ટીમ ઈન્ડીયાના કપ્તાન કોહલીએ શ્રીલંકા વિરુદ્ધ સદી ફટકારી સૌથી ઝડપી 16000 ઈન્ટરનેશનલરન બનાવ્યાનો રેકોર્ડ પોતાના નામે કર્યો, તેણે આ રેકોર્ડ 320 મેચની 350 પારીમાં નોંધાવ્યો. આ પહેલા આ રેકોર્ડ સાઉથ આફ્રિકાના હાશિમ અમલાના નામે હતો, જેણે 294 મેચમાં 363 પારી રમી આવો રેકોર્ડ બનાવ્યો હતો.
ફિરોજશાહ કોટલામાં શ્રીલંકા વિરુદ્ધ વિરાટ 156 રન બનાવી અણનમ રહ્યો. આ શ્રીલંકા વિરુદ્ધની તેની સળંગ ત્રીજી સદી છે. તે દુનિયાનો એકમાત્ર પ્રથમ કપ્તાન છે જેણે બે વખત સળંગ ત્રણ-ત્રણ સદી ફટકારી છે. આ પહેલા તેણે 2014-15માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એડીલેંડમાં 115-141 અને સીડનીમાં 147 રન બનાવ્યા હતા.
આ વિરાટની 52મી ઈન્ટરનેશનલ સદી છે. હવે તે સચિન તેંડુદલકરથી માત્ર 48 સદી પાછળ છે. વિરાટથી આગળ હજુ બ્રાયન લારા-53, અમલા અને જયવર્ધન-54-54, કૈલિસ-62, સંગાકારા-63 અને પોંટિંગ-71 છે.
કપ્તાન તરીકે વિરાટ કોહલીએ 13મી સદી પોતાના નામે કરી, જ્યારે ભારત તરફથી કપ્તાન તરીકે ટેસ્ટમેચમાં સૌથી વધારે સદી (11) ફટકારવામાં સુનિલ ગાવસ્કર બીજા નંબર પર છે.
વિરાટ કોહલીએ આ વર્ષે 11 ઈન્ટરનેશનલ સદી ફટકારી અને તે આવું કરનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી છે. તેણે સાત સદી ટેસ્ટમાં તો ચાર સદી વન-ડેમાં ફટકારી છે. બીજા નંબર પર ઓસ્ટ્રેલિયાના કપ્તાન રિકી પોંટિંગ અને સાઉથ આફ્રિકાના ગ્રેમ સ્મિથ છે, જેમણે વર્ષ 2005માં 9-9 સદી ફટકારી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: India vs Sri Lanka, Record, Team india, Virat kohli record, ક્રિકેટ, વિરાટ કોહલી