Home /News /sport /શ્રીલંકાના આ બેટ્સમેનની ઓસ્ટ્રેલિયાના સિડનીમાં કરાઈ ધરપકડ, દુષ્કર્મનો હતો આરોપ

શ્રીલંકાના આ બેટ્સમેનની ઓસ્ટ્રેલિયાના સિડનીમાં કરાઈ ધરપકડ, દુષ્કર્મનો હતો આરોપ

ફોટોઃ @danushkagunathilaka

ધનુષ્કા ગુણાથિલકા ત્રણ અઠવાડિયા પહેલા ઘાયલ થયો હતો અને તેની જગ્યા આશેન બંડારાએ લીધી હતી, પરંતુ ટીમ મેનેજમેન્ટે ગુણાથિલકાને ઘરે મોકલવાની બદલે સાથે જ રાખ્યો હતો. ત્યારે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં તેની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ શ્રીલંકાના ક્રિકેટર ધનુષ્કા ગુણાથિલકાને કથિત બળાત્કારના કેસમાં 5 નવેમ્બરે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ધરપકડ કરવામાં આવી છે. શ્રીલંકાની ટીમ રવિવારે સવારે તેમના વિના તેમના દેશ જવા રવાના થઈ હતી. ગુણાથિલકાને ત્રણ અઠવાડિયા પહેલા ઈજા થઈ હતી અને તેની જગ્યા આશેન બંડારાએ લઈ લીધી હતી, પરંતુ ટીમ મેનેજમેન્ટે ગુણાથિલકાને ઘરે મોકલવાને બદલે ટીમની સાથે જ રાખ્યો હતો.

    પોલીસનો આરોપ છે કે ક્રિકેટરે બુધવાર, 2 નવેમ્બરના રોજ રોઝ બેમાં એક મહિલાનું જાતીય શોષણ કર્યુ હતું, જેની સાથે તે ઘણા દિવસોથી ઓનલાઈન ડેટિંગ એપ્લિકેશન પર ચેટ કરી રહ્યો હતો. ધરપકડ બાદ તેને સિડની પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. 5 નવેમ્બરે યૌન અપરાધ ટીમ અને પૂર્વી ઉપનગર પોલીસના જાસૂસોએ આરોપોની તપાસ માટે સ્ટ્રાઇક ફોર્સ વેટરનની રચના કરી હતી.

    આ પણ વાંચોઃ T20WC 2022માં સર્જાયો મેજર અપસેટ, નેધરલેન્ડે સાઉથ આફ્રિકાને હરાવ્યું, મેચ રમ્યાં વગર ભારત સેમિફાઇનલમાં

    ધનુષ્કાનાં ક્રિકેટ કરિયરની વાત કરીએ તો, તેણે અત્યાર સુધીની 8 ટેસ્ટ મેચોમાં 18.69ની એવરેજથી કુલ 299 રન બનાવ્યા હતાં અને તેનો સૌથી વધારે પર્સનલ સ્કોર 61 છે. ધનુષ્કાએ 47 વનડે પણ રમી છે, જેમાં તેણે 46 ઇનિંગ્સમાં 35.58ની એવરેજથી કુલ 1601 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાં 2 સદી અને 11 અડધી સદી પણ હતી. તેનો બેસ્ટ સ્કોર 133 છે.



    આ પણ વાંચોઃ T20 વર્લ્ડકપમાં ભારત-ઝીમ્બાબ્વે વચ્ચે મહત્વની મેચ, બે વખત હારી ચૂક્યું છે ભારત

    ક્રિકેટના સૌથી નાના ફોર્મેટ ટી20માં પણ શ્રીલંકાના બેટ્સમેને ખૂબ જ રન બનાવ્યા ચે. તેણે 46 ટી20 મેચોની 45 ઇનિંગ્સમાં 16.47ની એવરેજ અને 120.49ના સ્ટ્રાઇક રેટથી કુલ 741 રન બનાવ્યા છે, જેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 57 છે. ધનુષ્કાના નામે પણ ટી20માં 3 અડધી સદી છે. આ દરમિયાન શ્રીલંકાના ઓપનરના બેટમાંથી 78 ચોગ્ગા અને 21 છગ્ગા પણ આવ્યા છે.
    Published by:Hemal Vegda
    First published:

    Tags: Cricket News Gujarati, Sports news, ક્રિકેટ, સ્પોર્ટ્સ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन