રમત-જગત

  • associate partner

DC Vs KXIP: અમ્પાયરની એક ભૂલે પંજાબથી મેચ છીનવી! સહવાગે કહ્યુ, અમ્પાયરને આપો મેન ઓફ ધ મેચ

News18 Gujarati
Updated: September 21, 2020, 7:40 AM IST
DC Vs KXIP: અમ્પાયરની એક ભૂલે પંજાબથી મેચ છીનવી! સહવાગે કહ્યુ, અમ્પાયરને આપો મેન ઓફ ધ મેચ
અમ્પાયરે શોર્ટ રન કરાર કર્યો (તસવીર સૌજન્ય- IPL/BCCI)

પંજાબની ઇનિંગ દરમિયાન અમ્પાયરની ક્યારે અને કેવી રીતે ચૂક થઈ? સહવાગને કેમ આવ્યો ગુસ્સો?

  • Share this:
દુબઈઃ રવિવારે આઈપીએલ (IPL 2020)ની એક ખૂબ રોમાંચક મેચમાં દિલ્હી કેપીટલ્સ (Delhi Capitals)ને કિંગ્સ ઇલેવન પંજાબ (Kings XI Punjab)ની સામે જીત મળી છે. નિર્ધારિત 20-20 ઓવરની મેચ ટાઇ રહી. ત્યારબાદ મેચનો નિર્ણય સુપર ઓવરમાં થયો. જ્યાં દિલ્હીની ટીમે બાજી મારી દીધી. પરંતુ દિલ્હીની જીત પર અનેક પ્રકારના સવાલ ઊભા થઈ રહ્યા છે. ક્રિકેટના અનેક પૂર્વ દિગ્ગજ અને પ્રશંસક આરોપ લગાવી રહ્યા છે કે અમ્પાયરની એક ભૂલ (Umpiring Error)ના કારણે પંજાબની ટીમ આ મેચ હારી ગઈ. મૂળે, અમ્પાયરે પંજાબના એક રનનો શોર્ટ રન કરાર કર્યો. પરંતુ સ્લો મોશન રિપ્લેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ રન શોર્ટ નહોતો.

અમ્પાયરની ક્યારે અને કેવી રીતે ચૂક થઈ?

પંજાબની સામે જીત માટે 157 રનનો લક્ષ્ય હતો. છેલ્લા 10 બોલમાં પંજાબને જીત માટે 21 રન કરવાના હતા. જે અંદાજમાં મયંક અગ્રવાલ બેટિંગ કરી રહ્યો હતો પંજાબની જીત નિશ્ચિત લાગી રહી હતી. 19મી ઓવરમાં બોલિંગ માટે કેગિસો રબાડા આવ્યો. અગ્રવાલે તેના બીજા બોલ પર ફોર મારી દીધી. રબાડાનો બીજો બોલ યોર્કર હતો, જેને મિડ-ઓનની તરફ રમીને અગ્રવાલે બે રન પૂરા કરી દીધા. બીજા છેડે ક્રિસ જોર્ડન બેટિંગ કરી રહ્યો હતો. પરંતુ અમ્પાયર નિતિન મેનને આ શોર્ટ રન કરાર કર્યો. તેઓએ બીજા અમ્પાયર સાથે વાતચીત કરી કહ્યું કે જોર્ડને પોતાનો પહેલો રન પૂરો કરતી વખતે બેટને ક્રિઝની અંદર નહોતું મૂક્યું. એવામાં પંજાબને માત્ર 1 રન આપવામાં આવ્યો. ટીવીના સ્લો મોશન રિપ્લેમાં સ્પષ્ટ જોઈ શકાતું હતું કે જોર્ડનનો આ રન શોર્ટ નહોતો. તેણે બેટ યોગ્ય રીતે મૂક્યું હતું. જેથી એક રન ઓછો હોવાના કારણે મેચ ટાઈ થઈ ગઈ.

આ પણ વાંચો, આ છે WhatsAppની 5 શાનદાર ટિપ્સ અને ટ્રિક! જણો કેવી રીતે કરશો તેનો યૂઝ

સહવાગને આવ્યો ગુસ્સો

અમ્પાયરની ભૂલ પર વીરેન્દ્ર સહવાગે ભડકી ગયો. સહવાગ પંજાબનો પણ કોચ રહી ચૂક્યો છે. તેણે અમ્પાયરના નિર્ણય પર કટાક્ષ કરતાં કહ્યું કે, હું મેન ઓફ ધ મેચના નિર્ણયથી ખુશ નથી. મેન ઓફ ધ મેચના અસલી હકદાર અમ્પાયર છે. તે શોર્ટ રન નહોતો. આ અંતરના કારણે પંજાબની ટીમ હારી.

આ પણ વાંચો, નોટબંધી બાદ તિરુપતિ બાલાજી મંદિરમાં શ્રદ્ધાળુઓએ દાન કરી 50 કરોડની જૂની નોટ! ટ્રસ્ટે કેન્દ્ર પાસે માંગી મદદ

મેચનું પરિણામ

પહેલા બેટિંગ કરતાં દિલ્હી કેપિટલ્સે 157 રન કર્યા, જેના જવાબમાં પંજાબની ટીમ પણ 157 રન કરી શકી. મેચ સુપર ઓવરમાં ગઈ, જ્યાં કાગિસો રબાડાએ માત્ર 3 બોલમાં પંજાબની ઇનિંગ સમાપ્ત કરી દીધી. પંજાબે સુપર ઓવરમાં જીત માટે દિલ્હીને માત્ર 3 રનનો લક્ષ્ય આપ્યો, જેને માત્ર 2 બોલમાં પાર કરી દીધો.
Published by: Mrunal Bhojak
First published: September 21, 2020, 7:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading