નવી દિલ્હી. કેરેબિયન પ્રીમિયર લીગ (CPL 2021)માં કાયરન પોલાર્ડે (Kieron Pollard) પોતાના બેટથી કોહરામ મચાવતા ત્રિનબાગો નાઇટ રાઇડર્સને સેન્ટ લૂસિયા (Trinbago Knight Riders vs St. Lucia Kings) પર 27 રનની જીત અપાવી દીધી. નાઇટ રાઇડર્સની ખરાબ શરૂઆત બાદ 7 વિકેટ પર 158 રન ફટાકાર્યા. કેપ્ટન પોલાર્ડે 41 રન કર્યા. તેમાં તેણે 6 ફોર અને 1 સિક્સર ફટકારી. એટલે કે પોલાર્ડે 30 રન તો માત્ર 7 બોલમાં જ ફટકારી દીધા હતા. સેન્ટ લૂસિયાની ટીમ 7 વિકેટ પર 131 રન જ કરી શકી. ત્રિનબાગોએ મેચ 27 રનથી જીતી લીધી.
આ મેચમાં ખરાબ અમ્પાયરિંગ પણ જોવા મળી અને નાઇટ રાઇડર્સ ((Trinbago Knight Riders) ના કેપ્ટન પોલાર્ડ (Kieron Pollard) તેની પર પોતાનો વિરોધ પર વ્યક્ત કરવામાં જરા પણ પાછળ ન રહ્યો. મૂળે, નાઇટ રાઇડર્સની 19મી ઓવરમાં પોલાર્ડ અને ટિક સીફર્ટ (Tim Seifert) ક્રીઝ પર હતા. આ જોડી ઝડપથી રન કરી રહી હતી.
વહાબ રિયાજની (Wahab Riaz) ઓવરના પાંચમા બોલથી નાઇટ રાઇડર્સના બેટ્સમેન નાખુશ જોવા મળ્યા. રન બચાવવા માટે રિયાજે એક વાઇડ યોર્કર ફેંક્યો, પરંતુ તે એટલો બધો વાઇડ હતો કે સીફર્ટ પૂરો સ્ટ્રેસ થયો છતાં બોલ સુધી પહોંચી ન શક્યો. પરંતુ અમ્પાયરે તેને વાઇડ બોલ કરાર ન કર્યો.
અમ્પાયરના આ નિર્ણયથી બેટ્સમેન નારાજ હતા અને પોલાર્ડે આ નિર્ણયની વિરુદ્ધ પોતાનો વિરોધ પણ વ્યક્ત કર્યો. તેણે અમ્પાયર સાથે ખોટા નિર્ણય અંગે વાત કરી અને ફરીથી નોન સ્ટ્રાઇકરના રૂપમાં મિડ વિકેટ પર જઈને ઊભો રહી ગયો. આ સમગ્ર ઘટનાનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જોકે, આવું પહેલીવાર નથી થયું જ્યારે પોલાર્ડે અમ્પાયરના નિર્ણયનો વિરોધ કર્યો હોય. અનેક વાર તેણે પોતાના અનોખા અંદાજમાં વિરોધ વ્યક્ત કર્યો છે.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media Viral Video) પર વાયરલ થયા બાદ પોલાર્ડના ચાહકો (Pollard’s Supporters) પણ પોતાનો ઉભરો ઠાલવી રહ્યા છે. સોશિયલ મીડિયા યૂઝર્સ (Social Media Users) માની જ નથી રહ્યા કે અમ્પાયરે આ બોલને વાઇડ (Wide Ball Controversy) નથી આપ્યો. અનેક યૂઝર્સે પોલાર્ડના વિરોધ દર્શાવવાના અંદાજના વખાણ કર્યા છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર