નવા વર્ષની પહેલી જ મેચમાં તરખાટ, આ 'તોફાની' બેલરે માત્ર 7 રન આપી લીધી 6 વિકેટ

News18 Gujarati
Updated: January 1, 2019, 4:51 PM IST
નવા વર્ષની પહેલી જ મેચમાં તરખાટ, આ 'તોફાની' બેલરે માત્ર 7 રન આપી લીધી 6 વિકેટ
કાયલ જેમિસન (ફાઈલ ફોટો)

જેમિસને આ ધમાકેદાર પ્રદર્શનની મદદથી કેંટરબરીએ આ મેચ 5 વિકેટે જીતી લીધી

  • Share this:
દુનિયામાં સૌથી પહેલા નવું વર્ષ ન્યુઝિલેન્ડમાં થાય છે અને આ સાથે જ ક્રિકેટમાં પણ પહેલું ધમાકેદાર પ્રદર્શન આ દેશમાં જ જોવા મળ્યું. વર્ષ 2019ની પહેલી મેચ સુપર સ્મૈશ લીગમાં કેંટરબરી અને ઓકલેન્ડ વચ્ચે રમવામાં આવી. આ મુકાબલામાં કેંટરબરીના ફાસ્ટ બોલર કાયલ જેમિસને પોતાના પ્રદર્શનથી તમામ લોકોને આકર્ષીત કરી દીધા. જેમિસને ઓકલેન્ડ વિરુદ્ધ ટી-20 મુકાબલામાં 4 ઓવરમાં માત્ર 7 રન આપી 6 વિકેટ ચટકાવી દીધી. જેમિસને આ ધમાકેદાર પ્રદર્શનની મદદથી કેંટરબરીએ આ મેચ 5 વિકેટે જીતી લીધી.

તમને જણાવી દઈએ કે, કાયલ જેમિસન ટી-20 ક્રિકેટમાં સૌથી સારૂ બોલિંગ પ્રદર્શન કરનારો કીવી ખેલાડી બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ ઈશ સોઢીના નામે હતો, જેણે બિગ બેસ 2017માં માત્ર 11 રન આપી 6 વિકેટ લીધી હતી. દુનિયાભરની વાત કરીએ તો, જેમિસનનો આ આંકડો ત્રીજા નંબર પર છે. સમરસેટના અરુલ સુપૈયાએ 2011માં 5 રન આપી 6 વિકેટ લીધી હતી. જ્યારે 2013માં શાકિબ અલ હસને બારબાડોસ માટે 6 રન આપી 6 વિકેટ લઈ આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

આવી રીતે વરસ્યો જેમિસનનો કહર

કાયલ જેમિસને પોતાની પહેલી સ્પેલમાં ઓકલેન્ડ તરફથી રમી રહેલા જેમ્સ વિંસ, સીન સોલિયા અને માર્ક ચેપમેનની વિકેટ લીધી. આ સાથે તેણે ગ્લેન ફિલિપ્સને રન આઉટ કરવામાં પણ મહત્વની ભૂમિકા નિભાવી. પોતાની છેલ્લી સ્પેલમાં જેમિસને માત્ર 4 બોલમાં 3 વિકેટ લીધી. આ દરમ્યાન તેણે રોની હીરા, વિલ સમરવિલે અને બેન લિસ્ટરને પોતાનો શિકાર બનાવ્યો. ઓકલેન્ડની ટીમ 19 ઓવરમાં 110 રન પર સમેટાઈ ગઈ અને કેંટરબરીએ પણ આ લક્ષ્ય 5 વિકેટ ખોઈ 17.4 ઓવરમાં હાસિલ કરી લીધુ.
First published: January 1, 2019
વધુ વાંચો
अगली ख़बर