કોરોનાઃ કોહલી બાદ રોહિત શર્મા પણ મદદ માટે આગળ આવ્યો, દાન કરી આટલી રકમ

આપણા દેશને પાછો પાટા પર લાવવો પડશે અને તેની જવાબદારી આપણી સૌની છેઃ રોહિત શર્મા

આપણા દેશને પાછો પાટા પર લાવવો પડશે અને તેની જવાબદારી આપણી સૌની છેઃ રોહિત શર્મા

 • Share this:
  નવી દિલ્હીઃ દુનિયાભરમાં ફેલાયેલી મહામારી કોરોના વાયરસ (Coronavirus)ની વિરુદ્ધ જંગમાં હવે ભારતીય ક્રિકેટ ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) પણ સામેલ થઈ ગયા છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ (Virat Kohli) બાદ હવે રોહિત શર્મા પણ પીડિતોની મદદ માટે આગળ આવ્યો છે. અહેવાલો મુજબ, કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma)એ ત્રણ કરોડ રૂપિયાની આર્થિક મદદ કરી છે. જોકે, બંનેએ તેને લઈને કોઈ પ્રકારનું ઓફિશિયલ નિવેદન નથી આપ્યું. હવે રોહિત શર્માએ કોરોના વાયરસથી પીડિત લોકોની મદદ માટે 80 લાખ રૂપિયાનું જાહેરાત કરી છે. ભારતમાં 1100થી વધુ કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે.

  રોહિતે કહ્યું, આપણા સૌની જવાબદારી છે  

  ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર રોહિત શર્મા એ મંગળવારે ટ્વિટ કરીને કોરોના વાયરસના પીડિતો માટે આર્થિક મદદની જાહેરાત કરી છે. તેઓએ લખ્યું કે, આપણે આપણા દેશને પાછો પાટા પર લાવવો પડશે અને તેની જવાબદારી આપણી સૌની છે. હું મારું યોગદાન આપી રહ્યો છું. રોહિત શર્માએ પીમે કેર્સ ફંડને 45 લાખ રૂપિયા આપ્યા, જ્યારે 25 લાખ રૂપિયા મહારાષ્ટ્ર સીએમ રિલીફ ફંડમાં દાન આપ્યા. આ ઉપરાંત તેણે 5 લાખ વેલફરે ઓફ સ્ટ્રે ડોગ્સ અને 5 લાખ ફીડિંગ ઈન્ડિયા જેવી સંસ્થાઓને દાન કર્યા.  આ પણ વાંચો, કોરોનાઃ ભારતે દક્ષિણ કોરિયાનું મૉડલ અપનાવવું પડશે, 20 હજાર તપાસ કેન્દ્રોની જરૂરિયાત

  રોહિત શર્મા પહેલા સુરેશ રૈનાએ 51 લાખ, સચિન તેંડુલકરે 50 લાખ, સાનિયા મિર્ઝાએ 1.25 કરોડ, મિતાલી રાજે 10 લાખ, પૂનમ યાદવે બે લાખ, બજરંગ પૂનિયાએ 4 લાખ રૂપિયા કોરોના વાયરસની વિરુદ્ધ જંગમાં દાન કર્યા છે. આ ઉપરાંત પણ અન્ય ભારતીય ખેલાડીઓએ આર્થિક મદદ કરી છે. ટીમ ઈન્ડિયાના મિડલ ઓર્ડર બેટ્સમેન અજિંક્ય રહાણેએ પણ 10 લાખ રૂપિયાની આર્થિક મદદ કરી છે. બીસીસીઆઈ (BCCI) પણ કોરોના વાયરસ વિરુદ્ધની જંગમાં મદદ માટે આગળ આવ્યું છે. બોર્ડે 51 કરોડ રૂપિયાની રકમ દાન કરી છે.

  આ પણ વાંચો, Corona: તમામ રેકોર્ડ તૂટ્યા, 24 કલાકમાં 4373 લોકોનાં મોત, સામે આવ્યા 73,639 નવા કેસ
  Published by:Mrunal Bhojak
  First published: