નવી દિલ્હીઃ વેસ્ટઇન્ડિઝના બેટ્સમેન આંદ્રે રસેલ (Andre Russell)નું સીપીએલ (CPL 2020)માં શાનદાર પ્રદર્શન ચાલુ છે. જમાઇકા થલાઇવાજ (Jamaica Thaliavas) તરફથી રમતાં તેણે અનેક તોફાની ઇનિંગ રમીને પ્રશંસકોને ખુશ કરી દીધા છે. શનિવારે પણ બારબાડોસ ટ્રાઇટેંડ્સ (Barbadose Tridents)ની વિરુદ્ધ તેણે 28 બોલમાં 54 રનની ઇનિંગ રમી. જોકે, આ મેચ દરમિયાન પ્રશંસકોને એવું કંઈક જોવા મળ્યું જેનાથી તેઓ હેરાન રહી ગયા. મેચ દરમિયાન બારબાડોજ તરફથી રમતાં અફઘાનિસ્તાની સ્પિનર રાશિદ ખાન (Rashid Khan) રસેલને લાત મારતા જોવા મળ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.
રસેલ રાશિદ ખાનની નકલ કરી રહ્યો હતો
મૂળે, મેચ દરમિયાન જ્યારે રસેલ બેટિંગ કરી રહ્યો હતો તો રાશિદે તેને લગભગ આઉટ કરી દીધો હતો. રાશિદનો બોલ સ્ટમ્પ પર જઈને ટકરાયો અને બેલ્સની લાઇટ ચાલુ થઈ જોકે બેલ્સ પડી નહીં. આ જોઈ રાશિદની સાથોસાથ રસેલ પણ હેરાન રહી ગયો હતો. નોટઆઉટ કરાર થયા બાદ રસેલ આવ્યો અને રાશિદને મજાકના અંદાજમાં ચીઢાવવા લાગ્યો અને સેલિબ્રેશન સ્ટાઇલને કોપી કરવા લાગ્યો. જેવો તે પલટ્યો રાશિદ તેને કિક મારતો જોવા મળ્યો જોકે તે વાગી નહીં. બંને ત્યારબાદ હસવા લાગ્યા અને ફિસ્ટ બમ્પ કર્યા.
આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. રસેલ આઉટ ન થતાં તેણે રાશિદની મજાકના અંદાજમાં નકલ કરી અને રાશિદે તેને કિક મારવાનો મજાકમાં જ પ્રયાસ કર્યો આ દૃશ્ય પ્રશંસકોને ખૂબ પસંદ આવી રહ્યું છે અને આ વીડિયોને શૅર કરી રહ્યા છે.
બારબાડોસની ટીમે સેન્ટ કિટ્સ પર જીતની સાથે શરૂઆત કરી હતી પરંતુ ત્યારબાદ તેઓ અત્યાર સુધી જીત મેળવી નથી શક્યા. તેઓએ છેલ્લી મેચમાં થલાયવજાને માત આપી. બીજી તરફ રસેલની થલાયવજા પર આ હારનો કોઈ અસર નથી થઈ કારણ કે તેઓ પહેલાથી જ સેમીફાઇનલમાં સ્થાન મેળવી ચૂક્યા છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર