સાઉથ આફ્રિકા પ્લેયર ફાફ ડુ પ્લેસીસને PSLમાં ઇજા બાદ થયો મેમરીલોસ, જાણો હેલ્થ અપડેટ

સાઉથ આફ્રિકા પ્લેયર ફાફ ડુ પ્લેસીસને PSLમાં ઇજા બાદ થયો મેમરીલોસ, જાણો હેલ્થ અપડેટ
ફાફ ડુ પ્લેસીસે ખુદ ટ્વીટ કરી પોતાની હેલ્થ અપડેટ જણાવી ((Instagram/Faf Du Plessis))

પાકિસ્તાન સુપર લીગ ટી20 ટૂર્નામેન્ટ અબૂ ધાબીમાં રમાઇ રહી છે. આ ટૂર્નામેન્ટમાં એક મેચ દરમિયાન દક્ષિણ આફ્રીકાના બેટ્સમેન ફાફ ડુપ્લેસીસ ઇજાગ્રસ્ત થઇ ગયા

  • Share this:
નવી દિલ્હી : પાકિસ્તાન સુપર લીગ ટી20 ટૂર્નામેન્ટ અબૂ ધાબીમાં રમાઇ રહી છે. આ ટૂર્નામેન્ટમાં એક મેચ દરમિયાન દક્ષિણ આફ્રીકાના બેટ્સમેન ફાફ ડુપ્લેસીસ ઇજાગ્રસ્ત થઇ ગયા હતા. ડુપ્લેસીસે જણાવ્યુ કે, પાકિસ્તાન સુપર લીગ દરમિયાન એક ઇજા થયા બાદ તેમને મેમરી લોસનો સામનો કરવો પડ્યો છે. પરંતુ સાથે તેમને વિશ્વાસ છે કે તેઓ જલદી જ પરત ફરશે. ડુપ્લેસીસ એક બાઉન્ડ્રી બચાવવાના પ્રયત્નમાં ક્વેટા ગ્લેડિએટર્સ ટીમના સાથી મોહમ્મદ હસનૈન સાથે ટકરાઇ ગયા હતા. જોકે મેચમાં પેશાવર જાલ્મી સામે ટીમને 61 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

ઓપનિંગ બેટ્સમેન સેમ અયૂબે ડૂપ્લેસીસની જગ્યાએ કન્કશન સબ્સ્ટીટ્યૂટની જગ્યા લીધી. ઇજા થયાના એક દિવસ બાદ ફાફ ડુપ્લેસીસે પોતાના ઓફિશ્યલ ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કર્યુ અને પોતાની તબિયત વિશે સમાચાર શેર કર્યા હતા. તેમણે તેના ફેન્સની પ્રાર્થનાઓ અને સંદેશાઓ માટે આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ જણાવ્યુ કે તેમને થોડી મેમરી લોસની સમસ્યા થઇ ગઇ છે.આ પણ વાંચો - Opinion: જ્યારે મુસીબતના સમયમાં મોદી બને છે સંકટમોચક, દુ:ખના સમયમાં આપે છે સાથ

તેમણે ટ્વિટ કરી લખ્યું કે, તમામ સંદેશાઓ માટે તમારો આભાર. હું સાજો થઇને હોટલ પરત આવી ગયો છું. મને ઇજાની સાથે થોડો મેમરી લોસનો પ્રોબ્લેમ થઇ ગયો હતો અને હું જલદી સાજો થઇ જઇશ. આશા છે કે જલદી જ મેદાન પર પરત આવીશ.

મોહમ્મદ હસનૈન સાથે ટકરાયા બાદ 36 વર્ષીય ફાફ ડુપ્લેસીસ જમીન પર પટકાઇ ગયો હતો. ગ્લેડિયેટર્સના ફિઝીયોએ તેમને ઉઠાવ્યા પહેલા તેમનો ઇલાજ કર્યો અને ત્યાર બાદ તેમને હોસ્પિટલ લઇ ગયા હતા. ઇનિંગની 19મી ઓવરમાં જ્યારે ડુપ્લેસીસ બાઉન્ડ્રી રોકવાની કોશિશ કરી રહ્યા હતા તો તેમનું માથું હુસનૈનના ઘૂંટણ સાથે ટકરાઇ ગયું હતું અને ત્યાર બાદ સાઉથ આફ્રિકન ક્રિકેટર મેદાન પર પડી ગયો હતો.

આ પણ વાંચોવલસાડ: શોકસભામાં આવેલો પરિવાર બન્યો કાળનો કોળિયો, એક જ પરિવારના 3ના મોત, 4ની હાલત ગંભીર

આપને જણાવી દઇએ કે ગ્લેડિયેટર્સને પોતાના પાછલા મેચમાં પણ કન્કશન સબ્સ્ટીટ્યૂટનો ઉપયોગ કરવો પડ્યો હતો. ફિઝિયો દ્વારા રસેલની તપાસ કરાઇ અને બેટીંગની અનુમતિ અપાઇ. પરંતુ બીજા જ બોલમાં આઉટ થઇ ગયો. જે બાદ તેને હોસ્પિટલ લઇ જવાયો હતો. ત્યાર બાદ નસીમ શાહ તેમના કન્કશન સબ્સ્ટીટ્યૂટ તરીકે રમ્યા હતા.
Published by:News18 Gujarati
First published:June 15, 2021, 17:04 IST

ટૉપ ન્યૂઝ