હંમેશા બેટ્સમેન આઉટ થયા બાદ ખુબ નારાજ થઈને પેવેલિયન પાછા ફરે છે, પરંતુ ઈંગ્લેન્ડના લિમિટેડ ઓવર ક્રિકેટ સ્પેશ્યાલિસ્ટ ઓપનર જેસન રોયે તો નારાજગીની તમામ હદ પાર કરી દીધી. જેસન રોયે ટી-20 બ્લાસ્ટની મેચમાં આઉટ થયા બાદ બેટ જમીન પર માર્યું અને પોતાની જાતને જ ઈજા પહોંચી. આ ઈજાના કારણે તે અગામી મેચમાંથી પણ બહાર થઈ ગયો.
ઉલ્લેખનીય છે કે, હેમ્પશાયર વિરુદ્ધની મેચ દરમ્યાન જેસન રોય સ્પિનર મુજબ ઉર રહેમાનની ઓવરમાં પોતાની વિકેટ ખોઈ બેઠો. ખરાબ શોર્ટ રમીને વિકેટ કોયા બાદ ડ્રેસિંગ રૂમ તરફ પાછા ફરતા સમયે રોયે પોતાનું બેટ જમીન પર પછાડ્યું અને તે ઉછળી તેના મોંઢા પર વાગ્યું. જેમાં તે ઈજાગ્રસ્ત થયો અને અગામી મેચમાંથી પણ બહાર થયો.
જોકે, જેસન રોયને હવે તેની આ ભૂલના કારણે પછતાવો છે અને તે પોતાની ટીમ અને ફેંસ સામે માફી માંગી રહ્યો છે. જેસન રોયે એક નિવેદનમાં કહ્યું કે, મારી ભૂલથી ના ખુશ છું. હું મારી ટીમના ખેલાડીઓ અને ફેંસની માફી માંગુ છું. બુધવારે મેચ દરમ્યાન મે ગુસ્સામાં આવીને બેટ જમીન પર પછાડ્યું જે બાઉન્સ થઈ મારા મોંઢા પર વાગ્યું અને મને ઈજા થઈ હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર