Home /News /sport /VIDEO: સ્ટીવ સ્મિથને મેદાનમાં પડી રહી હતી ગાળો, કોહલીએ બચાવ્યો

VIDEO: સ્ટીવ સ્મિથને મેદાનમાં પડી રહી હતી ગાળો, કોહલીએ બચાવ્યો

વિરાટ કોહલી (ફાઈલ ફોટો)

મેચ દરમ્યાન એક એવો સમય આવ્યો જ્યારે કોહલીએ પોતાના વર્તનથી દર્શકોનું દિલ જીતી લીધુ.

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 દરમ્યાન ભારતીય ટીમે રનોનો પહાડ કરી 5 વિકેટમાં 352 રન બનાવ્યા. શિખર ધવન-117, અને કોહલી 82 રનની મદદથી વર્લ્ડ કપમાં ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સૌથી મોટો સ્કોર બનાવ્યો.

મેચ દરમ્યાન એક એવો સમય આવ્યો જ્યારે કોહલીએ પોતાના વર્તનથી દર્શકોનું દિલ જીતી લીધુ. હંમેશા જોવામાં આવે છે કે, કોહલી સ્ટેડિયમમાં બેઠેલા દર્શકોને ટીમ ઈન્ડીયાનો ઉત્સાહ વધારવાનું કહેતો હોય છે. પરંતુ, કેનિંગટનમાં રમવામાં આવેલી મેચ દરમ્યાન દર્શકોને એક અલગ કામ કરવાનું કહ્યું.

બન્યું એવું કે, ઓસ્ટ્રેલિયન કપ્તાન એરોન ફિંચે ભારતીય પારીની છેલ્લી ઓવર દરમ્યાન સ્ટીવ સ્મિથને બાઉન્ડ્રી પર ફિલ્ડીંગ માટે ઉભો કર્યો. જેવો સ્મિથ બાઉન્ડ્રી પર ગયો તો, સ્ટેડિયમમાં હાજર દર્શકોએ હૂટિંગ કરવાનું શરૂ કરી દીધુ અને તેના વિરુદ્ધ ચીટર-ચીટરનો નારો લગાવ્યો. ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ જ્યારે આ જોયું અને સાંભળ્યું તો, તેમણે દર્શકોને રોક્યા અને આવું નહીં કરવાનું કહ્યું.



ઓસ્ટ્રેલિયન પત્રકાર સેમ લેંડ્સબર્ગરે સોશિયલ મીડિયા પર આ ઘટનાની જાણકારી આપી. તેમણે લખ્યું કે, ગજબ, વિરાટ કોહલીએ કેટલું સારૂ કામ કર્યું? સ્ટીવ સ્મિથને બાઉન્ડ્રી પર ફિલ્ડીંગ કરવા માટે મોકલ્યો અને તુરંત જ ભારતીય દર્શકો તરફથી હૂટિંગ સહન કરવી પડી. એવામાં કોહલીએ તે સ્ટેન્ડ તરફ મોંઢુ કર્યું અને દર્શકોને સ્મિથ માટે તાલી વગાડવાનું કહ્યું.



તમને જણાવી દઈએ કે, દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમ્યાન સેન્ડપેપરથી બોલને ખરાબ કરવાના મામલામાં સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમરન બેનક્રાફ્ટને એક વર્ષ માટે ક્રિકેટથી દૂર કરી દેવામાં આવ્યા હતા. તેમણે વર્લ્ડ કપ પહેલા જ વાપસી કરી છે. સ્મિથ અને વોર્નરે આ ઘટના બાદ કેટલીએ વખત દર્શકોના હૂટિંગ અને ગાળોનો સામનો કરવો પડી રહ્યો છે.
First published:

Tags: Cricket world cup 2019, India vs australia, Save, Steve smith, ક્રિકેટ, વિરાટ કોહલી