દીપક ચાહર ટી20માં હેટ્રિક લેનારો પહેલો ભારતીય, 6 વિકેટ ઝડપી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

News18 Gujarati
Updated: November 11, 2019, 8:29 AM IST
દીપક ચાહર ટી20માં હેટ્રિક લેનારો પહેલો ભારતીય, 6 વિકેટ ઝડપી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
દીપક ચાહરે 6 વિકેટ ઝડપી રેકોર્ડ નોંધાવ્યો (AP Photo)

બાંગ્લાદેશની વિરુદ્ધ ટી20 સીરીઝમાં દીપક ચાહરે જોરદાર બોલિંગ કરી. તેણે 3 મેચમાં કુલ 8 વિકેટ ઝડપી

  • Share this:
નાગપુર : ભારતીય ફાસ્ટ બોલર દીપક ચાહર (Deepak Chahar)એ રવિવારે બાંગ્લાદેશ (Bangladesh)ની વિરુદ્ધ નાગપુર ટી20 (Nagpur T20)માં હેટ્રિક સહિત 6 વિકેટ લઈને ઈતિહાસ રચી દીધો. તેણે 3.2 ઓવરમાં 7 રન આપીને 6 વિકેટ લીધી. બાંગ્લાદેશની ઇનિંગની અંતિમ ઓવરમાં પોતાની હેટ્રિક પૂરી કરી. તેણે પોતાની ત્રીજી ઓવરના છેલ્લા બોલે વિકેટ લીધા બાદ અંતિમ ઓવરના પહેલા બે બોલ પર વિકેટો ઝડપી. દીપક ચાહર આંતરાષ્ટ્રીય ટી20 મેચોમાં હેટ્રિક લેનારો પહેલો પુરુષ ભારતીય બોલર છે. મહિલા બોલર એકતા બિષ્ટ ટી20માં હેટ્રિક લેનારી પહેલી ભારતીય બોલર છે. દીપક ચાહરના પ્રદર્શનના કારણે ભારતે બાંગ્લાદેશને નાગપુર ટી20માં 30 રને હરાવીને 3 મેચોની સીરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી.

ચાહર પહેલા ટી20 ફૉર્મેટમાં સૌથી સારી બોલિંગનો રેકોર્ડ શ્રીલંકાના અજંતા મેન્ડિસના નામે હતો. તેણે 2012માં ઝિમ્બાબ્વે વિરુદ્ધ 8 રન આપીને 6 વિકેટ લીધી હતી.

આ વર્ષ 3 ભારતયોએ લીધી હેટ્રિક

ભારત તરફથી ટેસ્ટમાં હરભજન સિંહે સૌથી પહેલી હેટ્રિક લીધી હતી. બીજી તરફ, વનડેમાં ચેતન શર્મા અને ટી20માં દીપક ચાહરે આ કારનામો કર્યો છે. વર્ષ 2019માં ત્રણ ભારતીય બોલર હેટ્રિક લઈ ચૂક્યા છે. મોહમ્મદ શમીએ વર્લ્ડ કપ 2019માં ઝિમ્બાબ્વે વિરુદ્ધ હેટ્રિક લીધી હતી. બીજી તરફ, જસપ્રીત બુમરાહે વેસ્ટઈન્ડિઝની વિરુદ્ધ ટેસ્ટમાં હેટ્રિક લીધી હતી. એવામાં દીપક ચાહરની ટી20માં સતત 3 બોલ પર 3 વિકેટ લેતા જ ત્રણેય ફૉર્મેટમાં ભારતીય બોલરોએ હેટ્રિક લેવાનો કારનામો કર્યો છે.

મેન ઑફ ધ સીરીઝ દીપક ચાહર

બાંગ્લાદેશની વિરુદ્ધ ટી20 સીરીઝમાં દીપક ચાહરે જોરદાર બોલિંગ કરી. તેણે 3 મેચમાં કુલ 8 વિકેટ ઝડપી. આ સીરીઝમાં ચાહરે 10.2 ઓવર નાખી અને 56 રન આપ્યા. તેની વિકેટ લેવાની સરેરાશ 7ની રહી અને ઇકોનૉમી 5.41ની રહી. આ સીરીઝમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાં બીજા નંબરે 3 બોલરો રહ્યા અને આ બધાની 4-4 વિકેટ હતી.પહેલી જ ઓવરમાં લીધી 2 વિકેટ

નાગપુર ટી20 મેચમાં દીપક ચાહરે જ ભારતને શરૂઆતની સફળતા અપાવી. તેણે પોતાની જ ઓવરમાં સતત બે બોલ પર લિટન દાસ અને સૌમ્ય સરકારને આઉટ કર્યા. આ ઓવરમાં તેણે માત્ર 1 રન આપ્યો. આ બાંગ્લાદેશની ઇનિંગની ત્રીજી ઓવર હતી. રોહિત શર્માએ દીપક ચાહરને બાંગ્લાદેશ ઇનિંગની 13મી ઓવરમાં ફરીથી આક્રમણ પર લગાવ્યો. આ ઓવરમાં પણ તેણે ભારતને સફળતા અપાવી અને મોહમ્મદ મિથુનને આઉટ કર્યો.

નાગપુર ટી20માં ચાહરે અંતિમ ઓવરોમાં બોલિંગ કરવાની જવાબદારી સંભાળી. તેણે પોતાની ત્રીજી અને બાંગ્લાદેશની 18મી ઓવરમાં અંતિમ બોલે શફિઉલ ઈસ્લામને આઉટ કર્યો. 20મી ઓવરમાં આવતાં જ પહેલા બોલ પર તેણે મુસ્તફિજર રહમાન અને અમીનુલ ઇસ્લામને આઉટ કરીને હેટ્રિક પૂરી કરી.

આ પણ વાંચો,

Ind vs Ban: દીપક ચાહરની હેટ્રિક, ભારતે 2-1થી શ્રેણી જીતી
આ 15 વર્ષની મહિલા ક્રિકેટરે સચિન તેંડુલકરનો 30 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
First published: November 11, 2019, 8:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading