Ewen Chatfield Fainted on The Field: ક્રિકેટના મેદાનમાં ઘણા અકસ્માત થતા હોય છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટરને ફિલ હ્યુજીસનું માથા પર બોલ લાગવાથી મોત થયું હતું. પરંતુ અમુક ખેલાડી ભાગ્યશાળી હોય છે. આવી જ એક ઘટના ન્યૂઝીલેન્ડના એક ક્રિકેટર સાથે બની છે.
નવી દિલ્હી: તમે ઘણી વાર વાંચ્યું અને સાંભળ્યું પણ હશે કે, ચાલું રમતમાં કોઈ ખેલાડીને વાગ્યું હોય અથવા અકસ્માત થયો હોય અને તેણે પોતાનો જીવ પણ ગુમાવી દીધો હોય છે. પરંતુ ઘણી વાર એવું બને કે તે જીવી પણ જાય છે. એવી જ એક ઘટના 49 વર્ષ પહેલા બની હતી. ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ઈવેન ચેટફિલ્ડ1974-75માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું ત્યારે આવી એક ઘટના બની હતી. મળતી વિગતો પ્રમાણે તે 11માં ક્રમે બેટિંગ કરવા માટે આવ્યો હતો. ત્યારે બોલ તેના બેટને અડીને તેના માથા પર વાગ્યો હતો. તેના પછી તે મેદાનમાં ઢળી પડ્યો હતો. તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. પરંતુ સામે ટીમના ફિઝિયોની મદદથી તેનો જીવ બચી ગયો હતો.
તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી
એવિન ચેટફિલ્ડને ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર પીટર લીવરે બાઉન્સર ફેંક્યો હતો. જેથી ચેટફિલ્ડે તેના પર શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો. બોલ એવિન ચેટફિલ્ડના બેટની બહારની ધાર લઈને તેના માથા પર વાગ્યો હતો. બોલ વાગતા જ ઈવેન ચેટફિલ્ડજમીન પર પડી ગયો અને બેહોશ થઈ ગયો હતો. તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. ત્યારે ઈંગ્લેન્ડના ફિઝિયો બનાર્ડ થોમસ દોડીને મેદાનમાં આવી ગયા હતા. તેમણે તેની છાતી દબાવી અને મોઢામાં શ્વાસ ભરી હતી. તેના પછી તેને હોશ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ ઘટના પછી પણ તે 14 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો હતો.
72 વર્ષના ઈવિન ચેટફિલ્ડે પોતાની કરિયરમાં 800થી પણ વધારે વિકેટ લીધી છે. તેઓ ન્યૂઝીલેન્ટની તરફથી 43 ટેસ્ટ અને 114 વનડે ક્રિકેટ મેચ રમી છે. આ તેજ બોલરે ટેસ્ટમાં 123 અને વનડે ક્રિકેટ મેચમાં 140 વિકેટ પોતાને નામ કરી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની વાત કરીએ તો, ચેટફિલ્ડે 587 વિકેટ પોતાને નામ કરી હતી. 27 વખત 5 વિકેટ. લિસ્ટ-એમાં તેના નામે 222 વિકેટ છે.
આ ક્રિકેટરે કેબ પણ ચાલવી
મળતી વિગતો પ્રમાણે આંતરરાષ્ટીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધા પછી ઈવિન ચેટફિલ્ડને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેણે નોકરી પણ કરી હતી. તેણે ચિપ્સ વેચતી એક દુકાન પર પણ કામ કર્યું હતું. થોડા સમય માટે તે લોકલ ટીમને કોચિંગ પણ કરાવ્યું હતું. તેના પછી કોરોનાના સમયમાં કેબ પણ ચલાવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર