શાહિદ આફ્રિદીએ કહ્યું- મોદી સરકાર છે ત્યાં સુધી ભારત-પાકિસ્તાન વચ્ચે સીરીઝ નહીં યોજાય

પાકિસ્તાની ક્રિકેટર આઈપીએલને મિસ કરી રહ્યા છેઃ શાહિદ આફ્રિદી

પાકિસ્તાની ક્રિકેટર આઈપીએલને મિસ કરી રહ્યા છેઃ શાહિદ આફ્રિદી

 • Share this:
  નવી દિલ્હીઃ પાકિસ્તાની ક્રિકેટરોને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રમવાની તક નથી મળતી. જેથી તેને લઈને પાકિસ્તાની ક્રિકેટરોની હતાશા સામે આવતી રહેતી હોય છે. આ કડીમાં પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદી (Shahid Afridi)ની પણ અકળામણ સામે આવી છે. તેણે કહ્યું છે કે જ્યાં સુધી ભારતમાં નરેન્દ્ર મોદીની સરકાર (Modi Government) રહેશે ત્યાં સુધી ભારત અને પાકિસ્તાનની વચ્ચે બાઇલેટ્રલ સીરીઝ નહીં યોજાઈ શકે. આ ઉપરાંત તેણે એમ પણ કહ્યું કે પાકિસ્તાની ક્રિકેટર આઈપીએલને મિસ કરી રહ્યા છે. આફ્રિદીના જણાવ્યા મુજબ પાકિસ્તાની યુવા ક્રિકેટરોને આ લીગમાં રમવાથી ઘણો ફાયદો થાત.

  આફ્રિદીએ બીજું શું કહ્યું?

  અરબ ન્યૂઝ સાથે વાતચીત કરતાં શાહિદ આફ્રિદીએ કહ્યું કે, પાકિસ્તાનની સરકાર હંમેશા ભારત સાથે ક્રિકેટ રમાડવા માટે તૈયાર છે. પરંતુ ભારતમાં હાલની સરકાર છે ત્યાં સુધી બંને દેશો વચ્ચે ક્રિકેટની કોઈ આશા નથી. જ્યાં સુધી મોદી સત્તામાં રહેશે ભારત અને પાકિસ્તાનની વચ્ચે કોઈ બાઇલેટ્રલ સીરીઝ નહીં યોજાઈ શકે. શાહિદ આફ્રિદીએ વધુમાં કહ્યું કે પાકિસ્તાની ખેલાડીઓ દુનિયાની સૌથી મોંઘી ક્રિકેટ લીગ આઇપીએલમાં ન રમવાના કારણે ઘણું નુકસાન ભોગવી રહ્યા છે.

  આ પણ વાંચો, IPL 2020: સુરેશ રૈનાએ ચેન્નઈ સુપરકિંગ્સને ટ્વિટર પર અનફોલો કર્યું, સોશિયલ મીડિયા પર થયો હોબાળો

  13 વર્ષથી નથી રમાઈ ટેસ્ટ સીરીઝ

  ભારત અને પાકિસ્તાનની વચ્ચે ગત 13 વર્ષથી કોઈ ટેસ્ટ સીરીઝ નથી રમાઈ. છેલ્લી વાર બંને દેશોની વચ્ચે વર્ષ 2007માં સીરીઝ રમાઈ હતી. ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝને ભારતે 1-0થી જીતી હતી. આ ઉપરાંત બંને ટીમોની વચ્ચે સાત વર્ષથી કોઈ વનડે બાઇલેટ્રલ સીરીઝ નથી રમાઈ. વર્ષ 2013માં પાકિસ્તાને ભારતનો પ્રવાસ કર્યો હતો. પાકિસ્તાને તે સીરીઝમાં 2-1થી જીત નોંધાવી હતી.

  આ પણ વાંચો, IPL 2020: કોલકાતાએ સનઇરાઇઝર્સ હૈદરાબાદને આટલી સરળતાથી કેવી રીતે હરાવ્યું? જાણો 5 કારણો

  PCBના ચેરમેને શું કહ્યું?

  નોંધનીય છે કે, PCBના ચેરમેન એહસાન મનીએ થોડા દિવસ પહેલા કહ્યું હતું કે બંને દેશોની વચ્ચે સીરીઝ કરાવવાને લઈ ગત થોડા વર્ષોમાં બીસીસીઆઇની સાથે અનેકવાર ચર્ચા થઈ ચૂકી છે, તે ટી-20 હોય કે પછી બાઇલેટ્રલ સીરીઝ પરંતુ કોઈ પણ મુદ્દે અત્યાર સુધી કોઈ વાત આગળ વધી નથી શકી.
  Published by:Mrunal Bhojak
  First published: