નવી દિલ્હી : ટેસ્ટ અને ટી -20 બાદ ભારત અને ઈંગ્લેન્ડની ટીમ હવે વનડે શ્રેણીમાં રમવા માટે તૈયાર છે. ઇંગ્લેન્ડે 14 સભ્યોની વનડે ટીમની જાહેરાત કરી છે. આ ટીમની કમાન ઓએન મોર્ગન સંભાળશે. જોફ્રા આર્ચર તેની કોણીમાં થયેલી ઈજાની સારવાર માટે ઇંગ્લેન્ડ પાછો ફરશે. ત્યારે, ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન જો રૂટને પણ ટીમમાં સ્થાન મળ્યું નથી. લીમ લિવિંગસ્ટોનને પ્રથમ વખત ઇંગ્લેન્ડની વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ ખેલાડી ટી 20 સિરીઝમાં પણ ટીમનો ભાગ હતો, પરંતુ એક પણ મેચ રમવાની તક મળી ન હતી. કવર તરીકે જેક બોલ, ક્રિસ જોર્ડન અને ડેવિડ મલાન ટીમ સાથે જોડાશે.
તમને જણાવી દઈએ કે, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વનડે સિરીઝની ત્રણેય મેચ પૂનાના એમસીએ સ્ટેડિયમ ખાતે રમાશે. શ્રેણીની પ્રથમ મેચ 23 માર્ચે રમવાની છે, ત્યારબાદ 26 અને 28 માર્ચે બાકીની બે વનડે મેચ પણ પૂણેમાં રમાશે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડને ટેસ્ટ શ્રેણીમાં 3-1થી અને ટી 20 શ્રેણીમાં 3-2થી પરાજિત કર્યું છે. ઓયન મોર્ગનની ટીમ હાલમાં વનડે રેન્કિંગમાં પ્રથમ નંબરની ટીમ છે અને આવી સ્થિતિમાં ભારતીય ટીમ માટે તેમને હરાવવાનું સરળ રહેશે નહીં.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વનડે મેચ કયા સમયે શરૂ થશે
તમામ મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે 1.30 વાગ્યાથી રમવામાં આવશે. ટોસ એક વાગ્યે થશે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચનું લાઇવ ટેલિકાસ્ટ તમે ક્યાં જોઈ શકો છો?
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચનો ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચનું લાઇવ સ્ટ્રીમિંગ તમે ક્યાં જોઈ શકો છો?
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચનું લાઇવ સ્ટ્રીમિંગ જિઓ ટીવી અને હોટસ્ટાર પર જોઇ શકાય છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર