Home /News /sport /WC 2019ની સેમીફાઇનલ હતી ધોનીના કરિયરની છેલ્લી મેચ, ટીમના આ 2 વ્યક્તિઓ જ જાણતા હતા સિક્રેટ

WC 2019ની સેમીફાઇનલ હતી ધોનીના કરિયરની છેલ્લી મેચ, ટીમના આ 2 વ્યક્તિઓ જ જાણતા હતા સિક્રેટ

ધોનીના કરિયરની છેલ્લી મેચ

R Sridhar big revelation on MS Dhoni Retirement: મહેન્દ્ર સિંહ ધોનીએ ઇંગ્લેન્ડમાં 2019 ODI વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ સામે સેમિફાઇનલ રમ્યા પહેલા જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનું મન બનાવી લીધું હતું. કોચ આર શ્રીધરે ખુલાસો કર્યો છે કે, તેમને ધોની અને ઋષભ પંતના શબ્દોથી આ રહસ્ય વિશે કેવી રીતે પહેલાથી જ ખબર પડી હતી.

વધુ જુઓ ...
  ભારતના પૂર્વ ફિલ્ડિંગ કોચ આર શ્રીધરે (R Shridhar) ખુલાસો કર્યો છે કે, મહેન્દ્રસિંહ ધોનીએ આઇસીસી વન-ડે વર્લ્ડકપ 2019 (MS Dhoni in ICC WC2019) દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ (Dhoni Announced Retirement from Cricket) લેવાનું મન બનાવી લીધું હતું. શ્રીધરે ભારત અને ન્યૂઝીલેન્ડની વર્લ્ડ કપ સેમિફાઈનલના રિઝર્વ ડે દરમિયાન ધોની અને ઋષભ પંત (Rishabh Pant) વચ્ચે થયેલી વાતચીતનો ખુલાસો કર્યો છે. આ વાતચીતમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે, ધોની આ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International Cricket) રમવાનો નથી. આવી સ્થિતિમાં ઋષભ પંત અને કોચ શ્રીધર ટીમમાં એવા બે લોકો હતા, જેમને ખબર હતી કે ધોની હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફરી જોવા નહીં મળે.

  શ્રીધર 2014થી 2021 સુધી ભારતના ફિલ્ડિંગ કોચ રહી ચૂક્યા છે. તેમણે જણાવ્યું, "હવે હું કહી શકું છું કે બીસીસીઆઈને આપેલા ઇન્ટરવ્યુ દરમિયાન, હું જાણતો હતો કે મહેન્દ્રસિંહ ધોની તેની છેલ્લી મેચ દેશ માટે રમ્યો હતો. તેણે તેની જાહેરાત કરી ન હતી, પરંતુ હું તમને જણાવી દઉં કે હું આ વાત પહેલાથી જાણતો હતો. વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઇનલ મેચના રિઝર્વ ડેની સવારે માન્ચેસ્ટરના બ્રેકફાસ્ટ હોલમાં તે પહેલો વ્યક્તિ હતો. જ્યારે ધોની અને ઋષભ ત્યાં આવ્યા ત્યારે હું મારી કોફી પી રહ્યો હતો. એણે નાસ્તો કર્યો અને મારી સાથે ટેબલ પર બેસી ગયા."

  આ પણ વાંચો: ક્રિકેટર સ્મૃતિ મંધાનાનો અતૂટ પ્રેમ, કહ્યું- "આ માટે હું સવારે 2 વાગ્યે પણ ઉઠૂ શકું છું."

  ઋષભે કહ્યં કે, "ન્યુઝીલેન્ડ પાસે બેટિંગ કરવા માટે માત્ર થોડી જ ઓવર હતી અને તે પછી અમારે અમારી ઇનિંગ્સ શરૂ કરવાની હતી, તેથી મેચ વહેલી સમાપ્ત થવાની હતી. ઋષભે ધોનીને હિંદીમાં કહ્યું- ભાઇ, કેટલાક લોકો આજે પ્રાઇવેટ રીતે લંડન જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. શું તમને રસ છે?” તેના પર ધોનીએ કહ્યું કે, "ના, ઋષભે, હું ટીમ સાથેની મારી છેલ્લી બસ ડ્રાઈવ મિસ કરવા નથી માંગતો.”

  વર્લ્ડ કપ 2019ની મેચની સેમિ ફાઇનલમાં મહેન્દ્રસિંહ ધોની કમનસીબે ન્યૂઝીલેન્ડ સામે રનઆઉટ થયો હતો. માન્ચેસ્ટરમાં રમાયેલી આ રોમાંચક મેચમાં ભારતે 240 રનનો પીછો કરવો પડ્યો હતો પરંતુ ટીમ 6 વિકેટના નુકસાન પર 92 રન જ બનાવી શકી હતી. ત્યારબાદ રવિન્દ્ર જાડેજા અને મહેન્દ્રસિંહ ધોનીની આઠમી વિકેટ માટે 117 રનની ભાગીદારીએ ટીમને સંભાળી લીધી હતી.

  આ પણ વાંચો: સચિનના રેકોર્ડથી ઘણો દૂર છે વિરાટ, પૂર્વ દિગ્ગજ માસ્ટર બ્લાસ્ટરની ક્ષમતા જણાવીને બતાવ્યો અરીસો

  મહેન્દ્ર સિંહ ધોની રન આઉટ થતા જ ભારતની જીતની તમામ આશાઓ પણ ખતમ થઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. ધોનીએ ભારત માટે 90 ટેસ્ટ, 350 વન ડે અને 98 ટી-20 મેચ રમી છે.
  Published by:Samrat Bauddh
  First published:

  Tags: Cricket News in Guajarati, MS Dhoni Retirement

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन