ધોનીની ધીમી બેટિંગથી લોકો ગુસ્સે થયા, કહ્યુ- પર્ફોમ કરો કે નિવૃત્ત થાઓ

ધોની ધીમી બેટિંગના કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે.

એક યૂઝરે એક મીમ પોસ્ટ કરીને લખ્યું કે, પાકિસ્તાનને હરાવવા માટે જાણી જોઈને હારી ગયા

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : આઈસીસી વર્લ્ડ કપ 2019માં ટીમ ઈન્ડિયાને પહેલીવાર હારનો સામનો કરવો પડ્યો છે. રવિવારે ભારતીય ટીમ ઈંગ્લેન્ડ આપેલા 338 રનોના લક્ષ્યને ન પહોંચી શકી. મેજબાન ઇંગ્લેન્ડની વિરુદ્ધ રમતા ભારતે 50 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 306 રન જ કર્યા.

  એજબેસ્ટનના મેદાન પર ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતાં 7 વિકેટ પર 337 રન કર્યા. તેના જવાબમાં ભારતની ધીમી બેટિંગના કારણે મેચ હારી ગયું.

  ધોનીએ 31 બોલમાં 42 રન કર્યા. ધોનીએ ક્રીઝ પર આવતાં જ અગાઉની મેચોની જેમ જ ધીમી શરૂઆત કરી. ધોનીની ધીમી ગતિ મેચના અંત સુધી ચાલુ રહી. 42 રનની ઇનિંગમાં તેણે 4 ફોર અને એક સિક્સર મારી. બાકી મોટાભાગના રન તેણે એક-એક કરીને લીધા.

  આ પણ વાંચો, ઈંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયા ધોની અને જાધવના કારણે હારી?

  ધોનીની આ ઈનિંગને લઈને સોશિયલ મીડિયા પર તેના ફેન અને ટીકાકાર ખૂબ નારાજ જોવા મળ્યા. સોશિયલ મીડિયા પર ધોનીની ધીમી સ્પીડના કારણે કેટલાક લોકોએ તેને નિવૃત્તી લેવાની સલાહ આપી દીધી. બીજી તરફ કેટલાક લોકોનું એવું પણ કહેવું હતું કે ધોનીએ ફિનિશરની જેમ મેચ ખતમ કરી અને પાકિસ્તાનના માર્ગમાં અડચણ ઊભી કરી.  એક યૂઝરે એક મીમ પોસ્ટ કરીને લખ્યું કે ધોની પાકિસ્તાનને હરાવવા માટે જાણી જોઈને હારી ગયા છે.

  રન ન લેવાને લઈ મજાક ઉડાવી.

  એક યૂઝરે લખ્યું કે હું ક્યારેય નહોતો ઈચ્છતો કે હું આવું કરીશ, ધોનીને પર્ફોમ કરવું પડશે કે પછી નિવૃત્ત થવું પડશે.

  એક યૂઝરે લખ્યું કે ધોની એક ફિનિશર છે અને તેણે પાકિસ્તાનના વર્લ્ડ કપ જીતવાના સપનાને તોડી દીધું.

  લોકોનું એમ પણ કહેવું છે કે ધોની સિક્સર લગાવવા માટે છેલ્લી ઓવરની રાહ કેમ જોતો હતો.

  એક યૂઝરે કહ્યું કે આજે ખરેખર ધોની ખૂબ ખરાબ રમ્યો. આ માનવું જ પડશે.

  કેટલાક યૂઝર ઈંગ્લેન્ડની વિરુદ્ધ હારની જવાબદારી સમગ્રપણે ધોનીને પર નાખી રહ્યા છે.
  Published by:Mrunal Bhojak
  First published: