Home /News /sport /

IND vs END 4th T20I: ટીમ ઈન્ડિયાની જીતના 5 મોટા કારણ, બે બોલમાં પલટાઈ ગયું મેચનું પાસું

IND vs END 4th T20I: ટીમ ઈન્ડિયાની જીતના 5 મોટા કારણ, બે બોલમાં પલટાઈ ગયું મેચનું પાસું

વિરાટ કોહલીને ઈજા થતાં રોહિત શર્માએ કેપ્ટન્સી સંભાળી, હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર સાથેની રણનીતિએ જીતાડી મેચ

વિરાટ કોહલીને ઈજા થતાં રોહિત શર્માએ કેપ્ટન્સી સંભાળી, હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર સાથેની રણનીતિએ જીતાડી મેચ

  અમદાવાદ. ભારતે (Team India) ઈંગ્લેન્ડ (England)ની વિરુદ્ધ અમદાવાદ (Ahmedabad)ના નરેન્ર્ચ મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં રમાયેલી ચોથી ટી20 મેચને 8 રનથી જીતીને સીરીઝ 2-2થી બરાબર (India vs England T20I Series) કરી દીધી. હવે સીરીઝની છેલ્લી મેચ શનિવારે યોજાશે જેમાં નક્કી થશે કે કપ કોણ લઈ જાય છે. ભારતે ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 185 રન કર્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ નિર્ધારિત ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 177 રન જ કરી શકી. ભારતની જીતમાં અનેક ખેલાડીઓનું અગત્યનું યોગદાન રહ્યું. આ પાંચ કારણોથી ભારત સીરીઝમાં બરાબરી કરી શક્યું.

  પહેલું કારણ- સૂર્યકુમાર યાદવ અને શ્રેયસ અય્યરની ઇનિંગઃ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પહેલીવાર બેટિંગ કરવા ઉતરેલા સૂર્યકુમારે સારી ઇનિંગ રમી. તેણે 31 બોલ પર 57 રન ફટકાર્યા અને ઈન્ટરનેશનલ ક્રિકેટની પહેલી ઇનિંગમાં ફિફ્ટી કરનારો પાંચમો ભારતીય બેટ્સમેન બન્યો. તેની 57 રનની ઇનિંગના કારણે ભારત 185 રન સુધી પહોંચી શક્યું. છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવેલા શ્રેયસ અય્યરે પણ છેલ્લી કેટલીક ઓવરોમાં સારી બેટિંગ કરી. તેણે 18 બોલનો સામનો કરી 205ની સ્ટ્રાઇક રેટથી 37 રન ફટકાર્યા.

  બીજું કારણ- હાર્દિક પંડ્યાની કિફાયતી બોલિંગઃ ભારત તરફથી હાર્દિક પંડ્યાએ સૌથી કિફાયતી બોલિંગ કરી જે ટીમની જીતનું મોટું કારણ રહી. પંડ્યાએ પોતાની 4 ઓવરમાં 4 ની ઇકોનોમી રેટથી માત્ર 16 રન આપ્યા. તેણે જેસન રોય અને સેમ કરણની વિકેટ પણ લીધી.

  આ પણ વાંચો, 1 એપ્રિલથી PF અને Tax સાથે જોડાયેલા આ 5 નિયમોમાં થશે ફેરફાર, તમે પણ જાણી લો નહીં તો ડબલ TDS આપવું પડશે

  ત્રીજું કારણ- રાહુ ચાહરનું બેયરેસ્ટોને આઉટ કરવું- જોની બેયરેસ્ટો અને બેન સ્ટોક્સ ચોથી વિકેટ માટે 65 રન જોડીને ઈંગ્લેન્ડને મજબૂત સ્થિતિમાં લાવી રહ્યા હતા. ખતરનાક થઈ રહેલી આ જોડીને ભારતના લેગ સ્પિનર રાહુલ ચાહરે બેયરેસ્ટોની વિકેટ લઈને તોડી. બેયરેસ્ટો 25 રન કરીને આઉટ થયો. ચાહરે ડેવિડ મલાન ( 14 રન)ને પણ આઉટ કર્યો.

  આ પણ વાંચો, SBIની ખાસ સુવિધા: હવે એક પણ ડોક્યૂમેન્ટ વગર ઘરે બેઠા ખોલાવી શકશો બેંક ખાતું, જાણો શું છે પ્રોસેસ

  ચોથું કારણ- શાર્દુલે ઉપરાઉપરી બે વિકેટ લીધીઃ શાર્દુલ ઠાકુરે સતત બે બોલ પર બેન સ્ટોક્સ (46 રન) અને ઈંગ્લેન્ડના કેપ્ટન ઓયન મોર્ગન (4 રન)ની વિકેટ લઈને મેચની બાજી પલટી દીધી. ભારત માટે આ ટર્નિંગ પોઇન્ટ સાબિત થયું. આ બે આંચકાથી ઈંગ્લેન્ડની ટીમ બહાર ન આવી શકી અને ભારતે મેચ 8 વિકેટથી જીતી લીધી. શાર્દુલ ભારત તરફથી સૌથી વધુ ત્રણ વિકેટ લેનારો બોલર રહ્યો.

  પાંચમું કારણ- રોહિતની કેપ્ટન્સીઃ ઈંગ્લેન્ડને જીતવા માટે 24 બોલમાં 46 રન કરવાના હતા તે સમયે ઈજાના કારણે કોહલી પેવેલિયન પરત જતો રહ્યો. તેની ગેરહાજરીમાં વાઇસ કેપ્ટન રોહિત શર્માએ ટીમની કમાન સંભાળી અને અહીંથી મેચનું પાસું ભારતની તરફ વળી ગયું. રોહિતે ઇનિંગની 17મી ઓવર શાર્દુલને આપી. રોહિતની સલાહ મુજબ શાર્દુલે સ્ટોક્સને આઉટ કર્યો. બીજા જ બોલે શાર્દુલે મોર્ગનને આઉટ કરી દીધો. રોહિતને 18મી ઓવર હાર્દિકને આપી. ઓવરના છેલ્લા બોલ પર સેમ કરણને બોલ્ડ કરીને હાર્દિકે કેપ્ટન રોહિતના નિર્ણયને સાચો સાબિત કર્યો.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: England, Eoin Morgan, India vs england, Narendra Modi Stadium, Team india, અમદાવાદ, ક્રિકેટ, વિરાટ કોહલી, સ્પોર્ટસ

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन