લંડન. ઈંગ્લિશ ક્રિકેટ ટીમ (England Cricket Team)ને મોટો આંચકો લાગ્યો છે. પાકિસ્તાનની વિરુદ્ધ વનડે સીરીઝ (England vs Pakistan Series)ના બે દિવસ પહેલા ટીમના ત્રણ ખેલાડી અને ચાર સપોર્ટ સ્ટાફ કોરોના પોઝિટિવ (Corona Positive) હોવાનું સામે આવ્યું છે. એવામાં તમામ ખેલાડીઓને આઇસોલેશન (Isolation)માં મોકલી દેવામાં આવ્યા છે. વનડે સીરીઝ (ODI Series) 8 જુલાઈથી શરૂ થવાની છે. જોકે, ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ કહ્યું કે, સીરીઝ નિયત શિડ્યૂલથી જ રમાશે. બેન સ્ટોક્સ (Ben Stokes)ની ટીમમાં વાપસી થઈ છે. તેને વનડે અને ટી20 બંને સીરીઝ માટે કેપ્ટન્સી સોંપવામાં આવી છે.
ECBએ પોતાના નિવેદનમાં કહ્યું કે, જે ખેલાડી કોરોનાથી પ્રભાવિત થયા છે, તે પ્રોટોકોલ હેઠળ 4 જુલાઈથી સેલ્ફ આઇસોલેશનમાં રહેશે. ટીમના અન્ય ખેલાડી પણ તેમની નજીક રહ્યા છે. એવામાં તેઓ પણ ઓઇસોલેશનમાં રહેશે. જોકે ઇંગ્લેન્ડ બોર્ડે કહ્યું કે, શિડ્યૂલમાં ફેરફાર નહીં થાય. બેન સ્ટોક્સની ટીમમાં વાપસ થઈ રહી છે અને તેને કેપ્ટનની જવાબદારી આપવા આવી રહી છે. પ્રવાસ દરમિયાન પાકિસ્તાનની ટીમ ત્રણ વનડે અને ત્રણ ટી20 સીરીઝ રમવાની છે.
ECBના ચીફ એક્ઝિક્યૂટિવ ટોમ હેરિસને કહ્યું કે, અમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ડેલ્ટા વેરિયન્ટના આવવાની સાથે બાયો બબલમાં છૂટ આપવાથી ખતરો વધી ગયો છે. અમે ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફની ભલાઈ માટે પ્રોટોકોલના નિયમ બનાવ્યા છે. તેમણે જણાવ્યું કે, તમામે છેલ્લા 14 મહિનામાં સીમિત પરિસ્થિતિઓમાં સાથ આપ્યો છે. અમે સીરીઝ માટે બીજી ટીમ બનાવવાની તૈયારીમાં લાગી ગયા છીએ.
ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ સીરીઝ માટે નવી ટીમ જાહેર કરશે. બેન સ્ટોક્સને પહેલા જ ટી20 અને વનડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ત્રણ વનડે મેચ 8 જુલાઈ, 10 જુલાઈ અને 13 જુલાઈએ રમાશે. બીજી તરફ, ટી20 મેચો 16 જુલાઈ, 18 જુલાઈ, 20 જુલાઈએ રમાશે. થોડા દિવસો પહેલા શ્રીલંકાની ટીમ ટી20 અને વનડે સીરીઝ રમીને પરત ફરી છે. ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે 5 મેચોની ટેસ્ટ સીરીઝ 4 ઓગસ્ટથી શરૂ થવાની છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર