બેટ્સમેને અમ્પાયરના માથામાં માર્યો જબરદસ્ત શોટ, થયું મોત

News18 Gujarati
Updated: August 16, 2019, 3:07 PM IST
બેટ્સમેને અમ્પાયરના માથામાં માર્યો જબરદસ્ત શોટ, થયું મોત
મેચ દરમિયાન એક બેટ્સમેને જબરદસ્ત શોટ માર્યો અને બોલ સીધો એમ્પાયરના માથા પર જઈ વાગ્યો. ડોક્ટરો દ્વારા ખુબ પ્રયત્ન કરવા છતા એમ્પાયરને બચાવી ન શકાયા

મેચ દરમિયાન એક બેટ્સમેને જબરદસ્ત શોટ માર્યો અને બોલ સીધો એમ્પાયરના માથા પર જઈ વાગ્યો. ડોક્ટરો દ્વારા ખુબ પ્રયત્ન કરવા છતા એમ્પાયરને બચાવી ન શકાયા

  • Share this:
વારંવાર ટેકનીક અને ફેરફારો છતા ક્રિકેટના મેદાન પર અનહોની થવાનો ખતરો બન્યો રહે છે. માત્ર ક્રિકેટ જ નહીં પરંતુ અન્ય રમતોમાં પણ આ પ્રકારની દુર્ઘટના થતી રહે છે, જેમાં કોઈ ખેલાડીનું પણ મોત થતુ હોય છે. ભારતીય ક્રિકેટના રમન લાંબા હોય કે પછી ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ફિલ હ્યૂઝ, આવા ઘણા ઉદાહરણ છે, જે રમતના મેદાનમાં થયેલી ઈજા એટલી ખતરનાક થઈ જાય છે કે, કોઈનો જીવ પણ જતો રહે છે.

ક્રિકેટના મેદાન પર એકવાર ફરી આવી દર્દનાક દુર્ઘટના થઈ છે. ઉલ્લેખનીય છે કે, મેચ દરમિયાન એક બેટ્સમેને જબરદસ્ત શોટ માર્યો અને બોલ સીધો એમ્પાયરના માથા પર જઈ વાગ્યો. ડોક્ટરો દ્વારા ખુબ પ્રયત્ન કરવા છતા એમ્પાયરને બચાવી ન શકાયા. આ દુર્ઘટના ડિવિઝન-2ના મુકાબલા દરમિયાન બની. આ મેચ વેલ્સમાં પેમબ્રોક અને નારબર્થ વચ્ચે રમવામાં આવી રહી હતી.

પેમબ્રોક અને નારબર્થ વચ્ચે રમવામાં આવેલા આ મુકાબલામાં 80 વર્ષીય જોન વિલિયમ્સ પણ મેદાનમાં એમ્પાયરની જવાબદારી સંભાળી રહ્યા હતા. આ મેચ 13 જુલાઈના રોજ આયોજીત થઈ હતી. આ દરમિયાન એમ્પાયરિંગ કરી રહેલા જોન વિલિયમ્સનના માથા પર બેટ્સમેનનો શોટ આવ્યો અને તે મેદાનમાં જ બેભાન થઈ ગયા. તેમને તુરંત હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં કેટલાક દિવસ તેમની સારવાર ચાલી, પરંતુ આખરે ગુરૂવારે 15 ઓગસ્ટે તેમણે દમ તોડી દીધો. ડોક્ટરો દ્વારા ઘણી કોશિસ બાદ પણ તેમને બચાવી ન શકાયા.

પેમબ્રોકશાયર ક્રિકેટે આ દુખ સુચનાને જાહેર કરતા આ દુખદ સમાચાર સામે આવ્યા. તેમનુ આજે હોસ્પિટલમાં નિધન થયુ છે. નિધન સમયે પરિવારના લોકો તેમની સાથે જ હતા. દુખના આ સમયમાં પ્રેમબ્રોકશાયર ક્રિકેટ જોન પરિવાર સાથે પૂરી મજબૂતીથી ઉભો છે.

રિપોર્ટ અનુસાર, જોન વિલિયમ્સના માથા પર બોલ વાગતા જ મેચને તુરંત રોકી દેવામાં આવી અને તેમને એ્મબ્યુલન્સ દ્વારા કાર્ડિફ સ્થિત યૂનિવર્સિટી હોસ્પિટલ ઓફ વેલ્સ લઈ જવામાં આવ્યા. હોસ્પિટલ લઈ જતા સમયે તે કોમામાં જતા રહ્યા હતા. 2 ઓગસ્ટે તેમને કાર્ડિકથી વિથીબુશ હોસ્પિટલના આઈસીયૂમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
First published: August 16, 2019
વધુ વાંચો
अगली ख़बर