ઘોનીના જન્મદિવસ પર ગૌતમ ગંભીરે શેર કરેલી તસવીર પર વિવાદ, થયો જોરદાર ટ્રોલ

તસવીર- ગૌતમ ગંભીર/સાક્ષી ઘોની ઈન્સ્ટાગ્રામ

આજે મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni Birthday) નો 40મો જન્મદિવસ છે, પરંતુ આ પ્રસંગે ગૌતમ ગંભીર (Gautam Gambhir)તેના ફેસબુક કવર ફોટોને કારણે ચાહકોના નિશાને આવી ગયો છે. જાણો શું છે મામલો.

 • Share this:
  નવી દિલ્હી: ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni Birthday)આજે તેનો 40 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેને વિશ્વભરમાંથી જન્મદિવસની શુભેચ્છાઓ મળી રહી છે. જોકે, તેના જન્મદિવસ પ્રસંગે પૂર્વ ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીર ખરાબ રીતે ટ્રોલ થઈ રહ્યો છે. ગૌતમ ગંભીર કેમ ટ્રોલ છે તેનું કારણ પણ ખૂબ રસપ્રદ છે. ધોનીના જન્મદિવસે ગંભીરે પોતાનો ફેસબુક કવર ફોટો બદલ્યો હતો, જેણે ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું. ગૌતમ ગંભીરે બુધવારે વર્લ્ડ કપ 2011ના ફાઇનલને લગતા ફોટો તેના ફેસબુક કવર ફોટો પર મૂક્યો હતો. ફોટામાં ગૌતમ ગંભીર બેટ બતાવી રહ્યો છે. ડાબા હાથનો આ બેટ્સમેને વર્લ્ડ કપ 2011ની ફાઇનલમાં 97 રનની ઇનિંગ્સ રમી હતી. આ ફોટો જોઈને ચાહકોને લાગ્યું કે, ગૌતમ ગંભીરએ જણાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે કે, ધોની સિવાય તેણે વર્લ્ડ કપ 2011 જીતવામાં પણ ફાળો આપ્યો છે. જોકે ધોનીના ચાહકોએ ગંભીરને ખરાબ રીતે ટ્રોલ કર્યો હતો.

  એક ચાહકે તો ગંભીરના ફોટાને શરમજનક પણ ગણાવ્યા હતા. એક ચાહકે લખ્યું કે 'ધોનીની સૌથી મોટી વિશેષતા એ છે કે, તે શાંત રહે છે અને નિવૃત્તિ પછી તે લોકો પર ધ્યાન આપતો નથી, જેઓ એક એજન્ડા હેઠળ તેની વિરુદ્ધ કામ કરી રહ્યા છે.'

  મહત્વનું છે કે, ધોની અને ગૌતમ ગંભીર વચ્ચે 36નો આંકડો માનવામાં આવે છે. ગંભીર ઘણી વાર કહી ચુક્યો છે કે, 2011નો વર્લ્ડ કપ ફક્ત ધોનીના કારણે જીત્યો ન હતા. ચાહકો અને મીડિયા ઘણીવાર ધોનીના અણનમ 91 અને તેના છગ્ગાઓ પર ઘણું ધ્યાન આપે છે, જ્યારે આ જ ટાઇટલ મેચમાં ગૌતમ ગંભીરે શ્રીલંકા સામે 97 રનની ઇનિંગ પણ રમી હતી. ગૌતમ ગંભીરએ એક મુલાકાતમાં કહ્યું હતું કે, ટી ​​-20 વર્લ્ડ કપ જીતવામાં યુવરાજ, ઝહીર સહિતની આખી ટીમનો હાથ હતો, માત્ર ધોની જ નહીં.

  ગૌતમ ગંભીરએ ઘણી વખત ધોનીની કેપ્ટનશીપ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. ગંભીરએ કહ્યું હતું કે, ધોનીને સારી ટીમ વારસામાં મળી છે, તેથી કેપ્ટનશિપ તેના માટે સરળ હતું. ગંભીરના મતે, ટીમ ઇન્ડિયાનો ઉભી કરવામાં સૌથી મહત્વનો ફાળો સૌરવ ગાંગુલીનો છે.
  Published by:kuldipsinh barot
  First published: