બોલ ટેમ્પરિંગઃ ડેવિડ વોર્નરે છોડી સનરાઈઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપ

News18 Gujarati
Updated: March 28, 2018, 2:28 PM IST
બોલ ટેમ્પરિંગઃ ડેવિડ વોર્નરે છોડી સનરાઈઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપ

  • Share this:
બોલ ટેમ્પરિંગ મામલા બાદ ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ ઉપ-કપ્તાન ડેવિડ વોર્નરે આઈપીએલ ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદની કપ્તાની પણ છોડી દીધી છે. સનરાઈઝર્સ હૈદરાબાદે ટ્વીટ કરી આની જણકારી આપી છે. સનરાઈઝર્સ હૈદરાબાદના ટ્વીટર એકાઉન્ટ પર નિવેદન આવ્યું કે, હાલના તાજા મામલાને જોઈ ડેવિડ વોર્નરે કપ્તાની પદ છોડી દીધુ છે. નવા કપ્તાનની જાણકારી ટુંક સમયમાં કરવામાં આવશે.

સનરાઈઝર્સ હૈદરાબાદે ડેવિડ વોર્નરની કપ્તાની છોડવાની જાણકારી આપી દીધી છે પરંતુ હજુ ટીમે એ સ્પષ્ટતા નથી કરી કે, તે રમશે કે નહીં. લગભગ ફ્રેંચાઈઝી વોર્નરને રમાડવો કે નહીં તેનો નિર્ણય ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની કાર્યવાહી બાદ જ કરશે.

જોકે, સનરાઈઝર્સ હૈદરાબાદના કપ્તાન તરીકે ડેવિડ વોર્નરનું પ્રદર્શન શ્રેષ્ઠ રહ્યું છે. તેમની આગેવાનીમાં ટીમે વર્ષ 2016માં આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. 2016માં વોર્નરે 17 મેચોમાં 848 રન બનાવ્યા હતા. જેમાં 9 અડધી સદી પણ શામેલ હતી. પાછળની સિઝનમાં પણ વોર્નરે 58.27ની એવરેજથી 641 રન બનાવ્યા હતા, જેમાં એક સદી અને 4 અડધી સદી શામેલ હતી.મીડિયા રિપોર્ટ અનુસાર, ડેવિડ વોર્નર બોલ ટેમ્પરિંગ કેસનો માસ્ટર માઈન્ડ હતો. મહત્વની વાત એ છે કે, આ વિવાદ બાદ વોર્નર કેપટાઉનમાં પાર્ટી કરી રહ્યો હતો, ત્યારબાદ તેના સાથી ખેલાડી તેનાથી નારાજ થઈ ગયા અને ટીમ હોટલથી તેને બહાર નીકાળવાની માંગ કરવા લાગ્યા.

તમને જણાવી દઈએ કે, બોલ ટેમ્પરિંગ મામમા બાદ સ્ટીવન સ્મિથે પણ રાજસ્થાન રોયલ્સની કપ્તાની છોડી દીધી છે અને હવે તેની જગ્યાએ આજિંક્ય રહાણે ટીમનો કપ્તાન બનાવવામાં આવ્યો છે. સ્મિથ અને વોર્નરને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની તપાસ બાદ સાઉથ આફ્રિકાથી પાછા મોકલી દેવામાં આવ્યા છે. કૈમરન બેનક્રોપ્ટને પણ પાછો ઓસ્ટ્રેલિયા મોકલી દેવામાં આવ્યો છે. આ ત્રણે ખેલાડીઓની જગ્યાએ મેક્સવેલ, રેનશો અને જો બર્ન્સને ટીમમાં જગ્યા આપવામાં આવી છે.
Published by: Mujahid Tunvar
First published: March 28, 2018, 1:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading