DDCAની મીટિંગમાં મારામારી, સૌરવ ગાંગુલી કરી શકે છે મોટી કાર્યવાહી

DDCAની મીટિંગમાં મારામારી, સૌરવ ગાંગુલી કરી શકે છે મોટી કાર્યવાહી
વીડિયોની તસવીર

રવિવારે દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક ક્રિકેટ એસોસિએશનની એજીએમ થઈ હતી. જેમાં અધિકારીઓ એકબીજા સાથે મારામારી ઉપર ઉતર્યા હતા. પદાધિકારીઓની વચ્ચે લાતો અને ફેંટોનો વરસાદ અને ગાળાગાળી પણ થઈ હતી.

  • Share this:
    નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ (Indian cricket) જગતનો શરમજનક એક વીડિયો (video) રવિવારે સોશિયલ મીડિયા (Social media) ઉપર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં રાજ્ય ક્રિકેટ સંઘ સહિત ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ઉપર પણ પ્રશ્નો ઊભા કર્યા છે. રવિવારે દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક ક્રિકેટ એસોસિએશનની એજીએમ થઈ હતી. જેમાં અધિકારીઓ એકબીજા સાથે મારામારી ઉપર ઉતર્યા હતા. પદાધિકારીઓની વચ્ચે લાતો અને ફેંટોનો વરસાદ અને ગાળાગાળી પણ થઈ હતી. આ મીટિંગનો આ વીડિયો (video) સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો.

    બીસીસીઆઈ અધ્યક્ષ પાસે કાર્યવાહી કરવાની માંગણી


    લોકો બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)પાસે મીટિંગમાં માહોલ બગાડનાર પદાધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, ક્રિકેટ અને તેની કાર્યપ્રણાલીની છાપ અંગે ગંભીર રહેનારા સૌરવ ગાંગુલી આ મામલે કડક કાર્યવાહી કરવાના શકે છે.

    મીડિયા રિપોર્ટ પ્રમાણે સંયુક્ત સચિવ રાજન મનચંદા સાથે એપેક્સ કાઉન્સિલના સભ્યોએ ધક્કામુક્કી કરી હતી. મીટિંગમાં કેટલાક એજન્ડાને લાગુ કર્યા હતા. અસહમતી હોવા છતાં આ એજન્ડાને લાગુ કરી દીધા હતા જેના કારણે માહોલ બગડ્યો હતો.

    રજત શર્માએ છોડી દીધું હતું પદ
    ગત મહિને રજત શર્મા (Rajat Sharma)એ ડીડીસીએના અધ્યક્ષ પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ આ પદ ખાલી છે. ઉલ્લેખનીય છે કે, રજત શર્માએ એ કહીને પદ છોડ્યું હતું કે, તે કોઈ કિંમત ઉપર પોતાની ઈમાનદારી સાથે સમજૂતી નહીં કરે. આ કારણે ડીડીસીએ ઉપર પ્રશ્નો ઊભા થયા હતા. ગત જુલાઈ મહિનામાં રજત શર્માએ પૂર્વ ક્રિકેટર મદન લાલને 517 વોટોથી હરાવીને આ પદ ઉપર કબજો જમાવ્યો હતો.
    Published by:News18 Gujarati
    First published:December 29, 2019, 19:29 pm

    ટૉપ ન્યૂઝ