Ind Vs Aus: પહેલી ટેસ્ટ માટે ટીમ ઈન્ડીયાની જાહેરાત, રોહિત-હનુમાને મળ્યો મોકો

જ્યારે ઘાયલ પૃથ્વી શોની જગ્યાએ ભારતીય ટીમમાં મુરલી વિજયને મોકો મળ્યો છે

News18 Gujarati
Updated: December 5, 2018, 4:27 PM IST
Ind Vs Aus: પહેલી ટેસ્ટ માટે ટીમ ઈન્ડીયાની જાહેરાત, રોહિત-હનુમાને મળ્યો મોકો
ભારત VS ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ
News18 Gujarati
Updated: December 5, 2018, 4:27 PM IST
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ગુરૂવારથી એડિલેડમાં શરૂ થઈ રહેલી ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડીયાની 12 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમમાં રોહિત શર્મા અને હનુમા વિહારીને જગ્યા આપવામાં આવી છે. એવામાં અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે, પહેલી ટેસ્ટમાં બંને ખેલાડીઓમાંથી કોઈ એકને બહાર બેસાડવા પડી શકે છે.

જ્યારે ઘાયલ પૃથ્વી શોની જગ્યાએ ભારતીય ટીમમાં મુરલી વિજયને મોકો મળ્યો છે. આ સિવાય આર. અશ્વિનને એક માત્ર સ્પિનર તરીકે જગ્યા આપવામાં આવી છે. જ્યારે ફાસ્ટ બોલરની કમાન મોહમ્મદ શામી અને જસપ્રિત બુમરાહ સંભાળશે.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાર ટેસ્ટ મેચોની સિરીઝનો પહેલો મુકાબલો ગુરૂવારે એડિલેડમાં રમવામાં આવશે.


Loading...

પહેલી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમના 12 ખેલાડી - વિરાટ કોહલી (કપ્તાન), આજિક્ય રહાણે (ઉપકપ્તાન), કેએલ રાહુલ, મુરલી વિજય, ચેતેશ્વર પૂજારા, રોહિત શર્મા, હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકિપર), રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શામી, ઈશાંત શર્મા, જસપ્રિત બુમરાહ.
First published: December 5, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर