ટીમ ઈન્ડીયાની ઊંઘ હરામ, વોક્સે પુનરાવર્તન કર્યો 58 વર્ષ જુનો RECORD

News18 Gujarati
Updated: August 12, 2018, 12:36 PM IST
ટીમ ઈન્ડીયાની ઊંઘ હરામ, વોક્સે પુનરાવર્તન કર્યો 58 વર્ષ જુનો RECORD
ક્રિસ વોક્સ 120 રન બનાવી રમી રહ્યો છે.

આ પહેલા આ રેકોર્ડ ગુબી અલેન, કીથ મિલર, ઈયાન બોથમ અને સ્ટુઅર્ટ બ્રોડ બનાવી ચુક્યા છે.

  • Share this:
ઈંગ્લેન્ડના ક્રિસ વોક્સે ભારત વિરુદ્ધ લોર્ડ્સ ટેસ્ટના ત્રીજા દિવસે શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું અને પોતાની પહેલી ટેસ્ટ સદી ફટકારી. લોર્ડ્સના મેદાન પર ટેસ્ટમાં 10 વિકેટ અને સદી ફટકારનાર તે દુનિયાનો પાંચમો બેટ્સમેન બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ ગુબી અલેન, કીથ મિલર, ઈયાન બોથમ અને સ્ટુઅર્ટ બ્રોડ બનાવી ચુક્યા છે. વોક્સે લોર્ડ્સના મેદાન પર એક મેચમાં 10 વિકેટ લેવાનો રેકોર્ડ વર્ષ 20016માં પાકિસ્તાન વિરુદ્ધની મેચમાં કર્યો હતો. તે સમયે પહેલી પારીમાં 6 અને બીજી પારીમાં 5 વિકેટ લીધી હતી.

વોક્સે પુનરાવર્તીત કર્યો 58 વર્ષ જુનો રેકોર્ડ
આ મેચમાં નંબર 7 પર બેટિંગ કરવા આવેલા ક્રિસ વોક્સ હાલમાં 120 રન બનાવી રમી રહ્યો છે. આ રીતે તેણે એકલાએ ભારતની પહેલી પારીમાં બનેલા 107 રનના સ્કોરને પાછળ પાડી દીધો છે. આ બીજો મોકો છે જ્યારે તે નંબર 7 પર અથવા તેનાથી નીચેના ક્રમ પર બેટિંગ કરવા ઉતરેલા બેટ્સમેને ભારતીય ટોટલ કરતા વધારે રન બનાવ્યા છે. આ પહેલા 1952માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડીયા મેનચેસ્ટર ટેસ્ટમાં 58 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ઈંગ્લેન્ડના સાતમા નંબરના બેટ્સમેન ગોડફ્રે ઈવાંસે 71 રન ફટકાર્યા હતા. જે ટીમ ઈન્ડીયાના ટોટલ કરતા વધારે હતા. હવે વોક્સે 66 વર્ષ જુના રેકોર્ડનું પુનરાવર્તીત કર્યું છે.

રસપ્રદ વાત એ છે કે, વોક્સે પોતાના કરિયરની સૌથી પહેલી પારીમાં પાંચ વિકેટ લોર્ડ્સમાં જ લીધી હતી. સાથે મેચમાં 10 વિકેટ પણ તેણે લોર્ડ્સમાં જ લીધી હતી અને હવે તેણે પહેલી સદી પણ લોર્ડ્સમાં જ ફટકારી છે.
First published: August 12, 2018, 12:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading