શાહરૂખ ખાનનું કૂદી જોરથી ગળે મળવું, IPLની એ પળને આજ સુધી નથી ભૂલી શક્યો શોએબ અખ્તર

News18 Gujarati
Updated: April 22, 2020, 9:27 PM IST
શાહરૂખ ખાનનું કૂદી જોરથી ગળે મળવું, IPLની એ પળને આજ સુધી નથી ભૂલી શક્યો શોએબ અખ્તર
શાહરૂખ ખાન અને શોએબ અખ્તર

શોએબ અખ્તરે વિરાટ કોહલીને સ્ટીવ સ્મિથ કરતા શાનદાર બેટ્સમેન ગણાવ્યો

  • Share this:
નવી દિલ્હી : પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ઈન્ડિયન પ્રીમિયર લીગ સાથે જોડાયેલી કેટલીક યાદોનો ખુલાસો કર્યો છે. અખ્તરે કહ્યું કે, તેની પસંદગીની આઈપીએલ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ છે, જેના માટે તે રમી પણ ચુક્યો છે. તેણે હેલો સાથે લાઈવ વાતચીતમાં આઈપીએલના કેટલાક અનુભવની વાતો કરી હતી. પૂર્વ ફાસ્ટ બોલર અખ્તરે આઈપીએલ સાથે જોડાયેલી પોતાની એક શાનદાર વાત યાદ કરી જણાવ્યું કે, જ્યારે બોલિવુડ સુપર સ્ટાર શાહરૂખ ખાન તેમની પર કૂદી પડ્યો હતો અને તેને ગળે લગાવી દીધો હતો, તે પળ આજે પણ આઈપીએલની સોનેરી યાદોની એક પળ છે.

11 રન આપી 4 વિકેટ લીધી હતી

ઉલ્લેખનીય છે કે, 2008માં શોએબ અખ્તર શાહરૂખ ખાનની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમતો હતો. તેણે એક મેચમાં પોતાના એકલાના દમ પર ટીમને જીત અપાવી હતી. દિલ્હી ડેરડેવિલ્સ વિરુદ્ધ પોતાની પહેલી મેચ રમતા રમયે અખ્તરે શાનદાર પ્રદર્શન કર્યું હતું. કેકેઆરે પહેલી બેટિંગ કરતા 133 રન બનાવ્યા હતા. સરળ સ્કોરનો પીછો કરતા દિલ્હી સારા ફોર્મમાં હતી. પરંતુ અખ્તરની ઘાતક બોલિંગએ દિલ્હીને 110 રન પર ઢેર કરી દીધી. શોએબ અખ્તરે તે મેચમાં 3 ઓવરમાં 11 રન આપી ચાર મહત્વની વિકેટ લીધી હતી. આ શાનદાર પ્રદર્શન બદલ તેને પ્લેયરઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો.

કોહલીને આઉટ કરવા માંગતો હતો અખ્તર

શોએબ અખ્તરે આ વાતચીતમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટ સંબંધ અને પોતાના પસંદગીના ક્રિકેટર વિશે પણ જણાવ્યું. શોએબ અખ્તરે વિરાટ કોહલીને સ્ટીવ સ્મિથ કરતા શાનદાર બેટ્સમેન ગણાવ્યો. તેણે એ પણ કહ્યું કે, તેની ઈચ્છા વિરાટ કોહલી સામે બોલિંગ કરવાની હતી. તે ભારતીય કપ્તાનને આઉટ સ્વિંગ બોલિંગ પર હેરાન કરશે અને તેને આઉટ કરશે અને છતા જો કોહલી આઉટ ન થાય તો, તે 150 કિમી. પ્રતિ કલાકની સ્પીડે બોલ ફેંકશે.

ઘરમાં જ રહે લોકોઆ સમયે પૂરી દુનિયામાં કોરોના વાયરસના કારણે હાહાકાર મચ્યો છે. લોકો પોતાના ઘરમાં કેદ છે. શોએબ અખ્તરે અપીલ કરતા કહ્યું કે, તમામ લોકો પોતાના ઘરમાં જ રહે અને સુરક્ષિત રહે. આ મહામારીના કારણે દુનિયાભરમાં લાખો લોકોનો જીવ ગયો છે. જ્યારે 23 લાખથી વધારે લોકો સંક્રમિત છે. ભારતમાં પણ 20 હજારની નજીક કેસ પહોંચી ગયા છે.
First published: April 22, 2020, 9:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading