Home /News /sport /IPL છોડી ગયો ક્રિસ ગેલ, ગોવામાં આ એક્ટર્સ સાથે મનાવી રહ્યો છે રજા!

IPL છોડી ગયો ક્રિસ ગેલ, ગોવામાં આ એક્ટર્સ સાથે મનાવી રહ્યો છે રજા!

    ઈન્ડીયન પ્રિમિયર લીગમાં કિંગ્સ ઈલેવન પંજાબનો ઓપનર ક્રિસ ગેલ ધૂમ મચાવી રહ્યો છે. ક્રિસ ગેલ ટૂર્નામેંટમાં બે અડધીસદી અને હૈદરાબાદ
    વિરુદ્ધ ધમાકેદાર સદી ફટકારી ચુક્યો છે. જેના દમ પર તેમની ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. હાલમાં મેદાનમાં ધૂમ મચાવનાર ગેલ  આઈપીએલ છોડી ગોવા ગયો છે, અને તે ત્યાં મનીષા લાંબા સાથે રજાઓની મજા લઈ રહ્યો છે.

    અરે ચોંકો નહીં, હકીકતમાં કિંગ્સ ઈલેવન પંજાબની અગામી મેચ હવે 4 મેના રોજ છે, જેથી ટીમના ખેલાડીઓ વચ્ચે મળેલ બ્રેકને એન્જોય કરી રહ્યા છે. ક્રિશ ગેલ પણ ગોવા પહોંચી ગયો છે, અને અહીં મનીષા લાંબા સાથે ટક્કર લેવાની તૈયારીમાં છે.

    ક્રિશ ગેલ અભિનેત્રી મનીષા લાંબા સાથે પોકર ટૂર્નામેંટમાં ભાગ લેવાનો છે. સમાચાર રિપોર્ટ અનુસાર એક પ્રમોશનલ ઈવેંટ હેઠળ ગેલ પકર ટૂર્નામેંટમાં એંટ્રી કરશે, જેમાં બોલીવુડ અભિનેત્રી મનીષા લાંબા તેના વિરુદ્ધમાં ઉતરશે.

    ગોવામાં ક્રિશ ગેલ ખુબ મસ્તી કરી રહ્યો છે. તે કેટલાક લોકો સાથે ગંગનમ સ્ટાઈલમાં ગીત પર નાચતો પણ જોવા મળ્યો.

    ક્રિશ ગેલે આ આઈપીએલમાં તમામ ફ્રેંચાઈજીને ચોંકાવી દીધી છે. તમને જણાવી દઈએ કે, આ વખતે કોઈ પણ ફ્રેંચાઈઝીએ તેને ખરીદવામાં રસ દેખાડ્યો ન હતો, પરંતુ છેલ્લા સમયે પ્રિતી જિંટાની ટીમ કિંગ્સ ઈલેવન પંજાબે તેને 2 કરોડમાં ખરીદ્યો હતો.

    ક્રિસ ગેલ આઈપીએલ 11ની 4 મેચમાં 126.00ની એવરેજથી 252 રન બનાવી ચુક્યો છે. તેની બેટિંગથી કુલ 23 છગ્ગા નીકળી ચુક્યા છે. ગેલનો સ્ટ્રાઈક રેટ પણ 161.53 રહ્યો છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Chris gayle, ક્રિકેટ, ગોવા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन