રમત-જગત

  • associate partner

DC Vs CSK: 6 બોલ પર જીત માટે કરવાના હતા 17 રન, અક્ષર પટેલે ઠોકી દીધી 3 સિક્સર

News18 Gujarati
Updated: October 18, 2020, 8:34 AM IST
DC Vs CSK: 6 બોલ પર જીત માટે કરવાના હતા 17 રન, અક્ષર પટેલે ઠોકી દીધી 3 સિક્સર
અક્ષર પટેલે ઠોકી દીધી 3 સિક્સર (Photo: @DelhiCapitals)

રવિન્દ્ર જાડેજાની છેલ્લી ઓવરનો ડ્રામા, અક્ષર પટેલની સ્ફોટક બેટિંગે મેચનું પાસું પલટી દીધું

  • Share this:
શારજાહઃ આઇપીએલ (IPL 2020)ની દરેક મેચમાં જોરદાર રોમાંચ મળી રહ્યો છે. દરેક બોલ અને ઓવર અહીં મેચની તસવીર બદલી દે છે. શનિવારે શારજાહના મેદાન પર કંઈક આવો જ નજારો જોવા મળ્યો. મુકાબલો હતો દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ (DC vs CSK)નો. ચેન્નઈએ પહેલા બેટિંગ કરતાં દિલ્હીને 180 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં દિલ્હીએ એક બોલ પહેલા મેચને 5 વિકેટથી જીતી લીધી. પરંતુ દિલ્હીને આ ટાર્ગેટ સુધી પહોંચવામાં છેલ્લી ઓવરમાં ખૂબ પરસેવો પાડવો પડ્યો. રોમાંચથી ભરેલી આ મેચની અંતિમ ઓવરમાં અક્ષર પટેલ (Axar Patel)એ 3 સિક્સર ફટકારી દિલ્હીને જીત અપાવી.

જીત માટે 12 બોલમાં 21 રન

છેલ્લી બે ઓવરમાં દિલ્હીને જીત માટે 21 રન કરવાના હતા. ક્રીઝ પર શિખર ધવન ઊભો હતો. તે 98 રને બેટિગ કરી રહ્યો હતો. બીજા છેડે એલેક્સ કેરી હતો. ધોનીએ બોલિંગ સેમ કરનને આપી. તેણે પહેલા જ બોલે કેરીને આઉટ કરી દીધો. ત્યારબાદ સેમ કરને શિખર ધવન અને અક્ષર પટેલને બાંધીને રાખી દીધા. આ બંને ખૂબ મુશ્કેલીથી એક-એક રન લઈ શકતા હતા. છેલ્લા બોલ પર શિખર ધવને સદી પૂરી કરી. કરને આ ઓવરમાં માત્ર 4 રન આપ્યા.

આ પણ વાંચો, PNB ખોલી રહી છે મહિલાઓ માટે ખાસ ખાતું, મફતમાં મળશે આ 6 સુવિધા

જીત માટે 6 બોલ પર 17 રન

ધોનીએ છેલ્લી ઓવરની જવાબદારી રવિન્દ્ર જાડેજાને આપી. મેચનું પરિણામ કંઈક બીજું જ થઈ શકતું હતું. અંતિમ ઓવરમાં દિલ્હીને જીતવા માટે 17 રન જોઈતા હા. લક્ય્બ મુશ્કેલ હતો પરંતુ અશક્ય નહોતો. ત્યારબાદ દરેક બોલે મેચની તસવીર બદલાઈ ગઈ. અક્ષર પટેલે માત્ર પાંચ બોલ પર 21 રન ફટકારીને દિલ્હીને ધમાકેદાર જીત અપાવી.આ પણ વાંચો, MSP બંધ થવાની અફવા ફેલાવી રહ્યું છે વિપક્ષ, વાંચો ગૃહ મંત્રી અમિત શાહનો પૂરો ઇન્ટરવ્યૂ

છેલ્લી ઓવરનો ડ્રામા

પહેલો બોલઃ જાડેજાએ વાઇડ બોલ ફેંક્યો. જેથી દિલ્હીને મફતમાં એક રન મળી ગયો.
પહેલો બોલઃ આ બોલ પર ધવન મુશ્કેલીથી એક રન લઈ શક્યો. હવે દિલ્હીને છેલ્લા પાંચ બોલ પર 15 રન કરવાના હતા.
બીજો બોલઃ આ વખતે અક્ષર પટેલે ડીપ મિડવિકેટની ઉપરથી સિક્સર મારી. હવે 4 બોલમાં 9 રન જોઈતા હતા.
ત્રીજો બોલઃ અક્ષર પટેલે વધુ એક સિક્સર મારી સનસની ફેલાવી દીધી. હવે દિલ્હીને છેલ્લા 3 બોલમાં 3 રનની જરૂર હતી.
ચોથો બોલઃ આ બોલ પર અક્ષર પટેલે બે રન લઈ લીધા. છેલ્લા બે બોલ પર હવે એક રનની જરૂર હતી.
પાંચમો બોલઃ છેલ્લો બોલે પટેલે સિક્સર ફટકારી દિલ્હીને જોરદાર જીત અપાવી દીધી.
Published by: Mrunal Bhojak
First published: October 18, 2020, 8:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading