વેસ્ટ ઇન્ડીઝના વિસ્ફોટક બેસ્ટમેન ક્રિસ ગેલે મે-જૂનમાં થનારા આગામી વર્લ્ડ કપ બાદ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે, પરંતુ તેણે વેસ્ટ ઇન્ડીઝમાં રમેલી છેલ્લી વનડે સીરિઝમાં ઇંગ્લેન્ડની હાલત ખરાબ કરી નાંખી. આ કારણે જ ક્રિકેટના જાણકારો હવે વેસ્ટ ઇન્ડીઝની ટીમને વર્લ્ડ કપમાં અન્ય ટીમો માટે ખતરનાક મની રહ્યાં છે. જોકે, આ પાંચ મેચોની સીરિઝ 2-2થી સરભર રહી અને એક મેચ વરસાદને કારણે રદ થઇ હતી.
39 વર્ષીય ક્રિસ ગેલે ઇંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ વનડે મેચોની પાર પારીઓમાં 39 સિક્સ ફટકારી હતી. જે બે દેશો વચ્ચે રમાયેલી સીરિઝમાં સૌથી વધુ સિક્સનો વર્લ્ડ રેકોર્ડ છે. રસપ્રદ વાત એ છે કે ઇંગ્લેન્ડના બધા બેસ્ટમેન મળીને 37 સિક્સ જ મારી શક્યા.
ગેલે આ સીરિઝની ચાર મેચોમાં 134ના સ્ટ્રાઇક રેટથી 424 રન કર્યા હતા. જેમાં 135 રન (12 સિક્સ), 50 રન (ચાર સિક્સ), 162 રન (14 છગ્ગા) અને 77 (9 છગ્ગા)ની પારીનો સમાવેશ થાય છે.
અત્યાર સુધી 2494 પ્લેયર વનડે ક્રિકેટ રમ્યા છે. જેમાંથી માત્ર 142એ જ 39થી વધુ સિક્સ ફટકારી છે. જોકે, ગેલે માત્ર એક સીરિઝની ચાર પારીઓમાં જ આવું કરી બતાવ્યું છે.
પાંચમી વનડેમાં તેણે 27 બોલમાં 5 ફોર અને 9 સિક્સની મદદથી 77 રનની તુફાની પારી રમી હતી. આ દરમિયાન તેણે 19 બોલમાં 3 ફોર અને 3 સિક્સની મદદથી અર્ધસદી કરી હતી. જે વિન્ડીઝ માટે સૌથી ઝડપી છે. આ પહેલાં તે રેકોર્ડ ડેરેન સેમીના નામે હતો. તેણે 2010 અને 2012માં સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 20 બોલમાં અર્ધસદી ફટકારી હતી. આ ઇંગ્લેન્ડ વિરુદ્ધ બીજી સૌથી ઝડપી અર્ધસદી છે. રેકોર્ડ બ્રેડેંને મેક્કલમ (18 બોલ)ના નામે છે.
વેસ્ટ ઇન્ડીઝમાં છેલ્લી મેચ રમનારા ગેલે કહ્યું કે, વેસ્ટ ઇન્ડીઝ ટીમની જર્સી પહેરવી અને કેરેબિયાઇ લોકોનું મનોરંજન કરવું મારા માટે સન્માનની વાત રહી. વેસ્ટ ઇન્ડીઝ નંબર 1 છે અને એક કેરેબિયાઇ ક્રિકેટર તરીકે તમારા માટે આ સૌથી મોટી ઉપલબ્ધિ હોઇ શકે છે.
ઇંગ્લેન્ડ વિરુદ્ધ સિક્સનો વરસાદ કરનારા ગેલે કહ્યું કે, મેં કેવું પ્રદર્શન કર્યું અને કેટલા છગ્ગા ફટકર્યા તે વાતને લઇને હેરાન નથી. તે મારી સ્વભાવિક રમત છે. ટી20 ક્રિકેટમાં મેં ઘણા છગ્ગા ફટકાર્યા છે. હા, વનડેમાં પહેલીવાર સીરિઝમાં મેં 39 વર્ષની ઉંમરે 39 છગ્ગા માર્યા છે.
દમદાર પ્રદર્શનને કારણે તેને મેન ઓફ ધ સીરિઝ જાહેર કરાયો હતો. સાથે જ 39 વર્ષ અને 162 દિવસની ઉંમરમાં આ ખિતાબ મેળવનાર સૌથી વધુ ઉંમરવાળો કેરેબિયાઇ ખેલાડી છે. આ પહેલાં વિવિયન રિચર્ડ્સે 39 વર્ષ 81 દિવસની ઉંમરે આવું કર્યું હતું. જ્યારે વર્લ્ડ રેકોર્ડ ઇમરાન તાહિર (39 વર્ષ અને 193 દિવસ)ના નામે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર