ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવા માંગે છે ICC, આ છે સમગ્ર પ્લાન

2028માં લોસ એન્જેલસમાં યોજાનારા ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવાનો તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે

News18 Gujarati
Updated: August 13, 2019, 8:23 AM IST
ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવા માંગે છે ICC, આ છે સમગ્ર પ્લાન
2028માં લોસ એન્જેલસમાં યોજાનારા ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવાનો તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે
News18 Gujarati
Updated: August 13, 2019, 8:23 AM IST
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ક્રિકેટને 2028 ઓલિમ્પિકમાં સામેલ કરવાના પ્રયાસમાં લાગી ગયું છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન અને ક્રિકેટના નિયમ બનાવનારી ઇન્ટરનેશનલ કમિટી મેરીલબોર્ન ક્રિકેટ ક્લબ (MCC)ના ચેરમેન માઇક ગેટિંગે આ વાતનો ખુલાસો કર્યો છે. ગેટિંગે આ વાત આ સપ્તાહમાં આઈસીસીના નવા કાર્યકારી અધિકારી મનુ સ્વાહને તરફથી કહેલી વાતનો હવાલો આપતા કહી.

ગેટિંગે કહ્યું કે, અમે મનુ સ્વાહને સાથે વાત કરી રહ્યા હતા અને તેઓ એ વાતને લઈ ખૂબ આશાવાદી છે કે ક્રિકેટને 2028 ઓલિમ્પિક રમતોમાં સ્થાનળ મળી શકે છે. તેની પર તેઓ મજબૂતથી કામ કરી રહ્યા છે. તે વૈશ્વિક સ્તરે ક્રિકેટ માટે મોટી વાત હશે.

આ પણ વાંચો, ધોનીના એક ફોટાએ સોશિયલ મીડિયામાં મચાવી ધમાલ, પ્રશંસકો થયા દિવાના

ગેટિંગે કહ્યું કે, તે માત્ર બે સપ્તાહની વાત હશે ન કે સમગ્ર મહિનાની. તેથી આ એ ટૂર્નામેન્ટ્સમાંથી હશે, જેમાં બે સપ્તાહનો કાર્યક્રમ બનાવવામાં મુશ્કેલી નહીં આવે. હાલમાં જ ઘોષણા કરવામાં આવી હતી કે મહિલા ક્રિકેટને 2022માં યોજાનારી બર્મિંઘમ રાષ્ટ્રમંડળ રમતોમાં સામેલ કરવામાં આવશે. ગેટિંગે કહ્યું કે આવનારા સપ્તાહોમાં એ વાતની પુષ્ટિ થઈ જશે.

ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર માઇક ગેટિંગ (ફાઇલ ફોટો)


ઈંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન માઇક ગેટિંગે કહ્યું કે, મને લાગે છે કે કાલે કે એક-બે દિવસમાં તેની વિશે નિવેદન આવી જશે કે મહિલા ક્રિકેટર એજબેસ્ટનમાં યોજાનારી રાષ્ટ્રમંડળ રમતોમાં સામેલ કરશે કે નહીં. તેને આશા છે કે આ મામલામાં મંજૂરી મળી જશે, જે શાનદાર હશે.
આ પણ વાંચો, જમ્મુ કાશ્મીરમાં રહેતા આ ક્રિકેટરના પરિવારની રક્ષક બની સેના

નોંધનીય છે કે, ક્રિકેટ એશિયન ગેમ્સ અને 1998માં કોમનવેલ્થ ગેમ્સનો હિસ્સો પણ રહી ચૂક્યું છે. હવે વર્ષ 2022માં બર્હિઘમમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં પણ મહિલા ક્રિકેટને સામેલ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો, વડોદરામાં પહેલીવાર રમાશે Asian School games Table Tennis Championship
First published: August 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...