સામે આવ્યો વોટસનનો ચોંકાવનારો વીડિયો, ડગ માંડવામાં થઈ રહ્યું છે દર્દ

News18 Gujarati
Updated: May 16, 2019, 8:22 AM IST
સામે આવ્યો વોટસનનો ચોંકાવનારો વીડિયો, ડગ માંડવામાં થઈ રહ્યું છે દર્દ
સામે આવ્યો વોટસનનો ચોંકાવનારો વીડિયો

આઈપીએલ ફાઇનલમાં વોટસનને ઘૂંટણમાં થઈ હતી ઈજા, એરપોર્ટનો વીડિયો થયો વાયરલ

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : આઈપીએલની ફાઇનલમાં પોતાની તોફાની ઇનિંગના દમ પર ઓસ્ટ્રેલિયન પ્લેયર શેન વોટસને પોતાની ટીમને લગભગ ચેમ્પિયન બનાવી જ દીધી હતી પરંતુ તે છેલ્લી ઓવરમાં રન આઉટ થઈ ગયો હતો. વોટસનના રન આઉટ થવાનું કારણ તેની ઈજા હતી જે તેને ફાઇનલ મેચ દરમિયાન થઈ હતી. મેચ દરમિયાન વોટસના ઘૂંટણમાં ઈજા થઈ હતી. તેના ઘૂંટણથી લોહી પણ વહી રહ્યું હતું પરંતુ તેના વિશે તેણે કોઈને જણાવ્યું નહીં. તે દર્દ સહન કરતો બેટિંગ કરતો રહ્યો. શેન વોટસનની આ ઈજાનો ખુલાસો તેના સાથે હરભજન સિંહે કર્યો હતો. જ્યારે વોટસનની હકીકત ફેન્સની સામે આવી તો તમામે વોટસનને સલામ કરી.

હવે વોટસનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ઈજાના કારણે ચાલવામાં ખૂબ જ મુશ્કેલી થઈ રહી છે. વીડિયોમાં શેન વોટસન એરપોર્ટથી બહાર જઈ રહ્યો છે અને તે લંગડાઈને ચાલી રહ્યો છે.આ પણ વાંચો, ઢીંચણથી લોહી વહી રહ્યું હતું પણ જીત માટે લડતો રહ્યો આ પ્લેયર

આપને જણાવી દઈએ કે આઈપીએલ ફાઇનલમાં મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈ સુપરકિંગ્સને 1 રનથી હરાવ્યું હતું. એક સમય એવું હતું જ્યારે ચેન્નઈ સરળતાથી મેચ જીતી રહી હતી પરંતુ છેલ્લી ઓવરમાં શેન વોટસન રન આઉટ થતાં જ સમગ્ર મેચનું પાસું પલટાઈ ગયું અને મુંબઈ આઈપીએલ ચેમ્પિયન બની ગઈ. શેન વોટસને ફાઇનલ મેચમાં 59 બોલમાં 80 રનની ઇનિંગ રમી પરંતુ 20મી ઓવરના ચોથા બલૌ તે કુણાલ પંડ્યાના હાથે રન આઉટ થઈ ગયો. બે રન લેવાના પ્રયાસમાં વોટસન ઝડપથી દોડ્યો પરંતુ તે ક્રીઝ સુધી ન પહોંચી શક્યો.

આઈપીએલ 2019માં વોટસનનું પ્રદર્શનઆઈપીએલ 2018માં ચેન્નઈને ચેમ્પિયન બનાવનારા શેન વોટસને આ સીઝનમાં ફ્રેન્ચાઈઝીને નિરાશ કરી. તેણે 17 મેચોમાં માત્ર 23.41ની સરેરાશથી 398 રન કર્યા. વોટસને માત્ર 3 અડધી સદી ફટકારી. જોકે, પ્રેશરવાળી મેચોમાં વોટસનનું બેટ ચાલ્યું. વોટસને બીજી ક્વોલિફાયરમાં દિલ્હીની વિરુદ્ધ અડધી સદી ફટકારી અને પોતાની ટીમને ફાઇનલ સુધી પહોંચાડી. ત્યારબાદ વોટસને મુંબઈ ઈન્ડિયન્સની વિરુદ્ધ ફાઇનલમાં પણ અડધી સદી મારીને પોતાની ટીમને લગભગ જીત અપાવી દીધી હતી પરંતુ પગમાં ઈજાના કારણે તે આવું ન કરી શક્યો.
First published: May 16, 2019, 8:10 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading