શ્રેયસ ઐયરની 8મી એપ્રિલે સર્જરી, દિલ્હીના કૅપ્ટનની જવાબદારી કોને અપાશે?

શ્રેયસ ઐયર ઈજાગ્રસ્ત

તબીબોની તપાસ બાદ ખબર પડી હતી કે શ્રેયસની ઇજા ખૂબ વધુ છે, જેથી સર્જરી કર્યા સિવાય છૂટકો નથી. શ્રેયસને ઇજાગ્રસ્ત થતા સૌથી વધુ નુકસાન દિલ્હી કેપિટલ્સને થયું છે.

  • Share this:
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પુણેમાં રમાયેલી મેચમાં ફિલ્ડિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા દિલ્હી કેપિટલ્સના કૅપ્ટન શ્રેયસ ઐયરના ખભાની સર્જરી આગામી 8 એપ્રિલના રોજ થશે. ઈંગ્લેન્ડ સામેની મેચમાં રન બચાવવા જતા તેને આ ગંભીર ઇજા થઇ હતી. પરિણામે તેને સિરિઝથી બહાર થવું પડ્યું હતું.

તબીબોની તપાસ બાદ ખબર પડી હતી કે શ્રેયસની ઇજા ખૂબ વધુ છે, જેથી સર્જરી કર્યા સિવાય છૂટકો નથી. શ્રેયસને ઇજાગ્રસ્ત થતા સૌથી વધુ નુકસાન દિલ્હી કેપિટલ્સને થયું છે. 9 એપ્રિલથી શરૂ થનારી આઇપીએલની 14મી સીઝનમાં તે ટીમનો ભાગ નહીં બની શકે.

આ પણ વાંચો - અબજોપતિ છે આ કલાકારો, આ સ્ટાર્સની કમાણીના આંકડા જોઈ આંખો ખુલ્લી રહી જશે

આઇપીએલ સિવાયની શ્રેણીમાંથી પણ બહાર રહેશે

સ્પોર્ટ્સ ટુડેના રિપોર્ટ મુજબ શરૂઆતમાં એવા અહેવાલો આવ્યા હતા કે, શ્રેયસ આઈપીએલના પહેલા ભાગમાં નહીં રમે. પરંતુ ડાબા ખભાની સર્જરીના કારણે તેને ઓછામાં ઓછા ચારથી પાંચ મહિના સુધી મેદાનથી દૂર રહેવુ પડશે. આ ઈજાના કારણે તે આઈપીએલ સિવાય ઓગસ્ટમાં થનાર ઇંગ્લેન્ડ પ્રવાસમાંથી પણ બહાર થઈ ગયો છે. સપ્ટેમ્બરમાં દક્ષિણ આફ્રિકા અને ન્યુઝિલેન્ડ સામેની ડોમેસ્ટિક ટી-20 શ્રેણીમાં રમવા પર પણ શંકા વ્યક્ત કરાઈ છે. જોકે, આ અંગેનો નિર્ણય તેની સારવાર બાદ જ લેવામાં આવશે.

કૅપ્ટન કોને બનાવવો? દિલ્હી કેપિટલ્સ સામે પડકાર

શ્રેયસની ઇજાના કારણે દિલ્હીની ટીમ સામે પડકાર આવીને ઉભો રહ્યો છે. બેટ્સમેન અને સુકાની તરીકે શ્રેયસનો વિકલ્પ શોધવો પડશે. શ્રેયસના સ્થાને શિખર ધવન, આર અશ્વિન, ઋષભ પંત અને સ્ટીવ સ્મિથ જેવા ખેલાડીઓને કેપ્ટન તરીકે જવાબદારી આપી શકાય. જોકે, દિલ્હી ટીમ મેનેજમેન્ટે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી. પંત પહેલાથી જ ટીમનો વાઇસ કૅપ્ટન છે. જેથી કેપ્ટનશિપ માટે તેનો દાવો મજબૂત છે. પરંતુ તેને પૂરતો અનુભવ નથી. આઇપીએલ માટે હવે એક અઠવાડિયાનો સમય જ બાકી છે. જેથી ટીમને નવા કેપ્ટનની પસંદગી કરવામાં માત્ર ગણતરીના દિવસો મળ્યા છે.

આ પણ વાંચોIND vs ENG: શાર્દુલની બોલિંગમાં કોહલીનો દિલખુશ થઈ જાય તેવો શાનદાર કેચ, જુઓ - Video

ગત વર્ષે ફાઇનલમાં શ્રેયસે કૅપ્ટન ઈનિંગ રમી હતી

દિલ્હી કેપિટલ્સ ગયા વર્ષે આઇપીએલની ફાઇનલ સુધી પહોંચ્યું હતું. તે વખતે શ્રેયસ સુકાની હતો. મુંબઇ ઇન્ડિયન્સ સામે દિલ્હી પાંચ વિકેટે હારી ગયું હતું. ફાઇનલમાં શ્રેયસે 65 રન, જ્યારે પંતે 56 રન બનાવ્યા હતા.
First published: