વિરાટ કોહલીની એ 5 'જીદ' જેના કારણે ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયા શરમમાં મૂકાઈ

વિરાટ કોહલીની એ 5 'જીદ' જેના કારણે ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયા શરમમાં મૂકાઈ
હાલ કોરોના વાયરસના કારણે ખેલાડીઓ પણ પોતાના ઘરે રહેવા પર મજબૂર છે. પણ હાલ તમામ ખેલાડીઓ સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે. ત્યારે ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રી (Sunil Chhetri) અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat kohli) ઇન્સ્ટાગ્રામ પર લાઇવ કરી રહ્યા હતા. બે અલગ અલગ રમતોના કેપ્ટનને એક સાથે લાઇવ જોવા મળતા જ તેમના ફેન્સ ખુશ થઇ ગયા હતા.

વિરાટ કોહલી કેપ્ટન તરીકે નિષ્ફળ રહ્યો ઉપરાંત બેટ્સમેન તરીકે પણ કંઈ ખાસ ઉકાળી શક્યો નહીં

 • Share this:
  ક્રાઇસ્ટચર્ચ : બાંગ્લાદેશની વિરુદ્ધ બે, વેસ્ટ ઈન્ડિઝની વિરુદ્ધ બે અને દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝ જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની જોરદાર શરૂઆત કરનારી ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ની ન્યૂઝીલેન્ડ (New Zealand)માં પોલ ખુલી ગઈ. દુનિયાની નંબર વન ટેસ્ટ ટીમ ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ બે મેચોની ટેસ્ટ સીરીઝની ચાર ઇનિંગમાં માત્ર એક વાર 200 રનનો આંકડો સ્પર્શી શકી. વેલિંગટન (Wellington)માં રમાયેલી પહેલી ટેસ્ટ ત્રણ દિવસમાં હાર્યા બાદ વિરાટ કોહલી (Virat Kohli)ની ટીમ ઈન્ડિયા ક્રાઇસ્ટચર્ચ (Christchurch) ટેસ્ટમાં તો માત્ર અઢી દિવસમાં જ ઘૂંટણીએ આવી ગઈ. આમ તો આ શરમજનક પ્રદર્શન પાછળ અનેક કારણો છે, પરંતુ સૌથી મોટું કારણ છે ટીમ ઈન્ડિયા (Team India)ના કેપ્ટન વિરાટ કોહલીની જીદ, જેના કારણે ટીમ ઈન્ડિયાને ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ વનડે અને ટેસ્ટ સિરીઝમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો.

  1. સાહાના સ્થાને પંત : વિરાટ કોહલીનો સૌથી વધુ ચોંકાવનારો નિર્ણય ઋદ્ધિમાન સાહાના સ્થાને ઋષભ પંત ને તક આપવી માનવામાં આવે છે. તે પણ અટપટા તર્કની સાથે. તર્ક એવો કે હાલના સમયમાં દુનિયાના સર્વશ્રેષ્ઠ વિકેટકિપરોમાં સામેલ સાહાની વિકેટકીપિંગ ભારતમાં તો સારી છે, પરંતુ વિદેશી જમીન પર પંતની બેટિંગને મહત્વ આપી શકાય છે. જ્યારે આ વાતમાં કોઈ શંકા નથી કે સાહા ચોક્કસપણે પંતથી સારો વિકેટકીપર છે. હવે સવાલ એ છે કે પંત ટેકનીકલ રીતે સાહાથી સારો બેટ્સમેન છે? તેનો જવાબ પણ ના જ છે. તો પછી કેમ વિકેટકીપરને રાખવાના મામલે વિકેટકીપિંગને મહત્વ ન આપીને બેટ્સમેનને મહત્વ આપવામાં આવ્યું. જો પંતને રમાડવો જ હતો તો વિરાટની પાસે ટી20 સીરીઝમાં જીત મેળવ્યા બાદ અને વનડે સીરીઝમાં પછડાટ ખાધા બાદ સાહાને રમાડવાની તક હતી, પરંતુ એવું ન કર્યું.  2. પ્લેઇંગ ઇલેવનમાં કન્ફ્યૂજન : એ વાતમાં કોઈ શંકા નથી કે વિરાટ કોહલી દુનિયાના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં સામેલ છે, પરંતુ શું તે ચતુર કેપ્ટન છે, તેને લઈને વાત ન કહી શકાય. તે એટલા માટે કારણ કે પ્લેઇંગ ઇલેવન માં તેને કયો ખેલાડી જોઈએ, કદાચ તેને એ વાતની ખબર પડતી નથી. આ જ કારણ છે કે ક્યારેક તેણે ટેકનીકલ રીતે સશક્ત શુભમન ગીલ (Shubhman Gill)ના સ્થાને પૃથ્વી શૉ (Prithvi Shaw)ના રૂપમાં આક્રમક ઓપનર જોઈએ તો ક્યારેક તેને રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) પાસેથી બેટ્સમેન તરીકે વધુ અપેક્ષાઓ હોય છે. આ જ કારણ રહ્યું કે વેલિંગટનની ગ્રીન ટૉપ પિચ પર ત્રણ વિકેટ લેનારા અશ્વિનને માત્ર એટલા માટે બીજી ટેસ્ટથી બહાર કરી દેવામાં આવ્યો કારણ કે તેણે બેટિંગમાં રન નહોતા કર્યા. હવે વિરાટને કોણ સમજાવે કે જો બોલર જ સદી ફટકારવા લાગ્યા તો બેટ્સમેનોને ટીમમાં શું કામ રહી જશે.

  3. પૂજારાનો આત્મવિશ્વાસ તોડ્યો : એક કેપ્ટને હંમેશા પોતાના ખેલાડીઓની સાથે ઊભા રહેવું જોઈએ. પરંતુ વિરાટ કોહલી આ મામલામાં અપેક્ષાઓ પણ ઉણા ઉતર્યા. વેલિંગટન ટેસ્ટમાં જ્યારે ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) ન્યૂઝીલેન્ડની ઘાતક ફાસ્ટ બોલિંગ આક્રમણની સામે અડગ ઊભો રહ્યો તો વિરાટ કોહલીને એ વાત પસંદ ન આવી કે પૂજારા ઝડપથી કેમ નથી રમતો. તેણે સાર્વજનિક રીતે પૂજારાની ધીમી બેટિંગ પર નિશાન સાધ્યું. એવામાં સવાલ ઉઠે છે કે આપને ટેસ્ટ ક્રિકેટમાં કેવા બેટ્સમેન જોઈએ, એવા જે આપના માટે વિકેટ પડવાના ક્રમને રોકે કે એવા જે બે-ત્રણ ફોર મારીને આઉટ થઈ જાય. વિરાટને કદાચ એ વાત સમજવામાં મુશ્કેલી થઈ કે પૂજારા ટીમમાં પોતાની આ બેટિંગ શૈલીના કારણે છે, જેની પર ભારતીય કેપ્ટને સવાલ ઊભા કર્યા છે. અને પછી વિરાટની આક્રમકતા પણ શું કામની જે ટીમની કોઈ કામ ન આવી શકે.

  4. ઈશાંતની કારકિર્દી સાથે ચેડાં : ફાસ્ટ બોલર ઈશાંત શર્મા (Ishant Sharma)ને રણજી ટ્રોફી મેચ દરમિયાન ઈજા થઈ હતી. તેણે 6 સપ્તાહ આરામ આપવાની સલાહ હતી, પરંતુ તેને ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ ટેસ્ટ સીરીઝનો હિસ્સો બનાવવામાં આવ્યો. અનફિટ ખેલાડીઓની સાથે મેદાન પર ઉતરીને વિરાટ કોહલી કોનું ભલું કરવા જઈ રહ્યો હતો. ભારતીય ટીમ અને ઈશાંત શર્માની તો નહીં જ.

  5. કારણ વગરની આક્રમકતા : વિરાટ કોહલી ની ગણતરી દુનિયાના સૌથી આક્રમક ખેલાડીઓમાં થાય છે. તે દરેક સમયે મેદાન પર જરૂર કરતાં વધુ ઉત્સાહમાં જોવા મળે છે. પરંતુ જ્યારે ટીમને તેની આક્રમકતાના બદલે ધૈર્યની જરૂર હતી તો તે અપેક્ષાઓ પૂરી ન કરી શક્યો. જ્યારે તેને ક્રીઝ પર ટીકને શાંત મનથી રમવાની જરૂર હતી ત્યારે તે જરૂરિયાતથી વધુ આક્રમક દેખાવાનો પ્રયાસ કરવા લાગ્યો અને તેના કારણે નુકસાન ભારતીય ટીમને ભોગવવું પડ્યું.

  આ પણ વાંચો,

  IND Vs NZ: ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ સિરીઝમાં પણ વ્હાઇટ વૉશ, બીજી ટેસ્ટમાં કારમી હાર
  રવિન્દ્ર જાડેજા બન્યો 'સુપરમેન', હવામાં પકડ્યો અદ્ભૂત કેચ
  Published by:News18 Gujarati
  First published:March 02, 2020, 10:16 am

  ટૉપ ન્યૂઝ