IPL 2021: KL Rahulને આઉટ કર્યા બાદ Krunal Pandyaએ કર્યું કંઈક એવું, ક્રિકેટપ્રેમીઓ કરી રહ્યા છે સલામ, જુઓ VIDEO

કેએલ રાહુલે મુંબઈના કેપ્ટન રોહિત શર્માને થમ્સ અપ કરીને તેમની ટીમને બિરદાવી હતી.

PBKS Vs MI: અઉટ થઈ શકતો હતો કેઅલ રાહુલ, કૃણાલ પંડ્યાએ અપીલ પાછી ખેંચી, હવે દુનિયા કરી રહી છે વખાણ

  • Share this:
    IPL 2021: અબુ ધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડીયન્સની (PBKS Vs MI) વચ્ચે આઇપીએલ 2021ની 42 મેચ રમાઈ હતી. આ મેચમાં મુંબઈના (Munbai Indians) કેપ્ટન રોહિત શર્માએ (Rohit Sharma) ટોસ જીતીને પહેલા કેએલ રાહુલની (KL Rahul) ટીમને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું. પંજાબની ઇનિંગ દરમિયાન મુંબઈના બોલર કૃણાલ પંડ્યાએ (Krunal Pandya) શાનદાર સ્પોર્ટ્સમેન સ્પિરીટ (Sportsman Spirit) દર્શાવી. આ ઘટના છઠ્ઠી ઓવરમાં બની હતી. કૃણાલ પંડ્યાએ આ ઓવરના પહેલા બોલ પર મંદીપ સિંહને (Mandip Singh) આઉટ કર્યો અને ફરી ઓવરના છેલ્લા બોલ પર કેએલ રાહુલને રન આઉટ કરી દીધો, જે નોન સ્ટ્રાઇક એન્ડ પર ઊભો હતો. અમ્પાયરે આ નિર્ણય થર્ડ અમ્પાયર (Third Umpire) પર છોડી દીધો.

    થર્ડ અમ્પાયર કોઈ નિર્ણય લે એ પહેલા જ કૃણાલે પોતાની અપીલ પરત લઈ લીધી અને રાહુલને નોટઆઉટ રહેવા દીધો. કૃણાલના આ પ્રયાસના બાદમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વખાણ થયા. પંજાબ અને મુંબઈ બંને ટીમોએ પણ કૃણાલની આ રમત ભાવનાના ખૂબ વખાણ કર્યા.

    પંજાબ કિંગ્સે કૃણાલ પંડ્યા માટે ખાસ ટ્વીટ પણ કર્યું. તેમાં લખવામાં આવ્યું કે, અપીલ પરત લેવા માટે કૃણાલના વખાણમાં આ ટ્વીટ. બીજી તરફ, મુંબઈ ઈન્ડિયન્સે પણ પોતાના ઓલરાઉન્ડર માટે ટ્વીટ કર્યું છે.



    આ પણ વાંચો, IPL 2021: અશ્વિન અને સાઉદી વચ્ચે મેદાનમાં થઈ બબાલ, મોર્ગન-કાર્તિકે ધક્કો મારી શાંત કર્યા

    આ મેચમાં પંજાબે એડન માર્કરમની 42 રનની ઇનિંગના કારણે 20 ઓવરમાં 6 વિકેટ પર 135 રનનો ટાર્ગેટ મુંબઈને આપ્યો હતો. માર્કરમે 29 બોલ પર 42 રનની ઇનિંગ રમી જેમાં તેણે 6 ફોર ફટકારી. આ ઉપરાંત દીપક હુડ્ડાએ 26 બોલમાં એક ફોર અને એક સિક્સરની મદદથી 28 રનનું યોગદાન આપ્યું. કેપ્ટન કેએલ રાહુલે 22 બોલમાં 2 ફોરના સહારે 21 રન કર્યા.



    આ પણ વાંચો, ચેન્નાઈનો કેપ્ટન મહેન્દ્રસિંહ ઘોની ક્યારે લેશે આઈપીએલમાંથી સંન્યાસ, આ ખેલાડીએ કરી ભવિષ્યવાણી

    મુંબઈની જીતના હીરો હાર્દિક પંડ્યા (Hardik Pandya) હતો, જેણે 30 બોલમાં અણનમ 40 રન ફટકાર્યા હતા. પોલાર્ડે 7 બોલમાં અણનમ 15 રન કર્યા હતા. ડી કોકે પણ 27 રનની ઇનિંગ રમી હતી. પહેલા બેટિંગ કરતા પંજાબે 20 ઓવરમાં 6 વિકેટે 135 રન બનાવ્યા હતા. નાથને મુંબઈ માટે 4 ઓવરમાં માત્ર 19 રન આપ્યા હતા. જોકે તેને કોઈ વિકેટ મળી ન હતી. કિરોન પોલાર્ડે 8 રન આપીને 2 વિકેટ લીધી હતી. જસપ્રિત બુમરાહે પણ 2 વિકેટ લીધી હતી. કૃણાલ પંડ્યા અને રાહુલ ચાહરને 1-1 વિકેટ મળી હતી.
    Published by:Mrunal Bhojak
    First published: