Home /News /sport /બેંગલુરુ T-20માં આ 4 કારણોને લીધે ટીમ ઈન્ડિયાની કારમી હાર થઈ

બેંગલુરુ T-20માં આ 4 કારણોને લીધે ટીમ ઈન્ડિયાની કારમી હાર થઈ

દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ટી20 મેચ 9 વિકેટે હારી જતાં ભારત સીરીઝ જીતી ન શક્યું

દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ટી20 મેચ 9 વિકેટે હારી જતાં ભારત સીરીઝ જીતી ન શક્યું

બેંગલુરુ : વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન અને હાર્દિક પંડ્યા...આ નામ હાલના સમયમાં ટી20 ક્રિકેટમાં મોટા નામ માનવામાં આવે છે, પરંતુ આ ખેલાડીઓ ટીમમાં હોવા છતાંય ભારતીય ટીમ (Team India) દક્ષિણ આફ્રિકા (South Africa) જેવી નબળી મનાતી ટીમ સામે ટી20 સીરીઝ જીતવામાં નિષ્ફળ રહી. બેંગલુરુ ટી20માં ટીમ ઈન્ડિયાને 9 વિકેટથી કારમી હાર મળી અને સીરીઝ 1-1થી બરાબરી પર પૂરી થઈ. આવો આપને જણાવીએ કે કયા કારણોને લીધે આટલી મજબૂત ટીમ પણ ટી20 સીરીઝ ન જીતી શકી.

વિરાટ કોહલીના ખોટા નિર્ણય

બેંગલુરુમાં ટીમ ઈન્ડિયાની હારનું સૌથી મોટું કારણ રહ્યું વિરાટ કોહલી (Virat Kohli)ના ખોટા નિર્ણય. કેપ્ટન વિરાટ કોહલીએ ચિન્નાસ્વામી સ્ટેડિયમની પીચ પર ટૉસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી. બેંગલુરુની પિચ બાદમાં બેટિંગ કરનારી ટીમ માટે મદદરૂપ થાય છે, ત્યાં ડ્યૂ પડે છે જેનો ફાયદો ચૅઝ કરનારી ટીમને મળે છે, તેમ છતાંય ભારતીય કેપ્ટને પહેલા બેટિંગ લેવાનો નિર્ણય લીધો.


બેટિંગમાં ફ્લૉપ શૉ

ભારતીય ટીમને રોહિત શર્મા (Rohit Sharma) અને શિખર ધવન ફરી એકવાર મજબૂત શરૂઆત અપાવવામાં નિષ્ફળ રહ્યા. બંને બેટ્સમેન અતિ આક્રમક જોવા મળ્યા. રોહિત શર્મા તો સેટ થતાં પહેલા જ આઉટ થયો. બીજી તરફ ધવન અને વિરાટ પણ મોટી ઇનિંગ ન રમી શક્યા. બીજા બેટ્સમેનો તો યોગ્ય રીતે બોલ સાથે કનેક્ટ જ ન કરી શક્યા. હાર્દિક પંડ્યા જેવા બેટ્સમેન પણ 18 બોલમાં માત્ર 14 રન જ કરી શક્યો. મિડલ ઓર્ડર પૂરી રીતે ફ્લૉપ રહ્યો. પંત 19 બોલમાં 19 રન કરી આઉટ થયો. ઐય્યર 5, કૃણાલ પંડ્યા 4 રન કરીને આઉટ થયા.


આ પણ વાંચો, ક્યારે થશે એમએસ ધોનીની ક્રિકેટના મેદાનમાં વાપસી, જાણો

ડાબોડી બોલરો સામે ભારતીય બેટ્સમેન નિષ્ફળ


ભારતીય ટીમ ડાબોડી બોલરોની વિરુદ્ધ ખૂબ જ ખરાબ રીતે ફ્લૉપ રહ્યા. દક્ષિણ આફ્રિકાના 3 ડાબોડી બોલરોએ ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોને સૅટ થઈને રન ન કરવા દીધા. સૌથી પહેલા ડાબોડી સ્પીનર ફોર્ટુઇને 3 ઓવરમાં માત્ર 19 રન આપી 2 વિકેટ લીધી. બ્યૂરોન હેન્ડ્રિક્સે 4 ઓવરમાં માત્ર 14 રન આપીને 2 વિકેટ ઝડપી અને તબરેઝ શમ્સીએ પોતાની 4 ઓવરમાં 23 રન આપીને 1 વિકેટ લીધી. આ ત્રણેય ડાબોડી બોલરોએ મળી 11 ઓવરમાં માત્ર 56 રન આપીને કુલ 5 વિકેટ ઝડપી.


ભારતની ખરાબ બોલિંગ

ખરાબ બેટિંગ બાદ ટીમ ઈન્ડિયાની ખૂબ જ સરેરાશ બોલિંગે મેચને દક્ષિણ આફ્રિકા તરફી કરી દીધી. ટીમ ઈન્ડિયાના બોલરો નવા બોલથી વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા. દીપક ચાહર અને વોશિંગટન સુંદરે સારી બોલિંગ કરી પરંતુ નવદીપ સૈની બિલકુલ ફ્લૉપ રહ્યો. તેણે 2 ઓવરમાં 25 રન આપ્યા. કૃણાલ પંડ્યાએ 3.5 ઓવરમાં 40 રન આપ્યા. હાર્દિક પંડ્યાએ 2 ઓવરમાં 23 રન આપ્યા.

આ પણ વાંચો, BCCIએ ભારતીય ક્રિકેટર્સને આપી દિવાળીની ભેટ! હવે મળશે ડબલ પૈસા
First published:

Tags: India- south Africa series, Sports news, ક્રિકેટ, વિરાટ કોહલી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો