગેલ, ડેવિડ વોર્નર, ફાફ ડૂપ્લેસી, પોલાર્ડ. સહિત અન્ય દિગ્ગજ ખેલાડીઓ ગ્લોબર ટી-20 કેનેડા લીગ (GT20 canada 2021)નો ભાગ બની ચૂક્યા છે.

યુવરાજ સિંહ (Yuvraj sigh), લસિથ મલિંગા, ક્રિસ ગેલ, ડેવિડ વોર્નર, ફાફ ડૂપ્લેસી, પોલાર્ડ. સહિત અન્ય દિગ્ગજ ખેલાડીઓ ગ્લોબર ટી-20 કેનેડા લીગ (GT20 canada 2021)નો ભાગ બની ચૂક્યા છે.

 • Share this:
  નવી દિલ્લી: કોરોના વાયરસને કારણે ગ્લોબલ ટી-20 કેનેડા લીગની (GT20 canada 2021) ત્રીજી સિઝનને રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગત વર્ષે જૂન મહિનામાં આ ટૂર્નામેન્ટનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો ત્યાર બાદ ટૂર્નામેન્ટને સ્થગિત કરવામાં આવી હતી. એપ્રિલ 2021માં જાહેરાત કરવામાં આવી હતું કે, મલેશિયામાં જૂન જુલાઈમાં આ ટૂર્નામેન્ટ આયોજીત થઈ શકે છે. પરંતુ કોરોનાને કારણે આયોજકોએ આ યોજના પણ સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે.

  ગ્લોબલ ટી-20 કેનેડાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ કરીને ટૂર્નામેન્ટ રદ્દ કરવાની પુષ્ટિ કરી હતી. કેનાડ ક્રિકેટના અધ્યક્ષ રશપાલ બાજવા ટૂર્નામેન્ટ રદ થવાને કારણે ખુબ નિરાશ છે. પરંતુ તેમણે આશા વ્યક્ત કરી છે કે ટૂર્નામેન્ટનું આયોજન 2022માં જરૂર થશે.

  ખેલાડીઓ રહ્યા છે ટૂર્નામેન્ટનો ભાગ
  બાજવાએ કહ્યું કે, જી-ટી-20 લીગને રદ્દ કરવાની જાહેરાત કરતા નિરાશા થઈ રહી છે. અમે કેનેડા અને બાકી દુનિયાના ક્રિકેટ પ્રેમીઓને એ ખાતરી આપીએ છે કે, 2022સુધીમાં મજબૂતી સાથે વાપસી કરીશું. યુવરાજસિંહ, લસિથ મલિંગા અને ક્રિસ ગેલ જેવા ખેલાડીઓ આ લીગનો ભાગ બની ચૂક્યા છે. આ દિગ્ગજ ખેલાડીઓને કારણે ગ્લોબલ ટી-20 કેનેડાની શરૂઆતની બે સિજન ખુબ જ લોકપ્રિય થઈ હતી.

  આ પણ વાંચો: હેપ્પી બર્થ ડે Sunil Gavaskar, ટેસ્ટ ક્રિકેટમાં લિટલ માસ્ટરના 8 અભૂતપૂર્વ રેકોર્ડ

  કેનેડાના ખેલાડીઓ સિવાય યુવરાજસિંહ, ક્રિસ ગેલ, મલિંગા, વોર્નર, ડૈરેન સૈમી, શાહિદ આફ્રિદી, ફાફ ડુપ્લેસી, પોલાર્ડ, સુનીલ નરેન, જોર્જ બેસી, રસેલ ,હિત અન્ય મોટા ખેલાડીઓ આ લીગનો ભાગ બન્યા છે. વૈંકૂવર નાઈટ્સએ 2018માં આ લીગની પ્રથમ સિઝન જીતી હતી. વિન્નિપેગ હોક્સે 2019માં જીતી હતી. હવે ક્રિકેટ પ્રેમીઓને ત્રીજી સિઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
  Published by:kuldipsinh barot
  First published: