Home /News /sport /વિલિયમસને જોસ બટલરની માફી કેમ માંગી? વીડિયોમાં જુઓ કેવી રીતે કેચ થયો સ્લિપ

વિલિયમસને જોસ બટલરની માફી કેમ માંગી? વીડિયોમાં જુઓ કેવી રીતે કેચ થયો સ્લિપ

વિલિયમસને જોસ બટલરની માંગી માફી

ENG vs NZ, T20 World Cup: ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને કેચ પકડ્યા બાદ ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરની માફી માંગી હતી. ખરેખર, તેણે છઠ્ઠી ઓવરમાં બટલરનો કેચ પકડ્યો, પરંતુ તે કેચ સાચો ન હતો અને બટલર નાકળી ગયો હતો, પરંતુ બાદમાં તેને નોટઆઉટ જાહેર કરવામાં આવ્યો હતો.

વધુ જુઓ ...
બ્રિસ્બેન: T20 વર્લ્ડ કપમાં મંગળવારે રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને હરાવીને સેમિફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખી હતી. ઈંગ્લેન્ડના ઓપનર જોસ બટલર અને એલેક્સ હેલ્સની અડધી સદી બાદ, સેમ કુરન અને ક્રિસ વોક્સે શાનદાર બોલિંગ કરીને ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને 20 રને હરાવીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી છે. ઈંગ્લેન્ડના 180 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ન્યુઝીલેન્ડ કુરાન (26 રનમાં 2 વિકેટ) અને વોક્સ (33 રનમાં 2 વિકેટ)ની તીક્ષ્ણ બોલિંગ સામે છ વિકેટે 159 રન જ બનાવી શક્યું હતું.

આ પણ વાંચો:  19 વર્ષના બેટ્સમેને પોતાની બેટિંગથી મેદાનમાં કહેર વરસાવ્યો, એક જ વન-ડેમાં 2 વખત વર્લ્ડ રેકોર્ડ તૂટ્યો

આ જીત સાથે ગ્રુપ વનમાં ઈંગ્લેન્ડ સહિત ત્રણ ટીમોના ચાર મેચમાં પાંચ પોઈન્ટ થઈ ગયા છે. ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના પણ સમાન પોઈન્ટ છે. સારા નેટ રન રેટના કારણે ન્યૂઝીલેન્ડ ટોચ પર છે અને ઈંગ્લેન્ડ બીજા સ્થાને છે. ઇંગ્લેન્ડની ટીમ ટી20 વર્લ્ડ કપમાં પોતાની કરો યા મરો મેચમાં ન્યુઝીલેન્ડ સામે મેદાનમાં ઉતરી હતી. છેલ્લી મેચમાં ફ્લોપ રહેલા જોસ બટલરે કિવી ટીમ સામે હંગામો મચાવ્યો હતો. તેણે 47 બોલમાં 73 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ દરમિયાન ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને પણ બધાની સામે તેની માફી માંગી હતી.








View this post on Instagram






A post shared by ICC (@icc)





વાસ્તવમાં મામલો છઠ્ઠી ઓવરનો છે, જ્યારે બટલર 8 રન બનાવીને ક્રિઝ પર રહ્યો હતો. મિશેલ સેન્ટનરની ઓવરના ત્રીજા બોલ પર બટલરે એક્સ્ટ્રા કવર પર શોટ માર્યો હતો. વિલિયમસને હવામાં ડાઇવ કરીને કેચ પકડ્યો હતો. પ્રથમ નજરમાં, તે સ્પષ્ટ દેખાતું હતું. વિલિયમસન પણ બોલ પકડીને બેઠો હતો અને તેના સાથી ખેલાડીઓએ પણ તેને અભિનંદન પાઠવ્યા હતા.

બટલરએ છોડી દીધી સ્પિચ

બટલરે પણ પોતાને આઉટ માની લીધો અને પેવેલિયન તરફ જવા લાગ્યો હતો. અમ્પાયરોને જોયા વિના, તેણે ગ્લોવ્ઝ ઉતાર્યા અને પેવેલિયન તરફ ચાલ્યો ગયો, પરંતુ ત્યારબાદ થર્ડ અમ્પાયરે નોટઆઉટ જાહેર કર્યો હતો. વાસ્તવમાં રિપ્લેમાં સ્પષ્ટ દેખાતું હતું કે, બોલ વિલિયમસનના હાથમાંથી નીકળીને જમીન પર અથડાઈ ગયો હતો, વિલિયમસન તેનો અંદાજો લગાવી શક્યો ન હતો, જોકે તે પછી તેણે જોસ બટલરની માફી પણ માંગી હતી.
First published:

Tags: Bcci T20 World Cup, ENG VS NZ, T20 World Cup 2022

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો