વિશ્વ કપના હીરો ગૌતમ ગંભીરે કરી સન્યાસની જાહેરાત

ગૌતમ ગંભીર ટીમ ઈન્ડીયાનો એજ સ્ટાર ખેલાડી છે, જેના દમ પર ભારતે બે વિશ્વ કપ પોતાના નામે કર્યા છે.

News18 Gujarati
Updated: December 5, 2018, 7:35 AM IST
વિશ્વ કપના હીરો ગૌતમ ગંભીરે કરી સન્યાસની જાહેરાત
ગૌતમ ગંભીર (ફાઈલ ફોટો)
News18 Gujarati
Updated: December 5, 2018, 7:35 AM IST
ટીમ ઈન્ડીયાના શાનદાર ઓપનર બેટ્સમેન ગૌતમ ગંભીરે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. ગૌતમ ગંભીરના સંન્યાસની જાણકારી ઈએસપીએલ ક્રિકઈન્ફોએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ દ્વારા આપી છે. ગંભીરે આ દરમ્યાન કહ્યું કે, તે 15 વર્ષના પોતાના આંતરરાષ્ટ્રીય કરિયર પર હવે વિરામ લગાવવા માંગે છે.

તમને જણાવી દઈએ કે, ગૌતમ ગંભીર ટીમ ઈન્ડીયાનો એજ સ્ટાર ખેલાડી છે, જેના દમ પર ભારતે બે વિશ્વ કપ પોતાના નામે કર્યા છે. વર્ષ 2011માં ગૌતમ ગંભીરે શ્રીલંકા વિરુદ્ધ વિશ્વ કપ ફાઈનલમાં 97 રનની પારી રમીને ભારતને વિશ્વ કપ ચેમ્પિયન બનાવ્યું હતું.

આ પણ વાંચો

કેવી રહી ગંભીરની આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સફર, KKRને બે વખત ચેમ્પિયન બનાવ્યું

જ્યારે વર્ષ 2007માં યોજવામાં આવેલી પહેલી ટી-20 વિશ્વ કપના ફાઈનલમાં પણ ગંભીરે સર્વાધિક સ્કોર કરનારો બેટ્સમેન હતો. ગંભીરે ટીમ ઈન્ડીયા તરફથી ઓપનિંગ કરી હતી, અને 75 રન બનાવ્યા હતા. આ સાથે ભારત વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું.

First published: December 4, 2018
વધુ વાંચો अगली ख़बर